________________
धरसेन ४थानां गोरसनां ताम्रपत्रो
૧૮૨
ભાષાન્તર
સ્વસ્તિ ! વલભીમાંથી અતલખળસંપન્ન મિત્રોના મંડળમાં રહી અનેક જખમોથી પ્રતાપ પ્રાપ્ત કરનાર, અતિ બળથી તેમના શત્રુનો પરાજય કરનાર, નિજ પ્રતાપના ફળરૂપ, દાન, માન અને સમભાવથી નપેને અનુરાગ પ્રાપ્ત કરનાર, અનુરક્ત નૃપેના બળથી રાજયશ્રી પ્રાપ્ત કરનાર અને અછિન્ન રાજવંશવાળા પરમ માહેશ્વર ભટારકમાંથી, માતપિતાના ચરણકમળને પ્રણામ કરી સર્વ પાપ ધોઈ નાંખનાર, બાળપણથી કરમાં અસિધારી, શત્રુના મસ્ત માતોની શ્રેણી ભેદી મહાન પ્રતાપ દર્શાવનાર, જેના પદનખ પકિતની રશ્મિ તેના વિકમથી ચરણે નમતા શત્રુઓના ચૂડામણિની પ્રભા સાથે ભળતી, સ્મૃતિઓના માર્ગ અનુસાર સુરક્ષણ કરી જનનાં હૃદય રંજનાર અને આમ રાજ શબ્દનો અર્થ સત્ય કરનાર, રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપત્તિમાં કામ, ઈદુ, હિમાલય, સાગર, બૃહસ્પતિ, અને કુબેર કરતાં અધિક, શરણાગતને સંકટમાંથી રક્ષણ આપવામાં પરાયણ હાઈ નિજ અર્થ તૃણવત્ લેખી ભેગ આપનાર, અને વિદ્વાન્, મિત્રો અને પ્રયજનોનાં હદય પ્રાર્થના કરતાં અધિક ધન આપી રંજના૨, અને સકળ ભુવનનો સાક્ષાત્ આનંદ પરમમાહેશ્વર શ્રીરાહસેન પ્રકટ થયે હતો. તેને પુત્ર જેનાં પાપોનાં સર્વ કલંક, નિજ પિતાના પદનખની મિના રૂપમાં ગંગાનદીનાં જલથી છેવાઈ ગયાં હતાં, જેની લક્ષ્મીથી લાખે પ્રણય જનેનું પાલન થતું, તેના રૂપને લઈને ઘણું પ્રાપ્ત કરેલા ગુણોથી જેનું અવલંબન થતું, જે નૈસાળંક બળ અને પ્રાપ્ત કરેલી વિદ્યાથી સર્વ ધનુર્ધરોને વિસ્મિત કરતે, જે પૂર્વેના પાનાં દાન ચાલુ રાખતે, જે નિજ પ્રજાને હણનાર કષ્ટ હરતા, જે શ્રી અને સરસ્વતીને એકત્ર નિવાસસ્થાન હતો, જેને વિક્રમ નિજ સંપટ શત્રુઓની લકમી અને પ્રતાપને ઉપભેગ આપતાં. અને જેને પરાક્રમથી વિમળ રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી તે પરમમાહેશ્વર શ્રીધરસેન હતું. તેને પુત્ર. તેને પાદાનુધ્યાત, જે તેનામાં એકત્ર થએલા અને સકળ જગતને આનન્દ આપતા અદ્ભુત ગુણથી સવે દિગમંડળ ભરતે, અનેક યુદ્ધમાં જય કરી યશ મેળવના૨, તેના મિત્રામાં સ્પષ્ટતાથી અન્ય કરતાં અધિક ભૂષિત સ્કન્ધ ઉપર મહાન મનોરથોનો ભાર ધારનાર, જે સર્વ વિદ્યાના અધ્યનથી વિમલ મનવાળો હોવા છતાં બુદ્ધિશાળી લઘુ કવિતા લખી હેલાઈથી પ્રસન્ન થતા. જેના હદયનું ગાંભીર્ય સર્વ જનાથી અગાધ હતું છતાં સદાચારથી સ્પષ્ટ થતા ઉમદા સવભાવવાળા હતું, જેણે કૃતયુગના નૃપાથી સંચરાતે માર્ગ જે બંધ થઈ ગયો હતો તે શુદ્ધ કરી મહાયશ પ્રાપ્ત કર્યો, જેની લક્ષમીની મધુરતાને ઉપગ ન્યાયપરાયણતાથી વિશુદ્ધ થતું, અને આમ ધમદિત્યનું અપર નામ મેળવ્યું હતું તે પરમ માહેશ્વર શિલાદિત્ય હતું. તેને અનુજ, તેને પાદાઅધ્યાત, ઉપેન્દ્રના વડીલ બધુસમાન પ્રેમાળ વડીલ બધુની અભિલાષિત રાજ્યસત્તા ધારનારધૂરિ ધારનાર વૃષભ જેમ સ્કંધ ઉપર કંઈક મહાન વસ્તુ ધારે છે તેમ નિજ બધુની આજ્ઞાનું પાલન કત આનન્દ કરનાર, અને તેમ કરતાં આનન્દ અથવા મેહના પ્રેમ વડે તેવા ગુણેના ઘટાડો ન થવા દેનાર, જેનું ચિત્ત, તેનું પાદપીઠ નિજ પ્રતાપથી શરણ થયેલા અનેક નૃપના મુગટ.
મણિના પ્રકાશથી આવૃત હતું છતાં મદ અથવા અન્ય તરફ હલકાઈથી વર્તવાના શેખથી મુક્ત હતું, જેના શત્રુઓને પણ તેઓ વિખ્યાત બળ અને મદવાળા હતા છતાં શરણ સિવાય તેના બળ સામે થવાના માર્ગ ન હતો, જે જગત સુગંધિત કરનાર અનેક ગુણે વડે કાલિની લીલાના પ્રસારની સામે અતિ બળથી થતો, જેનું હૃદય અલપ જનેના સર્વ દોષથી અપર્શિત અને ઉમદા હતું, જે વિખ્યાત વિક્રમ અને શાસ્ત્રકળામાં નિપુણ હોવાથી તેને સ્વેચ્છાથી ભેટતા શત્રુ નૃપના મંડળની રાજ્યલક્ષમી વડે શૌર્યસંપન્ન જનેમાં પ્રથમ પદ પ્રાપ્ત કરે તે પરમમાહેશ્વર શ્રી ખરગ્રહ હતો. તેને પુત્ર, તેને પાદાનુણાત, જે સર્વ વિદ્યા પ્રાપ્ત કરી વિદ્વાનોનાં હૃદય અતિ રંજતે, જેણે ગુણસંચય અને દાનમાં ઉદારતાથી શત્રુઓના મનોરથને પરાજય કરવાની યુક્તિ શોધી કહાડી, જે અનેક શાસ્ત્ર, કળા, અને લેકચરિતથી પૂર્ણ પરિચિત હોવાથી હૃદયમાં ગંભીર વિચારવાળો હેવા છતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com