________________
ध्रवसेन १लानां पालिताणानां पतरांओं
‘ભાષાન્તર” [ ૧-૧૫ પંક્તિઓ સંવત્ ૨૦૬ ના દાનલેખની આરંભને લગભગ મળતી જ છે ].
( પંક્તિ ૧૬ તમને જાહેર થાઓ કે -અકોલક ગામમાં ઉત્તર સીમા પર બાર પાદાવર્તન વિસ્તારસહિત વાપી; અને ૩૦ પારાવર્તનું ખેતર ઉક્ત ગામના વતની ઔપસ્વસ્તિ ગેત્રના, વાજસનેયને શિષ્ય બ્રાહ્મણે સ્કન્દ, જે પહેલાં તે બન્નેને ઉપભેગ કરો અને હાલ પણ ઉપભોગ કરે છે તેને, મારાં માતપિતાના પુણ્યની વૃદ્ધિ માટે અને મને આ લેક તેમ જ પરલેકમાં મનવાંછિત ફલ પ્રાપ્તિ થાય તે માટે, પૂર્વેના ઉપભેગના નિયમ અનુસાર ઉપભેગ કરવા મેં અનમેદન આપ્યું છે. આથી કરીને પૂર્વના ઉપભેગના નિયમે અનુસાર તે તેને ઉપભેગ કરતા હોય, ખેતી કરતા હોય, ખેતી કરાવતા હોય અથવા બીજાને પતા હોય ત્યારે કોઈએ લેશમાત્ર પણ બધી અથવા તકરાર કરવી નહિ. આ અમારા જાના દાનના અનુમાદનને, અમારા વંશજોએ અને ભાવિ ધમી રાજાઓએ રાજસત્તા નાશવંત છે અને જીવન ચંચલ છે, અને ભૂમિદાન સામાન્ય છે તેમ ગણીને, અનુમતિ આપવી જોઈએ. - (પ. ૨૨ ) આને માટે વ્યાસના કરેલા શ્લોકો પણ છે. પૃથ્વીને ઉપભોગ કર્યો છે વિગેરે..ભૂમિદાન દેનાર વિગેરે...ભૂમિદાન હરનારા વિશ્વનાં જળવિનાનાં વનનાં વૃક્ષેનાં શુષ્ક પોલાણુમાં રહેતા કાળા સર્ષ તરીકે પુનર્જનમ લે છે.
(પંક્તિ ૨૬ ) મારા મહાસામન્ત મહારાજ ધ્રુવસેનના, હસ્તાક્ષર. દૂતક રુદ્રધર : લખનાર કિક, સંવત ૨૧૦ આશ્વ [યુજ ] કૃષ્ણ(?) પક્ષ ૫.
२२
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com