________________
२०
गुजरातता ऐतिहासिक लेखा
ભાષાન્તર
( પંક્તિ ૧ ) ૐ સ્વસ્તિ ! વલભીમાંથી.
( પેાતાના ) શત્રુએને ખળથી નમાવનાર મૈત્રકેાના કુળમાં, અતુલ ખળસંપન્ન મહાન શત્રુમંડળ સાથે કરેલાં અસંખ્ય યુદ્ધોમાં પ્રતાપ પ્રાપ્ત કરનાર, પેાતાના પ્રતાપથી નમન કરનારને, નિષ્પક્ષપાતથી દાન અને માનાર્પણુથી અનુરાગ મેળવનાર, અને અનુરક્ત મોલ–સૈનિકા અને મિત્રોની શ્રેણીના ખળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર, પરમ માહેશ્વર, સેનાપતિ શ્રીભટ્ટારક જન્મ્યા હતા. ( પંક્તિ ૩ ) તેના પુત્ર, જેનું નમન કરતું શિર તેના પિતાના ચરણની રજથી રક્ત ખનીને પવિત્ર થયું હતું, જેના પાદ નખનું તેજ શત્રુઓનાં નમન કરતાં શિર પરના ચૂડામણિની પ્રભા સાથે ભળતું, ( અને ) જેની લક્ષ્મીના દીન અને અનાથ જનથી ઉપભેગ થતા તે પરમ-માહેશ્વર સેનાપતિ ધરસેન હતા.
( પંક્તિ ૫ ) તેના અનુજ, જેના વમળ મુગટમણ( પેાતાના જેષ્ટબન્ધુ )ના ચરણને પ્રણામ કર્યાંથી ( અધિક ) પવિત્ર થયા હતા, જે મનુ આદિથી નિર્માણુ થએલાં વિધિવિધાનમાં પરાયણ હતા, જે સદાચારના નિયમના માર્ગ ધર્મરાજ ( યુધિષ્ઠિર ) માફ્ક બતાવતા, જેના રાજ્યાભિષેક, અખિલ ભુવનના મહાન મંડળના સ્વામિ, પરમસ્વામિથી જાતે જ થયે હતા, અને જેણે (પાતે) દાનથી રાજયશ્રી પવિત્ર કરી તે પરમ માહેશ્વર, મહારાજ દ્રોસિંહ હતા.
( પંક્તિ ૮ ) તેને અનુજ, જેણે પેાતાના ખાહુબળથી શત્રુની ગજ( સમાન )સેનાના સિંહની માફક પરાજય કર્યો હતા, જે શરણાગતના આશ્રય હતા; જે શાસ્ત્રનું તત્ત્વ જાણુતા, અને ) જે કલ્પતરૂની માફક મિત્રા અને પ્રયિજનાને અભિલાષ અનુસાર વૈભવ ફળને ઉપલેાગ આપતા, તે પરમભટ્ટારકના પાદાનુધ્યાત ભગવતના પરમભક્ત, મહાસામન્ત, અને મહારાજ ધ્રુવસેન, કુશળ હાલતમાં સર્વ આયુક્તક, નિયુક્તક, દ્રાંગિક, મહત્તર, ધ્રુવ, સ્થાનાધિકરણિક, દાડપાશિક, ચાટ, ભટ આદિને ( નીચેનું ) શાસન કરે છે —
( પંક્તિ ૧૨ ) તમને જાહેર થાએ કે મ્હારાં માતાપિતાના પુણ્ય અર્થે અને આ લેાકમાં અને પરલેાકમાં ઇચ્છિત ફળ પ્રાપ્તિ અર્થે હસ્તવપ્રાહરણીમાં અક્ષસરકપ્રાપના હરિયાનક ગામમાં વાયવ્ય સીમાપર ચાર ખંડનું ક્ષેત્ર અને ઈશાન સીમાપર, ચાર ખંડ : આ પ્રમાણે ૮ ખડ ભૂમિ જેમાં ત્રસે પાદાવર્ત્ત પા. ૩૦૦ ( સમાએલાં છે )- અને તે જ ગામની વાયુન્ય સીમા પર યમલવાપી, વિસ્તારમાં ૪૦ પાદાવર્ત્ત, અને એક ખીજી વાપી વિસ્તારમાં ૨૦ પાદાવર્ત્ત-. આમ એ જ ગામમાં એકદર ત્રણસેા સાઠ પાદાવર્ત્ત,તે ગામમાં વસતા, દર્ભગ્રેત્રના વાજસનેય સમ્રાચારી, ધમ્મિલ બ્રાહ્મણને, ચન્દ્ર, સુરજ, સાગર પૃથ્વી, નદીએ અને પર્વતાના અસ્તિત્વકાળ સુધી, પુત્ર, પૌત્ર અને વંશોના ઉપભેાગ માટે, દાનના (રૂપમાં) કર અને વેઠના (રૂપમાં) કર મુક્ત, ભૂમિશ્ચિંદ્રના ન્યાય અનુસાર, પાણીના અર્થથી બ્રહ્મદાય તરીકે મેં આપ્યું છે.
"C
( પં. ૧૯ ) “ આથી બ્રહ્મદેય નિયમ અનુસાર તે ખેતી કરે, ખેતી કરાવે અથવા અન્યને સોંપે ત્યારે કાઇએ તેને લેશ પણ પ્રતિબધ કરવા નહિ.
( પૃ. ૨૧ ) “ અને અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્રનૃપાએ ભૂમિદાનનું મૂળ સર્વ નૃપાને સામાન્ય છે એમ માની, આ અમારા દાનને અનુમતિ આપવી.
"
પં. ૨૨ ) અને જે આ દાન જપ્ત કરે અથવા તે જપ્ત કરવામાં અનુમતિ આપે તે પંચમહાપાતક અને અન્ય અલ્પ પાપાના દોષી થશે.
( પં, ૨૩ ) આને માટે વ્યાસના રચેલા ( નિચેના ) શ્લાક છે-
[ ચાલુ બ્લેકમાંના ચાર શ્લેાક, ]
( પં. ૨૭ ) આ મ્હારા મહાસામન્ત અને મહારાજ ધ્રુવસેનના સ્વહસ્ત છે. તક પ્રતી હાર મમ્મક છે. આ ( દાનપત્ર ) કક્કકથી લખાયું હતું. સંવત ૨૦૭. વૈશાખ વિદે ૧૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbhandar.com