________________
નં૦૨૬
ધ્રુવસેન ૧ લાનાં પાલિતાણાનાં પતરાં
[ વલભી–] સંવત ૨૧૦ આશ્વિન વદ ૫
આ બે પતરાંઓનું વર્ણન રાય મહાદુર વિ. વચ્ચે આ પ્રમાણે આપ્યું છે—દરેકમાં કડીએ નાં બે કાણાં છે. દરેકમાં એક માજી ઉપર લખેલું છે. કેટલેક સ્થળે કાતરનારનાં એજારાની નિશાનીએ પાછળના ભાગમાં પણ દેખાય છે. પતરાંએ લગભગ ૧૦}” લાંમાં છે, અને ઉંચાઈ છુ'' અને ૐ” વચ્ચે છે.
પતરાંએ સુરક્ષિત સ્થિતિમાં છે. પહેલા ઉપર ૧૫ અને ખીજા ઉપર ૧૨ પંક્તિઓનું સારી રીતે કાતરેલું લખાણ છે. દરેક અક્ષરની સરાસરી ઉંચાઈ ?” ઈંચ છે.
ક્રેલિક નામના ગામડાની ઉત્તર તરફ્ આવેલ એકત્રીશ પાદાવર્તોનું ખેતર, તથા ખેતી માટે એક કૂવા (વાપી) ત્યાંના રહીશ, વાજીસનેય શાખાના શિષ્ય, આપવસ્તિ ગેાત્રના સ્કન્દ નામના બ્રાહ્મણને દાનમાં આપ્યાં હતાં તેને અનુમેાદન આપતું આ શાસન મહાસામૃત મહારાજા ધ્રુવસેને વલભીમાંથી કાઢયું હતું. આ ગામડું મેળવી શકાતું નથી. બીજે સ્થળે જાણુવામાં નહિ આવેલા રુદ્રધર નામના દૂતક છે. અને પ્રથમના દાનની જેમ લેખક કિક છે. ઇ. સ. પર૯ ને મળતા ( વલભી ) સંવત્ ૨૧૦ ના આયુજ વદ (?) ૫ નું આ દાન છે. પખવાડીયું ખતાવતા શબ્દ ખાટા લખાયા છે. અને ‘મ ' નહીં પણ ‘ શુ ’ તરીકે કદાચ લખવા જોઈએ. આની પહેલાંના શબ્દ ફરીથી ખેાટી રીતે આપ્યા છે, એટલે આ ભૂલ થઈ છે.
૧ એ. ઇ. વા. ૧૧ પા ૧૧૨ કે. સ્ટેન કાના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com