________________
નં૦ ૨૩ ધ્રુવસેન ૧ લાનાં પાલિતાણુના પતરાંઓ
[ વલભી ] સંવત ૨૧૦ શ્રા. સુ. ૧૫=૫૨૮ ઈ. સ. આ પતરાંઓનું વર્ણન રાય બહાદુર વિ. વૈશ્યએ આ પ્રમાણે આપ્યું છે—” “કડી અથવા મુદ્રા વગરનાં બે પતરાંઓ છે અને તે દરેકમાં કડીનાં કાણું છે. પહેલા પતરાના ડાબી બાજુના તળીઆના ખૂણાનું કડીનું કાણું સંપૂર્ણ નથી, તેની નીચેને છેડે ભાગ ભાંગી ગયો છે. દરેક પતરાની એક બાજુ ઉપર લખેલું છે. થોડી જગ્યાએ કારીગરનાં હથીયારની નિશાનીઓ બને પતરાંની પાછળના ભાગમાં પણ જણ્ય છે. પતરાંઓની લંબાઈ ૧૦” થી ૧૦”ની અને ઉંચાઈ ૬;” થી ૬" સુધીની છે. દરેક અક્ષરની ઉંચાઈ લગભગ ” છે. દરેક પતરા ઉપર સુંદર રીતે કોતરેલી ૧૪ પંક્તિઓ છે, અને તે સુરક્ષિત સ્થિતિમાં છે.
હસ્તવપ્ર-આહરણમાં આવેલી, ભલલર નામના ગામડાની અને આક્રિલિકા તળાવની નિવાય. કાણુની સરહદ્ ઉપર વિશાખ નામને બ્રાહ્મણ ખેત હતો તે કરડ ખેતરની જમીન, તથા અક્ષરસરમાંથી જઈ શકાતાં વાસુકીય ગામડાંની સરહદ પર ઉત્તર દિશામાં ૫૦ પાદાન્તનું દાન સિંહપુરના રહીશ વાજસનેય( શાખા )ના શિષ્ય, જાવાલ ગેત્રના બ્રાહ્મણ વિષ્ણુશર્મનને કરેલું તે મંજુર કરતું આ શાસન મહાસામન્ત મહારાજ ધ્રુવસેને વલભીમાંથી કાઢયું હતું. ભલ્લર અને વસુકીય નામનાં ગામડાંઓ હું ઓળખાવી શકતો નથી. વસુકીયને અક્ષરસરક-પ્રાવેશ્ય કહેલું છે. આ ગણેશગઢનાં સંવત ૨૦૭ નાં પતરાંઓમાંનાં “અક્ષરસરક-પ્રાપીય’ જેને અર્થ પ્રોફેસર હ૯શ “ અક્ષરધ્ધાપનું ” એ કરે છે, તેને મળતું આવે છે. સંવત ૨૪૮ના ગુહસેને આપેલાં તામ્રપત્ર પર નાં દાનની ૫ મી લીટીમાં લખેલ “ વટસ્થલીકા પ્રાપીય ’’ સાથે સરખાવીને આ અર્થ કર્યો છે. મહાસુદેવના ખરીઆરનાં પતરાંઓમાં આવતા પ્રવેશ્ય' શબ્દને અને પ્રાપીયને એકજ અર્થ થાય છે એમ ચોક્કસ જણાય છે. પરંતુ “ અચાત-ભટ-પ્રવેશ્ય' એ સાધારણ વાકયમાં જે અર્થ થાય છે તે સિવાય બીજો અર્થ હવા સંભવ નથી. તે પછી
' ' પ્રાપ્ય નું પ્રાકત રૂપ હોવું જોઇએ. તે પ્રમાણે “ અક્ષસર પ્રવેશ્ય ” ને અર્થે હું “અફસરકમાં થઈને જેમાં પ્રવેશ થાય છે” એટલે અક્ષરકની સરહદ ઉપર એ કરીશ.
અક્ષરસરકની સ્થળ-સીમા હું નકકી કરી શકતા નથી. આ શબ્દને છેલ્લે ભાગ કદાચ સરક એટલે સરોવર, તળાવ હાય. બાકીનાં સ્થળમાં વલભી અને હસ્તવમાહરણ વિષે ઉપર કહેલું છે. આક્રિલિકાનો અર્થ “ધણુ આંબાવાળું” એ થતો હશે. બેઓ બ્ર. જે. એ.સે. જર્નલ, વેલ્યુમ. ૧૦ પા. ૭૭ માં પ્રસિદ્ધ કરેલાં ઘરસેન ૪ થાનાં સંવત ૩૨૬ નાં પતરાંઓમાં પણ દાન લેનારના નિવાસસ્થાન સિંહપુરનું વર્ણન છે. તે હાલનું ૨૧૦૪૩ ઉત્તરે અને ૨૦ પૂર્વમાં આવેલું સિહોર છે.
પ્રથમના દાન પ્રમાણે, પ્રતીહાર મમ્મક દૂતક છે, અને લેખક કિકકક છે. ઈ. સ. પર૯ ને મળતા ( વલભી ) સંવત ૨૧૦ ના શ્રાવણ સુદ ૧૫ ને દિવસે દાન આપેલું છે.
૧ એ. ઈ. વો. ૧૧ નં. ૮ પા. ૧૦૯-૧૦ પ્રો. સ્ટેન કેન ૨ ઈ. પા. ૧૨ અક્ષરોતર ૫ - ૪, ૪ એ, ઈ, , ૧૧ ૫, ૮૧ અને નેટ
એ.
. ૫
પા. ૨૦૬
૭
એ, ઈ. જે. ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com