________________
નં. ૩૪ ગુહસેનનું વળાનું તામ્રપત્ર
વલભી સંવત ૨૪ માઘ વદ આ તામ્રપત્ર પ્રથમ પ્રોફેસર બુલહરે ઈન્ડીયન એન્ટિવેરી . ૪ (૧૮૭૫) પા૧૭૪ મે પ્રસિદ્ધ કર્યું હતું. અને પ્રેફેસર કિલહેર્નના લિસ્ટ ઓફ નેધર્ન ઇક્રિપશન્સ (ઉપરનું વે. ૫)માં નવ ૪પ તરીકે નોંધાયેલું છે. તે કાઠિઆવાડમાં વળામાં અગર તેની નજદિકમાં જડ્યું હતું અને તે શહેરના કારભારીએ બેમ્બે ઈનફટ્રીની ૨૬ મી રેજીમેન્ટના લેફટનન્ટ એફ. બી. પીલને આપ્યું હતું. તેની પાસેથી બીજાઓના હાથમાં ગયું, અને ૧૮૯૦ માં બ્રિટિશ મ્યુઝીયમના ટ્રસ્ટીઓને વેચવામાં આવ્યું હતું. હાલ ત્યાં ડીપાર્ટમેન્ટ ઓફ એ. બી. બુ અને મેન્યુ. માં રાખેલું છે, અને “ઓરિએન્ટલ ચાર્ટર્સ નં. ૪૩” તરીકે નેંધાયેલું છે. તેને બને તેટલું સાફ કરી, તથા બુહરના પાઠ સાથે સરખાવીને, હવે હું સુધારેલે પ્રતિલેખ તથા પ્રતિકૃતિ આપું છું.
લેખ ત્રાંબાના ચોખંડા પતરા ઉપર છે. આ પતરું અખંડ હતું ત્યારે ૧૨ પહેલું અને ૮૭” ઉંચું હતું. જ્યારે બુહરને મળ્યું ત્યારે તેને ખૂણુઓમાં કેટલુંક નુકસાન થયેલું હતું. આ પ્રતિકૃતિ અને બુહુરના પાઠની સરખામણી કરવાથી દેખાય છે કે ૧૮૭૫ અને ૧૮૯૦ ના સમયમાં થોડા કકડા કાંઠા ઉપરથી પણ નાશ પામ્યા હતા. પતરાને બાકીને ભાગ સુરક્ષિત સ્થિતિમાં છે. લિપિ તે સમયની શુદ્ધ ગુપ્ત લખેલી છે, અને જિહામૂલીય તથા ઉપદમાનીય બન્ને દેખાડે છે. હંમેશ મુજબના બે બેધક લેકે સિવાય લેખ સંસ્કૃત ગદ્યમાં લખેલે છે.
વલભીના ગુહસેનના લેખને ઉત્તરાર્ધ અને અંત ભાગ આ પતરામાં છે. તે જ સમયના બીજા લેખો ઉપરથી જણાય છે તેમ આ લેખમાં દુહાએ સ્થાપેલ બૈદ્ધ મઠના પિષણ માટે દાનમાં આપેલા પાસેના ગામની હકીકત છે. સંવત ૨૪૬ એટલે ગુપ્ત સંવત અથવા વલભી સંવત્ ૨૪૬૨ ના માઘ કૃષ્ણપક્ષમાં મંત્ર અંદભટે આ લેખ લખ્યો હતો.
વલભી–એટલે હાલનું વળા-સિવાય તેમાં બતાવેલાં બીજા કેઈ સ્થળે ઓળખી શકાતાં નથી.
૧ એ. ઈ. વ. ૧૩ પા. ૩૩૮. લાલ ડી. બારનેટ. ૨ બહાર આ તિથિ ૨૧ વાંચે છે, પરંતુ તે સુધારે કિનના લિસ્ટમાં કરવામાં આવ્યો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com