________________
ન. ૧૯ વલભીવંશના લેખો ભમોદરા હેટામાંથી મળેલું દ્રોણસિંહનું
તામ્રપત્ર
વ. સંવત ૧૮૩ શ્રાવણ સુદિ ૧૫ નીચેને લેખ મૂળ મી. એ. એમ. ટી. જેકસને જ. ફ. બૉ. બ્રા. . એ. સે. વૉ. ૨૦, પાને ૫૪ મે નકલ વિના પ્રકટ કર્યો હતે.
મી. જેકસન જણાવે છે કે આ લેખવાળું પતરું તેમ જ એક બીજું દાનપત્ર “૧૮૯૫ માં ભાવનગર પાસે ભદ્રા મોટા ગામના એક ખેતરમાં દટાએલાં જડ્યાં હતાં, '” અને ભાવનગર સ્ટેટના એજીનીઅર મી. એલ. પ્રેકટર સિમ્સ મેળવ્યાં હતાં. આકારમાં તે સહેજ વાકુંચૂકું છે. ની વધારેમાં વધારે ઉંચાઇ ૬૩ ઈંચ અને વધારેમાં વધારે પહોળાઈ ૧ કટ: ૨ ઇંચ છે. તે તદ્દન સારી સ્થિતિમાં છે. લિપિ તે જ સ્થાન અને સમયનાં બીજાં દાનપત્રેની લિપિને મળતી છે પણ વધારે ખુણાવાળી છે. તેની ભાષા સંસ્કૃત છે. લીટી ૯ અને ૧૦ માંના ચાલુ ૩ લેક સિવાય બાકીના ભાગ ગદ્યમાં છે. વ્યાકરણ ઘણું અશુદ્ધ છે, પણ તે દોષ મુત્સદા કરનારને હવે જોઈએ.
દાનપત્રને આશય વલભીના મહારાજ દ્રોણસિંહે હસ્તવમાહરણમાં ત્રિસંગમક નામનું ગામ પાડુરાજા (?) દેવીના પંથ અર્થ આપ્યું તે નોંધવાને છે. તે દેવીના કમાન્તિક અથવા દેવીની મિલક્તના વ્યવસ્થાપક ભિરૂવકની તેમાં સહી છે. અને ષષ્ટિદત્તના પુત્ર કુમારિલપટિકે (?) તેની સાફ નકલ કરી હતી. દ્રોણસિંહ વલભીના મૈત્રક વંશ સ્થાપનાર ભટ્ટાર્કને બીજે પુત્ર હતો. આ વિષયમાં મેસર્સ જેક્સનની તેમ જ રિમથ(અલ હિસ્ટરી ઓફ ઈન્ડીયા બીજી આવૃત્તિ પાનું ૩૧૪ )ની ચર્ચા વાંચવી બસ થશે.
તિથિ પંક્તિ ૧૧ માં સંવત ૧૮૩ શ્રાવણ શુદિ ૧૫ આપી છે જે ઈ. સ. ૫૦૨ ની ૬ ઠી જુલાઈ શનિવાર સાથે મળે છે.
વલભી, હસ્તવમાહરણી, ને ત્રિસંગમક એટલાં જ સ્થળનાં નામ આપ્યાં છે. વલભી તે કાઠિઆવાડમાં હાલનું વળા છે. હસ્તવપ્ર, ભાવનગર સ્ટેટમાં ઘોઘાની દક્ષિણે ૬ માઈલ ઉપર હાલનું હાથબ છે; આને માટે હું ડે. કેનેની ટીકાઓ એ. ઈ. વૈ. ૧૧ પાનું ૧૦૬ વાંચવાનું સૂચવું છઉં. ત્રિસંગમકને હાથબ પાસે તર્સમિઆ તરીકે મી. જેકસને ઓળખાવ્યું છે.
૧ એ. ઈ. વ. ૬૧ પા. ૧૭ એલ. ડી. બારનેટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com