________________
ध्रुवसेन १ लाना भावनगरना पतरांओ
ભાષાન્તર
[ પં. ૧-૧૨ ચાલુ પ્રસ્તાવના સમાવે છે. તરજુમા માટે, ઉદાહરણ તરીકે ડા. સ્ટેન કેનેથી પ્રકટ થએલા પાલિતાણા તામ્રપત્ર નં. ૧ ની શરૂઆતની પંક્તિએાના, તરંજીમા સાથે સરખાવે. એ. ઈ.વેા, ૧૧ પાનું ૧૦૮ ]
२३
( પંક્તિ ૧૩–૧૮ ) તમને જાહેર થાએ કે મારાં માતાપિતાના પુણ્યની અભિવૃદ્ધિ અર્થ અને મારા આ લેક તેમ જ પરલેાકમાં ઇચ્છિત ફળની પ્રાપ્તિ અર્થે, હસ્તવપ્રાહરણીમાં છેઢકપક ગ્રામમાં પૂર્વ સીમા ૫૨ ૫૦ ( પચાસ ) પાદાવર્ત્ત જે ચવક-કુમ્ભયકની માલિકીનાં છે અને, માલાકારની ઉત્તર સીમા પર ૧૬ પાદાવર્ત્ત વિસ્તારના ઉદુમ્બર સહિત કૂપ, ભૂત, વાત, હિરણ્ય અને આદ્રેય સહિત, અલિ, ચરૂ, વૈશ્વદેવ આદિ વિધિ અનુષ્ઠાન માટે વાપરૂના નિવાસી માણવગેાત્રના, છન્દોગ-સબ્રહ્મચારી બ્રાહ્મણુ ણુને, ચન્દ્ર, સૂરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતેના અસ્તિત્વકાળસુધી, પુત્ર, પૌત્ર, પરંપરાના ઉપભેગ માટે પાણીના અર્થથી બ્રહ્મદાય તરીકે મારાથી અપાયાં છે.
( પંક્તિ ૧૯–૨૦) આથી બ્રહ્મદાયના નિયમાનુસાર, તે ખેતી કરે, ખેતી કરાવે અથવા અન્યને સોંપે ત્યારે તેને કેાઈએ લેશ પણ પ્રતિબંધ કરવા નહિ.
( પંક્તિ ૨૧–૨૫–ચાલુ ઉપદેશ અને શાપ સમાવે છે. )
१९
( પંક્તિ ૨૬ ) આ મારા મહાસામન્ત મહારાજ ધ્રુવસેનના સ્વહસ્ત છે. કૃતક પ્રતીહાર મમ્મક છે. કિથી લખાયું.
( પંક્તિ ૨૭–૨૮ ) સંવત ૨૧૦ શ્રાવણ શુદિ ૧૩ ને દિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com