________________
ध्रुवसेन २ जानां नोगावानां ताम्रपत्री ગમે તેમ હોય પણ ધ્રુવસેન ૨ જાનાં આ બે દાનપત્રો ઉપરથી એટલું તે સાબિત થાય છે કે તેના તાબામાં માલવા અગર તેને થોડો ભાગ પણ હતે.
નવગ્રામકમાં આપેલું જમીનનું દાન જેની પૂર્વ વરાહાટક, દક્ષિણે એક નદી અને ઉત્તરે પુલિદાનક આવેલાં હતાં, તે આ પ્રાંતનું છે. રતલામના દિવાને મી. મારશલને લખેલા પત્રમાં નવગ્રામકને હાલના નાગાવા તરીકે કે જ્યાંથી આ બે દાને મળ્યાં હતાં, વરાહાટકને પૂર્વમાં ભારોડા તરીકે અને પુલિંદાનકને ઉત્તરમાં પદ્દના તરીકે ઓળખાવ્યાં છે. દાનના વર્ણનમાં આવતી એક ન્હાની નદી પણ તે પત્ર સાથે મોકલેલા રતલામ સ્ટેટના નકશામાં નેગવાથી અગ્નિકાણુમાં નિશાનીથી બતાવેલી છે.
આ દાનપત્રના દૂતક રાજપુત્ર ખરગ્રહ પાછળથી પરગ્રહ ૨ જા તરીકે ગાદીએ આવનાર પોતે જ હશે. લેખક દિવિરપતિ કંઠભટ ધવસેન ૨ જા અને ધરસેન ૪ થા નાં બીજાં દાનપત્રોમાં કરીથી આવે છે. તેને પિતા વત્રભદ્રિ શીલાદિત્ય ૧ લા અને ધ્રુવસેન ૨ જાનાં દાનેામાં તથા પુત્ર અનહિલ ધ્રુવસેન ૩ જા ખરગ્રડ ૨ જા અને શીલાદિત્ય ૨ જાનાં દાનપત્રોમાં આવે છે. આ લેખનું વર્ષ [ ગુપ્ત ] સંવત્ ૩૨૦ ( એટલે ઇ. સ. ૬૩૯-૪૦) એ, મી. જેકસને પ્રસિદ્ધ કરેલાં ભાવનગરનાં પતરાંઓનું વર્ષ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com