________________
નં ૬૪
ધ્રુવસેન ૨ જાનાં તામ્રપા
( ગુપ્ત ) સંવત્ ૩૧૨ જ્યેષ્ઠ સુદ ૪
આ બે પતરાં આ છે. દરેકનું માપ ૧૩⟩”×૧૦” છે, અને મન્નેની એક જ ખાજી ઉપર લેખ છે. પહેલા પતરામાં ૨૩ અને ખીજામાં ૨૧ પંક્તિ છે. ૪૪ મી પંક્તિમાં તારીખ આપી છે તેમાંથી ૩૦,૧૦, ૨ અને ૪ એવા આંકડાએાની સંખ્યા-ચિહ્નોના દાખલા પૂરા પડે છે.
ડૉ. જી. ખુલ્લુરે ઈં. એ. ૬, પા.૧૨ માં પ્રસિદ્ધ કરેલાં ધ્રુવસેન ર જાનાં પતરાંને આ પતરાંઆ ઘણાં મળતાં આવે છે.
આ લેખ ધ્રુવસેન( ૨ )ના છે. દાન લેનાર છંદોગ શાખાના અને ભારદ્વાજ ગેાત્રના હંદવસુને પુત્ર બ્રાહ્મણ માત્રાકાલ છે. તે ગિરિનગર ઊડ્યા પછી ખેટકમાં રહેતા હતા. દાનમાં સારસકેદ્વાર નામનું ક્ષેત્ર આપ્યું છે, આ ક્ષેત્રનું ચાક્કસ માપ તથા સીમા વિગેરે સંપૂર્ણ આપેલાં છે. આમાં આપેલાં સ્થળે નીચે પ્રમાણે છે:--( ૧ ) ગિરિનગર—કાઠિઆવાડમાં જૂનાગઢની ઈશન કાણમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું શહેર. (૨) ખેટક-તે ખેડા મહેમદાવાદ ડિસ્ટ્રિકટમાં આવેલું તાલનું ખેડા ગણવામાં આવે છે. ( ૩ ) કેાણક-પથક, ખેડા ડિસ્ટ્રિકટને પેટામહાલ છે હસ્તિક-પલ્લિકા નામનું ગામ એળખી શકાતું નથી ... તારીખ ઈ. સ. ૬૩ર ને મળતાં [ ગુપ્તવલભી સવનાં વર્ષે ૩૧૨ ના શુકલ પક્ષ ૪ આપેલી છે. સામંત શીલાદિત્ય અને વિપતિ વત્રભટ્ટ ( વશટ્ટિ નહિં) ખન્ને ધ્રુવસેન ૨ જાનાં પતરાંએ(ઇ. એ. ૬, પા. ૧૪)માંથી તેમ જ ખીજાંમાંથી આપણા જાણવામાં આવ્યા છે.
ન, ખેા. બ્રા. રા. એ. સા. ન્યુ. સી. વા' ૧ પા. ૬૯ જી. વી. આચાર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com