________________
નં. ૨૨ વલભી દાનપત્રનું ગોપનાથમાંથી મળેલું પહેલું પતરું*
પહેલું પતરું ફેસર મ્યુહરને કાઠિઆવાડના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર રાવ બહાદુર ગોપાલજી એસ. દેસાઈ તરફથી મળેલી એક કાગળની છાપેલ પ્રત, જે તેમની કૃપાદૃષ્ટિથી મને પ્રાપ્ત થઈ તેના ઉપરથી, નીચે આપેલું અધરું વલભી દાનપત્ર મેં પ્રસિદ્ધ કર્યું છે. જે પતરા ઉપરથી તે છાપ લેવાઈ હતી તે ગોપનાથમાંથી મળ્યું હતું, અને તેનું માપ ૧૪૪૧૦” છે. પ્રતિકૃતિ ઉપરથી જણાય છે કે તે પતરું સંભાળપૂર્વક રાખેલું નથી. અને પહેલી તથા છેલ્લી પંક્તિના બધા તથા બીજી લગભગ બધી પંક્તિઓના બન્ને છેડાના અક્ષરો થડેક અંશે નાશ પામ્યા છે.
કાનપત્ર ઉપર તારીખ વલભીમાંથી નાખેલી છે. વલભીનાં બીજાં બધાં દાનપત્રો માફક આ દાનપત્રનાં પણ પ્રથમ બે પતરાઓ હશે. પહેલા પતરાંને છેડે બે કાણુઓ ઉપરથી સાબિત થાય છે કે બીજું પતરું તે સાથે જોડેલું હશે તે નાશ પામ્યું છે. અને તે સાથે તેની તારીખ, દાનના પાત્રનું નામ, દાન આપનારાઓનાં નામ તથા દાનમાં આપેલી વસ્તુઓનાં નામે પણ નાશ થયો છે. સાચવી રાખેલું પહેલું પતરું, પ્રસિદ્ધ થયેલાં અન્ય વલભી દાનપત્રનાં પહેલાં પતરાં સાથે સરખાવવાથી અમુક હદમાં તેની તારીખ ચેકસ કરી શકાશે. આપણે પહેલા પતરામાં, ગુહસેન અને તે પછીના ઉત્તરકાલીન વલભી રાજાઓની વંશાવળી આપેલી છે. તેમાં ધરસેન ૩ જાનું વર્ણન અધુરું રહે છે. આ વર્ણનની એકાદ પતિ ખેવાયેલ પતરાં ઉપર હેવી જોઈએ. દેરભટના એક પુત્રનું આ દાનપત્ર હેઈ શકે નહીં, કારણ કે વલભી સંવત ૩૩૭ નાં ખરગ્રહ ૨ જાનાં દાનપત્રનાં પહેલાં પતરાંમાં ધરસેન ૪ થા સુધી વિશાળી આપી છે. તેથી આ દાનપત્ર ધરસેન ૩ જા અથવા ધ્રુવસેન ૪ થા અથવા ધરસેન ૪ થાએ જાહેર કર્યું હશે. આ અનુમાનને નીચેની બાબતથી વધારે ટેકે મળે છે. ધ્રુવસેન ૨ જાનાં વ. સં. ૩૧૦ નાં દાનપત્રનાં તથા ધરસેન ૪ થાનાં વ. સં. ૩૩૦૨ નાં દાનપત્રનાં પહેલાં પતરાંઓ પણ બરાબર આપણું પહલા પતરાની જગ્યાએથી જ ભાંગી ગયાં છે, જ્યારે ધરસેન ૪ થાનાં વ. સં. ૩૨૬૩ ના એક બીજા દાનપત્રના પહેલા પતરામાં વંશાવળીની લગભગ અઢી (૨) પંકિતઓ વધારે છે..
લિપિ ધ્રુવસેન ૨ જા અને ધરસેન ૪ થાનાં પ્રસિદ્ધ થયેલાં દાનપત્રેની લિપિને પૂરેપૂરી મળતી આવે છે.
- ઈ. એ. વ. ૧૨ પા. ૧૪૮ ઈ. હુથ. ૧ , ખુલ્હર પ્રસિદ્ધ કરેલું છે. જુએ ઈ. એ. વ. ૭ ૫. ૭૬. ૨ . બ્યુલહરે પ્રસિદ્ધ કર્યા છે. જુઓ. ઈ. એ. વો. ૬ પા--૧૨ અને વ. ૭ પા. ૭૩, ૩ છે. ભારે પ્રસિદ્ધ કરેલું છે. જુ. ઈ. એ. જે. ૧ પા. ૧૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com