________________
गुजरातना ऐतिहासिक लेख તેમ જ જેને જેને સંબંધ હોય તેઓની જાણ માટે પ્રસિદ્ધ કરે છે કે વિશાખ અને બપ્પા નામના કશ્યપગોત્રના બ્રાહ્મણ બ્રહ્યચારીઓને ચગ્ય સંકલ્પ સાથે, પિતાના માતાપિતાના પુણ્ય માટે અને પિતાના આ લેક તથા પરાકનાં ઈચ્છિત ફલોની પ્રાપ્તિ અર્થે, વહપલિકસ્થલીમાં આવેલા ડામરિપાટક ગામની પૂર્વની સરહદ પર ખેતી માટે (૬૦) સાઠ પદાવર્તિનું દાન કર્યું છે. તેઓ બન્ને સામવેદને અભ્યાસ કરી, સાથે બલિદાન, ચરૂમ, વિશ્વદેવ, અગ્નિહોત્ર, અને અતિથિ નામના પાંચ યજ્ઞ કરે એટલા માટે આ ક્ષેત્ર સાથેની તથા આસપાસની વસ્તુઓ, તેમાં કુદરતે ઉત્પન્ન કરે અથવા વાયુથી આણવામાં આવેલ એક, સોનું લેવા અધિકાર, તથા ફરજીયાત મારીનું ઉત્પન્ન વિગેરે સહિત આપવામાં આવે છે. આને ઉપભાગ તેના વંશ યાવચંદ્રદિવાકરી કરશે. આ ઉપભેગ કરવામાં અથવા દાન તરીકે આપેલ ક્ષેત્ર ખેડ.' વામાં કોઈએ પણ તેઓને હરકત કરવી નહિ. ઐશ્વર્ય અનિત્ય છે અને મનુષ્ય અસ્થિર છે. તથા આ દાનનું ફલ પણ પોતાને પણ મળવાનું છે, એવું જાણું તેના પછીના રાજાઓએ પણ આ દાનને માન આપવું તથા રક્ષણ કરવું. જે કઈ આ દાન પાછું લેશે અગર તેમ કરવામાં અમેદન આપશે તે ન્હાના અનેક પાપે સાથે હેટાં પાંચ પાપ કરવાના ગુન્હેગાર થશે. ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે –“ જમીનનું દાન કરનાર માણસ સ્વર્ગમાં સાઠ હજાર વર્ષ રહે છે, અને તે પાછું લેનાર અગર લઈ લેવા દેના૨ તેટલો જ વખત નરકમાં રહે છે. પાછું લેનારાએ કાળા સપ થઈ વિધ્યાચલના પાણી વગરના પ્રદેશની સૂકી ગુફાઓમાં રહે છે. હે યુધિઝિર ! રાજાઓમાં શ્રેષ્ઠ ! બ્રાહ્મણોને પૂર્વે આપેલાં દાનેનું ૨ક્ષણ કર. દાન આપવા કરતાં પણ આપેલાં દાનનું રક્ષણ કરવામાં રાજાઓનું વધારે શ્રેય છે. સગર આદિ ઘણા રાજાઓએ ભૂમિને ઉપભોગ કર્યો છે, પણ જે સમયે જે રાજા હોય છે તે જ તેને ઉપભેગ કરે છે. રાજાઓએ જે ધન ધર્મમાં આપેલું છે, તે નિર્માલ્ય અને વમન કરેલી વસ્તુ સમાન છે, કયે સાધુ પુરૂષ નિર્ધનાવસ્થાની બીકે તે પાછું લેશે ? » સંધિવિગ્રહાધિકારી સ્કન્ધભટ્ટે આ લખ્યું છે. ( વલભી ) સંવત ૨પર ના વિશાખ કૃષ્ણપક્ષ ૫ ની તિથિ. આ સ્વહસ્ત મહારાજ શ્રી ધરસેન પોતાના છે. દતક ચિમ્બિર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com