________________
નં. ૫૪ શીલાદિત્ય ૧ લા ઉર્ફે ધર્માદિત્ય ]ના સંવત્ ૨૮૬ ના
એક દાનપત્રનું બીજું પતરું
સંવત ૨૮૬ શ્રાવણ વદિ ૭ આ પતરું મને વળામાં મળ્યું ત્યારે તેના પર જાડાં પોડાં બાઝેલાં હતાં, અને બહુ થોડા અક્ષરો વાંચી શકાતા હતા. પરંતુ આર્કોલોજીકલ કેમીસ્ટે સાફ કર્યા પછી તેને દરેક અક્ષર સહેલાઈથી વાંચી શકાય. પતરાની સપાટી ઉપર અસંખ્ય નાનાં કાણાંઓ પડેલાં છે, અને બન્ને બાજુઓને, ખાસ કરીને ડાબી બાજુના નીચેના ખુણને ઘણું નુકશાન થયું છે. પતરાની ઉપલી કેર તથા ઉપલા ભાગનાં બે કડીઓ માટેનાં કાણુઓ સુરક્ષિત છે.
પતરાંઓ આશરે ૧૦૩૭ માપનાં છે, અને લખાણ ૧૫ પંક્તિઓનું છે. અક્ષરે પ્રમાણમાં મેટા કદના છે, અને ચેખા ઊંડા તથા સંભાળપૂર્વક કતરેલા છે. તેથી લેખમાં વ્યાકરણની ભૂલો ઓછી છે.
વલભીનાં દાનપત્રનાં બીજાં પતરાંમાં દાન આપનાર રાજાનું નામ હતું નથી. પરંતુ સંવત ૨૮૯ ઉપરથી અનુમાન કરી શકાય કે દાન આપનાર, શીલાદિત્ય ૧ ધમાંદિત્ય, છે. તેનાં તે જ વર્ષનાં ત્રણ દાને પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે.
આ દાન લેનાર વશકટમાં આવેલા બૌદ્ધ મઠ છે. આ મઠ, તે જ રાજાના (નં ૮ નીચેનામાં) જણાવ્યા પ્રમાણેના બીજા દાનપત્ર પરથી જણાય છે તેમ, શીલાદિત્ય ૧ એ પોતે જ બંધાવ્યું હતું.
દુર્ભાગ્યે, દાનમાં આપેલી મિલ્કતનું વર્ણન એવાઈ ગયું છે, પરંતુ તે કલાપક(?)પથકમાં આવી હશે, એવું જણાય છે.
તે જ વર્ષમાં જાહેર કરેલાં બીજાં દાનપત્ર પ્રમાણે આને દતક પણુ ભટ્ટ આદિત્યયશસ્ છે. લેખકનું નામ દેખાતું નથી, પરંતુ તે જ વર્ષમાં કાઢેલાં તે જ રાજાનાં બીજાં દાનપત્રને લેખક સંધિવિગ્રહાધિકૃત-દિવિરપતિ વત્રભક્ટિ આ દાનપત્રને પણ લેખક હે જઈએ.
૧ જર્નલ. બો. બ્રા રે. એ, સે, ન્યુ. સી. ધો. ૧ પા. ર૬ ડી. બી, દિલકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com