________________
ध्रुवसेन ३ जाना ताम्रपत्रो
२०१ અડકી શક્તાં નહોતાં, પૌરુષમાં અને અભિમાનમાં પ્રખ્યાત બનેલા શત્રુઓ પણ જેની રહામે પ્રણામ શિવાય બીજો પ્રતિકારને ઉપાય સ્વીકારતા નહિં, આખી સૃષ્ટિને હરખાવી રહેલા વિમલ ગુણુસમૂહ વડે જેણે કલિકાલના બધા વિલાસની ગતિને એકદમ નાશ કર્યો હતે નીચાં માણસોનું આક્રમણ કરનારા દેષમાત્ર જેના ઉન્નત હૃદયને સ્પર્શ પણ કરી શકતા નહીં, પોતાનાં પ્રખ્યાત પૌરુષ અને અસ્ત્ર કૌશલવડે સંખ્યાબંધ શત્રુનૃપતિઓની લક્ષમીને પકડી આણને જેણે પ્રવીર પુરુષોમાં પિતાનું પ્રથમ સ્થાન જાહેર કર્યું હતું.
પં.૧૯ તેને પુત્ર એના ચરણનું ધ્યાન ધરનારે પરમ માહેશ્વર શ્રી ધરસેન હતો, જેણે સકલ વિદ્યાના અધ્યયનથી સર્વ વિદ્વજજનાનાં મનને અત્યન્ત સંતુષ્ટ કર્યા હતાં, સરવસંપત્તિ વડે અને દાન
ઔદાર્ય વડે જેણે શત્રુઓના મનોરથની ધરી એવી તોડી નાંખી હતી કે એ ફરીથી સંધાવાની આશા જ ન રહે અનેક શાસ્ત્ર, કલા, લેકચરિત, વગેરેના ગૂઢ ભાગોને જેણે સારા પરિચય કયોં હતું છતાં જેની પ્રકૃતિ પરમ ભદ્ર હતી અને અકૃત્રિમ સભ્યતા અને વિનયની શોભા એ જેનું વિભૂષણ હતું, તેં સે લડાઈઓમાં જયપતાકાને ઉંચકી લેવાને સમર્થ લાંબા બાહદંડ વડે જેણે શત્રુઓના દર્પને નાશ કર્યો હતો. પિતાના ધનુષના પ્રભાવથી જેઓના અઅકૌશલના અભિમાનને પોતે પરિભવ કર્યો હતો તેવા સકલ નૃપતિઓ જેના શાસનને સ્વીકારતા હતા.
પં.૨૩ તેને અનુજ, એના ચરણનું ધ્યાન કરનાર, પરમ માહેશ્વર શ્રી ધ્રુવસેન હતે. જે સચ્ચરિત વડે બધા પૂર્વપતિઓથી ચનયાતે હતે; દુર્જય દેશે પણ જેણે જિત્યા હતા, જે મૂર્તિમાન પુરુષાર્થ હતે; મહા ગુણે પ્રત્યેના અનુરાગથી ભરપૂર ચિત્તવૃત્તિવાળી પ્રજા સાક્ષાત્ મનુ જેવા જે રાજાના આશ્રયમાં રહેતી હતી; ચન્દ્રની માકફ જે કલાકલાપસંપન્ન, કાન્તિમાનું, આનંદહેતુ હતે છતાં અકલંક હત; સૂર્યની માફક જે વિપુલ પ્રતાપ વડે દિગન્તરાલને વ્યાપ્ત કરીને અન્યકાર રાશિને વિસક્ત હતો પણ સદા ઉદયશાલી હતે; અર્શયુક્ત, અનેક પ્રયાજનવાળા, આગમપૂર્ણ, પ્રત્યય પ્રકૃતિને અર્પના, સંધિ, વિગ્રહ, તથા સમાસના નિશ્ચયમાં નિપુણ, સ્થાનને ઉચિત આદેશ આપનારા, ગુણવૃદ્ધિની ક્રિયા વડે સાધુઓને સરકાર કરનારે, એ જે રાજા રાજ્યતંત્રમાં તેમ જ વ્યાકરણમાં નિપુણ હતું, જે મહાપરાક્રમી પણ કરુણાકેમલ હૃદયવાળો હતો, વિદ્વાન પણુ અગર્વિત હતા, કાન્ત પણ પ્રશમયુક્ત હવે, મિત્રતામાં સ્થિર પણ દોષવાળાઓનું નિરસન કરનારા હતો; જેણે ઉદયસમયે લોકમાં ઉપજાવેલા અનુરાગ વડે આખી સૃષ્ટિને છાવરી દઈને બાલાદિત્ય એવું પિતાનું પ્રખ્યાત બીજું નામ યથાર્થ કરી બતાવ્યું હતું.
પં.૨૯ એને પુત્ર પરમ માહેશ્વર, પરમભટ્ટારક, મહારાજાધિરાજ પરમેશ્વર ચક્રવતી શ્રી ધરસેન હતા, જેના લલાટમાં પિતાના ચરણકમલના વન્દનમાં ભૂમિઘર્ષણથી થયેલા ચાઠાને રૂપે ચન્દ્રખંડ વિરાજતો હતો (= જે શિવની માફક ચદ્રમૌલિ હત), જે શિશુકાળમાં જ મતીના અલંકારની પેઠે વિમલ જ્ઞાન શ્રવણમાં ધર્યું હતું, જેને કમલતુલ્ય અગ્રસ્તર દાનજલ થી ધવાયેલ હ, કન્યાના આનન્દની માફક વસુંધરાને આનન્દ જેણે મૃદુકરગ્રહણથી વધાર્યો હતો, ધનુર્વેદની
૧ આ વાક્ય બ્લેષયુક્ત છે, ગ્લિટોના (૧) રાજ્યતંત્રપર અને (૨) વ્યાકરણપરત્વે અથે આ પ્રમાણે છે -
અર્થ=( ૧) ધન, (૨) તાત્પર્ય આગમ=(૧) શાસ્ત્રનય, (૨) આગન્તુક વર્ણ પ્રથમ=(૧) ખાતરી ( ૨ )પ્રત્યય-સિંહ, પ્રકૃતિ=( ૧ ) પ્રજ, ( ૨ ) મૂળ શબ્દ; સંધિ=(૧) સુલેહ, ( ૨ ) સંહિતા; વિગ્રહ=( ૧ ) યુદ્ધ, (૨) વિશ્લેષ; સમાસ= ૧ ) સેનાનિવેશ, (૨) પદસમાસ; સ્થાન=( ૧) સ્થળ, (૨) મૂળ પદે આદેશ=(૧) આજ્ઞા, (૨) મળપદને સ્થાને આવતું પદ; ગુણવૃદ્ધિ=(૧) ગુશેની વૃદ્ધિ (૨) કવરોને ગુણ તથા વૃદ્ધિ. ૨ આ શબ્દોમાં અને વાકોમાં રહેલે ખેષ પ્રકટ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com