________________
वलभी दानपत्रनुं गोपनाथमांथी मळेलुं पहेलुं पतरूं
૨૪૩ ભાષાતર સ્વક્તિ વલભીપુરમાંથી મિત્રોનાં અને બળથી નમાવેલા શત્રુઓનાં મહાન અને અસંખ્ય સૈન્યના પ્રબળ અને સતત પ્રહારથી યશ પ્રાપ્ત કરનાર, પોતાના વિકમમાંથી ઉદ્ભવતા દાન, માન અને વિનયથી પ્રજાને અનુરાગ પ્રાપ્ત કરનાર, શરણ થએલા નૃપની શ્રેણીના બળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર, અને અવિચ્છિન્ન રાજવંશવાળા ભટ્ટાર્કમાંથી, તેના પૌત્ર, માતપિતાનાં ચરણુકમળને નમન કરી સર્વ પાપ ધોઈ નાંખનાર, બાળપણથી એક જ મિત્ર સમાન અસિથી શત્રુઓના મસ્ત માતંગેની ઘટા છેટી બળ પ્રકાશિત કરનાર, જેના પદનખની મહાન પ્રભા પિતાના પ્રતાપ વડે નમન કરતા શત્રુઓના મુગટના મણિની પ્રભા સાથે મળતી, સર્વ સ્મૃતિમાં જણાવેલા માર્ગનું યોગ્ય પાલન કરી પોતાની પ્રજાનાં મન અનુરંજિત કરીને રાજશ તેના પૂર્ણ અર્થમાં જેને સારી રીતે બંધબેસતો, જે સૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં અનુક્રમે કામદેવ, ઈન્દુ, હિમાલય, સાગર, બૃહસ્પતિ અને બેર કરતાં અધિક હતું, શરણાગતને શરણ આપવામાં નિત્ય ઉદ્યત હોવાથી સ્વાર્થ તૃણુવત્ લેખી ત્યજી દેનાર, વિદ્વાન, બધુજનો, અને મિત્રોનાં હદય અભિલાષ કરતાં અધિક આપીને પ્રસન્ન કરનાર, સકળ જગતને ગમન કરતા સાક્ષાતુ અનન્દરૂ૫, ૫રમમાહેશ્વર હુસેન ઉતરી આગ્યા હતા. તેના પુત્ર, પોતાના પિતાના પદનખમાંથી નીકળતા રમિરૂપી ગંગાના જળમાં સર્વ પાપ ધોઈ નાંખનાર, અસંખ્ય મિત્રોના જીવિતન પાલન કરતા પ્રતાપની અભિલાષથી તેની તરફ આકર્ષાએલા સર્વ સદગુણ સંપન્ન, નૈસર્ગિક બળ અને વિશેષ વિદ્યા ( શિક્ષા )થી સર્વ ધનુર્ધરને વિમિત કરનાર, પિતાના પૂર્વજોએ કરેલાં સર્વ ધર્મ દાન રક્ષનાર, પેતાની પ્રજાને હણનારાં સર્વ વિને હરનાર, શ્રી અને સરસ્વતીનો એકત્ર નિવાસસ્થાન, શત્રુઓના પક્ષમાંથી લમી હરી લઈને તેને ઉપગ કરવામાં દક્ષ વિકમવાળા, પિતાના પ્રતાપથી વિમળ રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર પરમ માહેશ્વર શ્રી ધરસેન હિતે. તેને પુત્ર, તેને પાદાનુધ્યાત, અખિલ જગતને આનન્દકારી અને અતિ અદૂભુત ગુણાના તેજથી સર્વ દિશા ભરનાર, અનેક યુદ્ધના શુદ્ધ તેજ અને સેનાપતિના તેજથી પ્રકાશિત સ્કંધવાળો. અભિલાષના મહાભાર વહનાર, વિદ્યાના પર અને અપર ભાગના જ્ઞાનથી અતિ પવિત્ર થએલી મતિસંપન્ન હોવા છતાં કોઈની પાસેથી એક સુવચનથી સહેલાઈથી પ્રસન્ન થાય તેવો, અગાધ ગાંભીર્યવાળ હદયવાળા હોવા છતાં અનેક સત્કાર્યથી અતિ ઉમદા સ્વભાવ દર્શાવનાર, સત્યયુગના પર્વના નપાના માર્ગ પર ગમન કરી ચોમેર પ્રસરેલા યશવાળા, ધર્મકાર્યની સીમાં કદાપિ ન ઉલંધી હોવાથી અધિક ઉજજવળ બનેલ લીમી, સુખ, અને પ્રતાપના ઉપભેગથી ધર્માદિત્યને વર્ણન આપતું નામ પ્રાપ્ત કરનાર પરમ માહેશ્વર શ્રી શીલાદિત્ય હતા. તેને ભાઈ અને પાદાનધ્યાત, અન્ય ઉપેન્દ્ર સમાન અને તેના તરફ પ્રેમથી પૂર્ણ હાઈ પિતાના વડીલ બધુથી તેના સ્કંધપર મકાએલી ૨૫ અને અભિલાષિત રાજ્યશ્રીની ધરી, પિતાના બધુની અભિલાષાનું પાલન કરવાના આનન્દ માટે જ ફકત, સુખી વૃષભ જેમ ધારનાર, શ્રમ, સુખ કે પ્રેમથી જેની શાન્તિ સદા અસ્પેશિત હતી. તેના વિકમના પ્રતાપને નમન કરતા અનેક નૃપના મુગટનાં થી તેને પાદપીઠ આવૃત હતું, છતાં જે અન્યનું અપમાન કરવાના લેશ માત્ર દેષથી મુક્ત હતા, જે મદવાળાં પરાક્રમ માટે વિખ્યાત જન પાસે ફકત નમન જ થવા દેતે, જે સકળ જગને આનંદકારી સર્વ ગુણેથી પૂર્ણ હતો, જેણે કલિયુગના સર્વે માર્ગ બળથી હાંકી મુક્યા હતા, જેનું અતિ ઉમદા હય માં સદા જણાતા દોષોમાંના એક પણ દોષથી નિત્ય મુકત હતું, જેણે સર્વ જાતનાં પુરૂષાર્થવાળાં શસ્ત્રના પ્રયાગમાં મહાન દક્ષતાથી અસંખ્ય શત્રુ નૃપની લક્ષમી હરી લઈ ને પિતાને પરાક્રમી પુરુષમાં પ્રથમ સાબીત કર્યો હતો તે પરમ માહેશ્વર શ્રી ખરગ્રહ હતા. તેના પછી તેને પુત્ર, અને પાદાનુધ્યાત, સર્વ વિદ્યા પ્રાપ્ત કરી વિદ્વાનના પરમ સતેષરુ૫, અવ્યવરિથતિ અને અનિયમિત શત્રુઓનાં મનરથરુપી રથની ધરીને બળ, દાન, અને ઉદાત્તાથી ભાંગી નાખનાર, લેકચરિત (જગતના અન્તર વિષય), સર્વ કળા અને વિદ્યાથી અતિ પરિચિત હોવા છતાં અતિ આનદી સવભાવવાળા, અકત્રિમ પ્રેમ અને વિનયથી ભૂષિત, પિતાના વિશ્વાસ સંપન્ન અને અનેક યુદ્ધમાં વિજયદેવજ હરી લેનાર કરથી સર્વ શત્રમાં સ્પર્ધાના ઉત્સાહના નાશ કરનાર, જેની આજ્ઞા સ્તુતિ પામી હતી .. .. ••• .. ••• • • •
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com