________________
૮૪
गुजरातना ऐतिहासिक लेख
કરનારાં દુ:ખને હરે છે; જે શ્રી અને સરસ્વતીના એકત્ર નિવાસના પુરાવેા છે, જેનેા પ્રભાવ શત્રુગની લક્ષ્મીને સંતાપવામાં દક્ષ છે; (અને) જે પરંપરાથી પ્રાપ્ત કરેલી વિમળ રાજ્યશ્રી સંપન્ન છે, તે પરમ માહેશ્વર મહારાજ શ્રીધરસેન (૨) કુશળ હાલતમાં સર્વ આયુક્તક, વિનિયુક્ત, દ્રાદ્ધિક, મહત્તર, ચાટ, ભટ, ધ્રુવાધિકરણિક, વ્રુણ્ડપાશિક, રાજસ્થાનીય, કુમારામાય, આદ્ધિને તેમના સંબંધ અનુસાર શાસન કરે છે:--
( લી. ૨૧ ) તમને જાહેર થાએ કે મારાં માતપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે અને આ લેકમાં તેમજ પરલેાકમાં મારાં ઇચ્છિત ફળની પ્રાપ્તિ અર્થે, ઉન્નતના વાસી, વાજસનેયિ–કવ સમ્રાચારી અને વત્સ ગોત્રના બ્રાહ્મણુ રૂદ્રભૂતિને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર, અને અતિથિના પંચમહાયજ્ઞના અનુષ્ઠાન અર્થે ચંદ્ર, સૂરજ, સાગર, નદીએ, અને પૃથ્વીના અસ્તિત્વ કાળ સુધી પુત્ર અને પૌત્રાના ઉપલેાગ માટે અન્તરત્રા ગામમાં, શિવકપદ્રક કહેવાતા પાદરમાં વીરસેન દન્તિકની માલિકીની ૧૦૦ પાદાવર્ત ભૂમિ, (અને) આની પશ્ચિમે ૧૫ પાદાવર્ત; વળી પશ્ચિમ સીમામાં કમ્ભસેનની માલિકીનાં ૧૨૦ પાદાવર્ત (અને) પૂર્વ સીમામાં ૧૦ પાદાવર્ત—ઝામ્ભિગ્રામમાં પૂર્વેસીમામાં વકિની માલિકીનાં ૯૦ પાદાવđ;-વાગ્રામમાં પશ્ચિમ સીમામાં સર્વથી ઉંચા ભાગમા ૧૦૦ પાદાવર્ત અને મહત્તર વીકિક્રિશ્નની માલિકીના ૨૮ પાદાવર્ત વિસ્તારના વાપી; (અને) ભુમ્ભુસપદ્ર'નામના પાદરમાં ભેાટક ખેડૂતની માલિકીનાં ૧૦૦ પાદાવર્ત અને ચેક વાપી~~આ સર્વે ઉદ્ભંગ અને ઉપરિકર સહિત, વાત, ભૂત, અન્ન, સુવણું, આદેય સહિત, ઉર્દૂભવતી વેઠના હૅકસહિત, (અને) રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણુ મુક્ત, ભૂમિચ્છિદ્રના ન્યાયથી મારાથી, પાણીના અર્ધથી અપાયું છે.
( લી. ર૯ ) આથી આ માણુસ જ્યારે બ્રહ્મદેય અનુસાર ઉપભાગ કરતા હોય, ખેતી કરતા હાય, અથવા ખેતી કરાવે અથવા અન્યને સોંપે તેમાં કાઈ એ પ્રતિબંધ કરવા નહિ.
( લી. ૩૦ ) અને આ અમારા દાનને અમારા વંશના ભાવિ ભદ્ર નૃપાએ લક્ષ્મી અનિય છે, જીવિત અનિશ્ચિત છે, અને ભૂમિદ્યાનનું ફળ ( દાન કરનાર અને તે રક્ષનારને ) સામાન્ય છે એ મનમાં રાખી અનુમતિ આપવી અને રક્ષવું જોઇએ. અને જે આ દાન જપ્ત કરશે અથવા તેની જપ્તિમાં અનુમતિ આપશેતે પંચ મહાપાપ અને અન્ય અલ્પ પાપાના દોષી થશે.
( લી. ૩૨ ) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે—ભૂમિ દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે, ( પણું ) દાનજપ્ત કરનાર અને (જપ્તિમાં ) અનુમતિ આપનાર તેટલાજ વર્ષ નર્કમાં વસે છે! નૃપામાં ઉત્તમ હું યુધિષ્ઠિર ! દ્વિજોને આપેલી ભૂમિનું સંભાળથી રક્ષણુ કર; (ખરેખર) દાનનું રક્ષણુ દાન્ કરવા કરતાં અધિક છે! સગરથી માંડીને ઘણા તૃપાએ ભૂમિના ઉપભેગ કયા છે; જે સમયે જે ભૂપતિ હશે તે તેનું રક્ષણ કરે તે તેને તે સમયનું (આ હમણાં કરેલાં દાનનું ) મૂળ છે !
( લી. ૩૫ ) સાંધિવિગ્રહિક સ્કન્દ્રભટથી આ દાનપત્ર લખાયું છે. (આ) મારા મહારાજ શ્રી ધરસેનના સ્વહસ્ત છે. કૃતક ચાર્મર છે. સંવત્ ૨૫ર, વૈશાખ વિ. ૧પ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com