________________
i૦ ૩૮
ધરસેન ૨જાનાં ઝરનાં તામ્રપત્રા'
ગુ. સં. ૧૫૨ ( ઈ. સ. ૫૭૧-૭૨ ) ચૈત્ર વ. ૫
કાઠિયાવાડના અમરેલી પરગણામાંના ઝર ગામમાંથી મળેલાં ધરસેન ૨ જાનાં ગુ. સં. ૨૫૨ ( ઈ. સ. ૫૭૧-૭૨ )નાં તામ્રપત્રોની પ્રતિકૃતિ, અક્ષરાન્તર અને ભાષાન્તર કર્નલ. જે. ડબ્લ્યુ વેટસન પેાલીટીકલ એજન્ટ કાઠિયાવાડ મારફત ભાવનગરના મી. વજેશંકર ગૌરીશંકર એઝા તરફથી મને મળ્યાં હતાં. તે પતરાં મી. વજેશંકરને મળ્યાં હતાં અને તે તેમની પાસે છે. આખાં તામ્રપત્રો પ્રસિદ્ધ કરવા કાંઈ જરૂર નથી પણ તેનું ટુંક વર્ણન આ નીચે આપું છઉં.
આ દાનપત્રનાં એ પતરાં છે અને તેનું માપ ૧૧”×૮” છે. તેએ સુરક્ષિત છે. પહેલા પતરામાં ૧૬ પક્તિ અને મીામાં ૧૮ પંક્તિઓ છે. લીપિ તે વખતના વલભી પતરાંની જ છે અને ભાષા સંસ્કૃત છે.
આ ઇંડીયન એન્ટીકવેરીમાં પ્રસિદ્ધ થએલ આ જ રાજાનાં સં. ૨૫૨ નાં ત્રણ તામ્રપત્ર ( વા. ૭ પા. ૬૮, વેા. ૮ પા. ૩૦૧, વેા. ૧૩ પા. ૧૬૦ ની માફ્ક જ વંશાવલી વિભાગ છે, તેપણ નીચેના ઘેાડા ભાગેા સાચે પાઠ ચાક્કસ કરવાને જરૂરના હાઇ નીચે આપું છઉં. પંક્તિ ૩ સેનાપતિ ભટાર્ક
.
.
د.
..
"
૪ તેના દીકરા સેનાપતિ ધરસેન હતેા.
૯
૭. તેના નાના ભાઈ મહારાજા દ્રાસિંહ હતા. તેના નાના ભાઈ મહારાજા ધ્રુવસેન હતા. તેના નાના ભાઈ મહારાજા ધરપટ્ટ હતેા.
૧૦
૧૫ તેના દીકરા મહારાજ ગુહુસેન હતા.
૧૯ તેના દીકરા સામન્ત મહારાજા શ્રી ધરસેન હતા.
..
આ ધરસેન કુશળ હાઇને વલભીમાંથી પાવાના આયુક્તક વિગેરે અમલદારને હુકમ કરે છે કે ખલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર અને અતિથિ એમ પંચમહાયજ્ઞાના પાષણ માટે બ્રહ્મદેવ તરીકે દાન આપેલ છે. તે દાન બ્રહ્મપુરના રહેવાશી ભાર્ગવ ગોત્રના અને મૈત્રાયણુક માનવક શાખાના બ્રાહ્મણ ચહરને આપવામાં આવ્યું છે. દાનમાં નીચે મુજબ આપેલ છે.
( ૧ ) ખિત્વખાત સ્થલીમાં દ્વીપનક પેઠમાં વટગ્રામ ( પં. રર )
( ૨ ) ખિવખાતની ઉત્તર સીમમાં સેાપાદાવર્ત્ત જમીન. તે ભટાર્કભેદની ઉત્તરે, રાડાની પૂર્વે અને અગ્નિલિકવહની પશ્ચિમે હતી.
( ૩ ) તે જ વિભાગમાં આસપાસની ૨૫ પાદાવર્ત જમીનસહિત વાવ.
( ૪ ) ઝરી સ્થલીમાં વેલાપદ્રકની પૂર્વ સીમામાં રાજમાર્ગથી દક્ષિણે, ઝઝઝકના ક્ષેત્રની પૂર્વમાં, ધિકૂપકની સીમાએ ના સંગમથી પશ્ચિમે અને ભ્રામરકલ્પ ગ્રામના રહેવાસી ખણ્ડકના ક્ષેત્રથી ઉત્તરે ૧૬૦ પાદાવર્ત્ત જમીન.
( ૫ ) તે જ ગામની દક્ષિણ સીમમાં ૨૫ પાદાવર્ત્ત જમીન.
પંક્તિ ૨૮ થી ૩ર માં દાનને અવરોધ વિગેરે ન કરવા માટેની આજ્ઞામે તથા શાપસૂચક એ શ્લેાકેા છે.
પંક્તિ ૩૩—કૃતક ાિંખર હતા અને લેખક સંધિવિગ્રહાધિકૃત સ્કન્દ ભટ હતા. પછી સાલ નીચે મુજખ આપેલ છે; ૨૫૨ ચૈત્ર વ. ૫. મહારાજા ધરસેનના હસ્તાક્ષર છે.
૧ ઇ. એ. વા. ૧૫ પા. ૧૮૭ ડૉ. લીટ. ભા. પ્રા. સં. ઈ. પા. ૩૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com