________________
નં૭૭ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો
( સંવત ૩૪ર શ્રાવણ વદિ ૯ ) શીલાદિત્ય( ૩ જા )નું દાનપત્ર ૧૬” x ૧૩નાં મોટાં બે પતરાંઓ ઉપર લખ્યું છે. તે તદન સુરક્ષિત છે તથા તેની કડી અને મા તેનાં યોગ્ય સ્થળે છે. ઓનરેબલ રાવ સાહેબ વિ. એન. મંડલિકે જ. બૉ. બૃ. ર. એ. સે, . ૧૧ પા. ૩૩૪ માં પ્રસિદ્ધ કરેલાં શીલાદિત્ય ૩ જાનાં બે દાનપત્રોને મળતી લિપિ છે. તેમાં લખેલી હકીકતને મેટો ભાગ ઉપરનાં બે શાસને તથા જ. . એ . માં પ્રસિદ્ધ થયેલાં શીલાદિત્યનાં એક અન્ય દાનપત્રને બહુ જ મળતા આવે છે.
આ દાન “ બાલાદિત્ય તળાવ પાસે નાંખેલી વિજયી છાવણી ” માંથી આપ્યું છે, અને તેથી તે રાજાના પ્રવાસ માં અપાયું છે. બાલાદિત્ય, જેના ઉપરથી આ તળાવનું નામ પડયું હતું તે કદાચ વલભીને રાજા ધ્રુવસેન ૨ જે હોય. પતરાં ૧ લાંની પંક્તિ ૨૫-૧૬ માં તેનું આ ઉપનામ હોવાનું જણાય છે.
આ દાન મેળવનાર ભૂટ કુમાર છે. તે કૃષ્ણ યજુર્વેદના ભાગ મૈત્રાયણીયને અભ્યાસ કરેલો, ભરદ્વાજ ગોત્રના, ગેમૂત્રિકામાંથી દેશાન્તર કરી વલભીમાં રહેતા બ્રાહ્મણ દ્રોણપુત્રને પુત્ર હતું. તેને તાતુર્વિદ્ય-વિવસાન' એવું વિશેષણ પણ લગાડેલું છે. આને અર્થ સ્પષ્ટ નથી. દાનમાં લેાણાપદ્રક નામનું ગામ આપેલું છે. તે સાપક લિ, જેને “
પરિષદ હિત' એવું એક વધારે અને ન સમજી શકાય તેવું વિશેષણ લગાડેલું છે, તેમાં આવ્યાનું વર્ણન છે.
દાનપત્રની તારીખ, સંવત ૩૪૨ ના શ્રાવણના કૃષ્ણ પક્ષ ૯ મી છે. સંવતનું બીજું ચિહ્ન શંકાવાળું છે. ડૉ. ભાઈ દાજીનાં જ. બાં. ઍ. જે. એ. . . ૮ પા. ૨૩૦ માંના લખાણના આધાર ઉપરથી હું તે ચિત્ર ૪૦ ની હવાના પાઠને પ્રયોગ કરું છું
• ઈ. એ. વિ. ૫ પા.૨૦૭ છે. ખુલહર ૧ વલભી તથા ગુર્જર દાનપત્રો તેમ જ અન્ય વંશનાં દાનપત્રો કેઈક વાર જ્યાંથી દાન જાહેર થયું હોય તે જગ્યાનાં વર્ણનથી હમેશાં શરૂ થાય છે. ( જુઓ. ઈ. એ. વો. ૪ પા. ૧૦૬ ) આ લેખ સાબીત કરી આપે છે કે જ. બ. બ્રા. જે. એ. સે. વો. ૧૧ ૫. ૩૫ર ની નોટમાં જણાવવા પ્રમાણે ધુવસેન ૪ થા પછીનાં બધાં દાનપત્રો ખેટકમાંથી જ જાહેર થયાં છે તે સાચું નથી. આ બેટા ગુજરાતનું ખેડા નહિ, પરંતુ કાઠિયાવાડનું કેઈ એ નામનું ગામડું હોવું જોઈએ. તે જ નોટની અંદર દર્શાવેલી હકીકત કે ગુજરાતમાં ખેડા વલભી રાજની રાજધાની થઈ હતી તે હજી સુધી સાબિત થયેલી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com