________________
जूनागढमां खडक उपरनो रुद्रदामननो शिलालेख
११
જેણે લડાઈસિવાય પુરૂષનેા વધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને છેલા શ્વાસેાચ્છવાસ સુધી પાળી હતી. જેણે સામે આવેલા સમે વડીયા શત્રુને પ્રહાર કરવાનું ન ચૂકીતે...
કરૂણા[બતાવી].
પાતાથી આવેલ માસેાને તેમ જ પગે પડતાઓને આયુષરૂપી શરણ જેણે આપ્યું છે, જે પ્રદેશેાનાં શહેરા, બજારો અને ગામડાંઓમાં ચાર, સર્પ, પશુ ( જંગલી ) અને રાગ વિગેરેના ત્રાસ નથી, જે પ્રદેશેામાં બધી પ્રજા તેને ચાહે છે અને જેમાં ધર્મ, અર્થ અને કામ તેના પરાક્રમથી ( સાધી શકાય છે ) તેવા પેાતાના જ માહુમળથી મેળવેલા પૂર્વ અને પશ્ચિમ આકરાવન્તિ, અનૂપદેશ, આનર્ત, સુરાષ્ટ્ર, ચૈત્ર, મરૂ કચ્છ, સિન્ધુ સૌવિર, કુકુર, અપરાન્ત, નિષાદ અને ખીજા પ્રદેશના જે સ્વામી છે,
સર્વ ક્ષિત્રિયામાં વીરત્વ ખતાવવાથી ઉત્પન્ન થએલ મગરૂરીને લીધે તાબે થવા આનાકાની કરવા ચૌધેયને જેણે જબરદસ્તીથી હણ્યા,
દક્ષિણા પથના સ્વામી શાતકણિને ધર્મયુદ્ધમાં સંપૂર્ણ રીતે એ વાર હરાવ્યા છતાં નજીકના સંબંધને લઈને ન હણીને જેણે યશ મેળવ્યેા છે,
જેણે વિજય [ મેળળ્યે ]
પદ્મભ્રષ્ટ થએલા રાજાશ્મને જે ફ્રી સ્થાપે છે, યથાર્થ રીતે હાથ ઉંચા કરીને જેણે ધર્મના અનુરાગ સંપાદન કર્યાં છે; વ્યાકરણ, સંગીત, ન્યાય અને બીજાં મ્હાટાં શાસ્ત્રના અભ્યાસ કરીને યાદ રાખીને, જ્ઞાન મેળવીને અને પ્રયાગ કરીને જેણે વિપુલ પ્રીતિ મેળવી છે,
ઘેાડા, હાથી અને થચર્યાં, તરવાર અને ઢાલના ઉપયાગ, કુસ્તી અને બીજા વરાવાળાં કર્યો અને લશ્કરાની સામે થવાની ઉસ્તાદી જેને, રાજ રાજ દાન અને માન આપવાની અને અપમાનને ઢાખવાની ( હલકુ પાડવાની ) ટેવ છે,
...
જેનું લક્ષ્ય સ્થૂલ છે ( જે ઉદાર છે) ખંડણી, કર અને ભાગા ન્યાયપુરઃસર પ્રાપ્ત કરવાથી જેના ભંડાર સેાનું રૂપું, હીરા વૈર્ય, ( અને ખીજાં ) રત્નથી ઉભરાઈ જાય છે,
જે
...
સ્કુટ લઘુ, મધુર, ચિત્ર અને કાન્ત અને શબ્દસંયોગથી અલંકૃત અને ઉત્તમ એવા ગદ્ય અને પદ્ય... પ્રમાણ, માન ઉંચાઈ, સ્વર, ગતિ, વર્ણ બળ અને સત્વ વિગેરે ઉત્તમ લક્ષણ અને નિશાનીએવાળું જેનું સુંદર શરીર છે, મહાક્ષત્રપ નામ જેણે પાતે પ્રાપ્ત કર્યું છે, રાજાની કન્યાના સ્વયંવરી વખ્ત જેને અનેક માળા પહેરાવાઈ છે તે મહાક્ષત્રપ રુદ્રદામાએ હજાર વર્ષ સુધી ગાયે! અને બ્રાહ્મણા ને માટે અને ધર્મ અને કીર્તિની વૃદ્ધિની માટે, કર વેઠ અને નજરાણાં વિગેરેથી શેહેરના તેમ જ ગામડાંના લેાકેાને · પીડયા વગર પેાતાના ભંડારમાંથી મેાટી રકમથી ( ખરચીને ) અને ઝાઝા વખત લીધા વગર લંખાઈ અને પહેાળાઈમાં ત્રણગણુા મજમુત એવા બંધ બંધાવ્યા બધા તટ [ ઉપર]
... આ તળાવને વધારે સુદર્શન ( સારા દેખાવવાળુ' ) કર્યું. (૧૬) જ્યારે આ ખાખતમાં મહાક્ષત્રપના મિત્ર અને કારભારીઓ કે જે અમાત્યના ગુણુની અક્ષીસવાળાં હાવા છતાં ગામડાના મ્હાટા વિસ્તારને લઈને અનુત્સાહી મતિના દાવાથી આ કામના આરંભ સામે થયા અને જ્યારે ફરી બંધ ખાંધવાની નાસીપાસીને લીધે પ્રજામાં હાહાકાર થઈ રહ્યા હતા ત્યારે શહેર અને ગામડાંની વસ્તીના લાભ માટે આખા આનર્ત અને સુરાષ્ટ્રના ઉપર રાજ્ય ચલાવવા માટે આ રાજ્યમાં રાજાથી નિમાએલા કુલપના પુત્ર અમાત્ય પહેવ સુવિશાખ, કે જેણે અર્થ અને ધર્મસંબંધી ચેાગ્ય વ્યવહારને લીધે ( પ્રજાની ) પ્રીતિ વધારી હતી, જે શક્તિમાન, ધૈર્યવાન, દ્રઢ મનવાળા, અભિમાન વિનાને, પ્રામાણિક, લાંચ ન લે તેવા હતા અને જેણે સારા કારભારથી પોતાના સ્વામીના ધર્મ, કીતૅ અને યશ વધાયા હતાં. એવા સુવિશાળે તે પાર પાડ્યું.
...
... ...
...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
... ...
www.umaragyanbhandar.com