________________
નં૦ ૨૭
વલભી રાજા ધ્રુવસેન ૧ લાનું એક દાનપત્ર
સંવત ૨૧૬ માઘ કૃષ્ણુપક્ષ ૩
વળામાં કાળીએને મળી આવેલું ધ્રુવસેન ૧ પડેલાનું એક દાનપત્ર ઘેાડાં અઠવાડીયાં પહેલાં મારા હાથમાં મૂકવામાં આવ્યું હતું. આની પ્રતિકૃતિ તથા ભાષાન્તર નીચે આપેલાં છે. ધ્રુવસેન રાજાએ કાઢેલુ એક ખીજું શાસન પણ આ સાથે હતું. વલભી રાજાઓના બધા લેખા મુજબ આ પણ તારની કડીએથી જોડી દીધેલાં એ પતરાંએની અંદરની બાજુએ લખેલા છે. આ પતરાંએ મને મળ્યાં ત્યારે ફકત એક જ કડી રહી હતી. બીજી કડી, જેના ઉપર મુદ્રા હશે, તે તૂટી ગઈ હતી. પતરાંઓનું માપ ૧૧”” છે. અને તે સુરક્ષિત સ્થિતિમાં છે. પણ પહેલા પતરાની ડાબી બાજુના ઉપરનેા ખૂણેા કદાચ શોધી કાઢનારની કુહાડીના અકસ્માત ઘાને લીધે ભાગી ગયેલા છે. એક ચાર ઇંચ લાંબા અને એક ઇંચ પહેાળા કકડાના ચાર ભાગ થઈ ગયા છે. પણ સુભાગ્યે આ કકડા સંભાળી રાખેલા છે. પહેલાંની જેમ ખીજા પતરાના નીચેના ભાગ પણ જરા ભાંગી ગયા છે. ખીજી ઈજાઓ કરતાં આ વધારે ગંભીર છે; કારણ કે આથી મારાથી કેટલાક અક્ષરા એળખી શકાતા નથી.
મને પતરાંએ મળ્યાં ત્યારે તેઓની ઉપર કાઈ કાઈ ઠેકાણે કાદવનાં પાડાં ખાઝી ગયાં હતાં, અને મોટા ભાગમાં તે ચળકાટ મારતા કાટના થર લાગી ગયા હતા. કાંઠાના ભાગ છૂટા પડી ગયા હતા. ચૂનાના પાણીમાં ઘણા વખત રાખવાથી કચરો અને કાટ એટલાં બંધા સાફ થઈ ગયાં કે લગભગ અંધા અક્ષરા ચાખ્ખા એળખી શકાય તેવા થઈ ગયા. વલભીનાં પ્રસિદ્ધ થયેલાં શાસના ઉપરથી કેટલાક અસ્પષ્ટ રહેલા અક્ષર પણ જાણી શકાય છે. પરંતુ તારીખના છેલ્લા આંકડા મુશ્કેલી ઉભી કરે છે. વળાનાં ખીજાં પતરાં કરતાં આ પતરાં ઉપરના અક્ષરી વધારે પ્રાચીન દેખાય છે. આખા લખમાં ‘ લ ' ગિરનારના જૂના લેખા પ્રમાણે લખાયેલા છે.
>
પ્રાચીન હૈાવાને લીધે જ આ દાનપત્રની કિમત છે. પ્રસિદ્ધ થયેલાં પતરાંઓમાંથી ભટ્ટારકના પ્રપાત્ર ધરસેન રજાની પહેલાંનું એક પણ નથી. પરંતુ અહિં તેના ત્રીજા પુત્રના લેખ છે. આ પતરાંની સાલ શક સંવતની હાવાથી વલભી સંવત( ૩૧૮–૧૯ ઇ. સ. )ની શાત ટ્રાળુસિંહના રાજ્યાભિષેક સાથે સમકાલીન છે એટલે કે ત્યારથી થાય છે ) તે માન્યતા ધારૂં છું કે આ પતરાંની સાલથી નિર્મૂલ થાય છે. કારણ કે આ લેખ ઉપરનાં પહેલાં એ ચિહ્ના ૨૧૦, ચાક્કસ છે, એટલે જે શાક સંવત( વિવાદ ખાતર છેલ્લા આંકડા ૯ છે, એવું માનીએ તે પણ )માં લખાયેલ હાય તે ઇ. સ. ૧૯૭ થી પહેલાંના હાય નહિ. વલભીનાં આથી પણ વધારે પતરાંએ થેડા સમયમાં મળી આવશે એમ હું માનું છું. તેથી આ પતરાંએ ખરેખર કયા સમયમાં લખાયાં તે ચર્ચાસ્પદ પ્રશ્ન વિષે હાલ કંઈ પણ કહીશ નહિ. પ્રાસર ભાંડારકરે એ પતરાંઓમાંથી કેટલાક ભાગેા પ્રસિદ્ધ કર્યાં છે, તે ઉપરથી જણાય છે કે વ્લભી રાજ્ન્મે બ્રાહ્મણાના દેવને માનતા હતા, છતાં ખાદ્રે તરફ સહાનુભૂતિ રાખતા હતા. એટલે ધ્રુવસેન ૧લા એ આપેલું દાન યુરોપીય દૃષ્ટિએ વિચિત્ર જણાય તાપણ આપણને આશ્ચર્યજનક નહિ લાગે કે ધ્રુવસેનની વ્હેનની પુત્રી ઐાદ્ધધર્મની અનુયાયી હતી અને તેણે બૈદ્ધ મઠ ખાંધ્યા હતા. જ્યારે તેના મામેા વૈષ્ણવ હતા. હિન્દુસ્તાનના ઇતિહાસમાં પ્રાચીન તેમ જ અર્વાચીન સમયના રાજાભેાની ઉદારવૃત્તિના ઘણા દાખલાઓ મળી આવે છે. વળી આ પતરાંઓ ઉપરથી એક ખીજી જાણવા જેવી હકીકત એ મળી આવે છે કે ધ્રુવસેનના સમય સુધી વલભી રાજાએ તદ્દન સ્વતંત્ર ન હેાતા, પશુ કેાઈ ખીજા રાજાનું સાર્વભામત્વ સ્વીકારતા હતા. કાઈ પણ સ્વતંત્ર રાજા સામત, પ્રતીહાર અને દણ્ડનાયક એવા ઇલ્કાબેા ધારણ કરે નહિં, દ્રાણસિંહના રાજ્યાભિષેકથી તેના કુટુંબ અને સાર્વભામ સત્તા સાથેના સંબંધ તૂટયા ન હાતે પણ ફક્ત તેનું નામાભિધાન ફેરવાયું હતું, એમ લાગે છે.
૧ ઇ. એ. ા, ૪ પા. ૧૦૪-૧૦૭ જે, જી. બ્યુલર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com