________________
નં૦ ૨૨
ધ્રુવસેન ૧ નાં ભાવનગરનાં પતરાં
[ વલભી ] સંવત ૨૧૦ શ્રાવણ સુદૃ ૧૩
ભાવનગર દરખારે ૧૯૧૪ માં મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝીયમને ભેટ આપેલાં મૂળ તામ્રપત્રા જે હાલ ત્યાં રાખેલાં છે, તેના ઉપરથી આ લેખ હું પ્રસિદ્ધ કરૂં છું. મ્યુઝીયમને મળ્યા પહેલાંના પતરાંના ઇતિહાસ મળી શકતા નથી.
એક જ ખાજુ પર લખેલાં અને દરેક ૧૧” પહેાળુ અને ૬′′ ઉંચું એવાં એ પતરાં છે. લખાણુના રક્ષણ માટે કાંઠાએ જરા વાળેલા છે, અને આખા લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. પતરાંએ સારી રીતે જાડાં છે તે પણ કેટલેક ઠેકાણે અક્ષરા ઊંડા"હાવાથી પૃષ્ઠ ભાગમાં દેખાય છે. દરેકના ઉપર એ કાણાંએ પાડેલાં છે. દરેક સામસામા કાણામાંથી પસાર કરેલી એક ત્રાંખાની ગાળ કડીથી પતરાંએ એક છેડે જોડેલાં છે. ખીજા છેડાના સામસામા કાણાએમાંથી એક ત્રાંબાના વાળેàા સળીએ પસાર કરેલા છે. આના છેડાએ વલભીની સંખગેાલાકૃતિની સામાન્ય મુદ્રા વડે બાંધી દીધેલા છે. આ મુદ્દા ૧⟩” લાંખી અને ૧” પાહેાળી છે. અને તેના ઉપર વંશના સ્થાપકનું નામ છે. મુદ્રાની સપાટી કટાએલ હાવાથી લેખ ચાક્કસ પણે વાંચી શકાતા નથી. લેખ ઉપર મૈત્રકેાનું ચિહ્ન નન્દી, જમણી તરફ મોંઢુ કરી ઉપડતી રીતે કેાતરેલા છે. પતરાં અને મુદ્રાનું કુલ વજન ૧૨૬ તેલા છે. પહેલા પતરા ઉપર ૧૩ અને ખીજા ઉપર ૧૫ પંકિત છે અને આમાંની છેલ્લી બે પંકિત લેખની તિથિ ટુંકામાં દર્શાવે છે. પતરાંના ઉપરના વર્ષોંનથી તેમ જ આ લેખ સાથે આપેલી પ્રતિકૃતિ ઉપરથી વાંચનાર ને જણાશે કે આજ સુધીમાં પ્રસિદ્ધ થએલ તે જ વંશનાં અસંખ્ય પતરાંએામાં અને વલભીનાં આ પતરાંઓમાં મુખ્ય ખાખતામાં ફેર નથી. આ સાથેના પ્રતિલેખ ઉપરથી પણ જણાશે કે તે આ માસિકના પહેલાના અંકમાં ડા. સ્ટેન કેનેાએ પ્રસિદ્ધ કરેલાં ધ્રુવસેનનાં પાલિતાણાનાં તે જ વર્ષનાં પતરાંઓને લગભગ મળતા જ છે અને જૂદાપણું ફ્કત દાન પૂરતું જ છે.
વલભી રાજાઓના વંશજ મહાસામન્ત મહારાજ ધ્રુવસેન( ૧ )ના આ લેખ છે. તેમાં લખેલું શાસન વલભી, એટલે સાધારણ રીતે મનાતું હાલનું કાર્ડિઆવાડના વળા શહેરમાંથી કાઢયું હતું. હસ્તવપ્ર-આહરણીમાં છેકપદ્રક નામના ગામની કેટલીક જમીન યજ્ઞાદિ કાર્ય માટે વલાપદ્રના રહીશ એક બ્રાહ્મણુને ધ્રુવસેને દાનમાં આપી હતી તેનું વર્ણન કરવાના હેતુ આ લેખના છે. હસ્તવપ્ર એટલે હાલનું હાથખ, સિવાય ગામના ખીજાં નામે માળખી શકાતાં નથી. લેખની તિથિ સંવત ૨૧૦( વલભી સંવત સાથે સરખાવતાં ઇ. સ. પર૯ )ના શ્રાવણુ શુદ ૧૩ છે. સમય આંકડાઓમાં આપ્યા છે.
૧ એઈ, વા. ૧૫ પા. ૨૫૫ ન૨ વી. એસ. સુખય કર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com