________________
૦ ૧૮
ધ્રુવસેન ૧ ના દાનનું બીજું પતરૂ
૨૦૬ આશ્વિન શુદ્ર ૩
ધ્રુવસેનના સં. ૨૦૬ ના દાનના અંતના ભાગ સમાવતું એક નવું વલભી પતરૂં મ્હારી પાસે આવ્યું છે, જેના સંબંધમાં ભાવનગરનાં પતરાં વિષેની ટીકાના અનુસંધાનમાં ઘેાડા શબ્દો ઉમેરવા ઈચ્છું છઉં. આ નવું પરૂં મ્હારા હાથમાં વાદરાના મહારાજા ગાએકવાડની સરકારમાં, ધર્માધ્યક્ષ મી. જે. સી. ચેત્તરજીથી સ્પષ્ટીકરણ માટે મૂકાયું હતું. હેમના કહ્યા પ્રમાણે તે કાઠીઆવાડમાંથી અધિકારી મારકૂત સ્પષ્ટીકરણ માટે હેમને મેકલ્યું હતું. હેના પૂર્વ ઇતિહાસ માટે તેમની પાસેથી હું તેટલું જ જાણી શકયા. પત્ર ૧૧} ઈંચ લાંબું અને ૬૩ ઈંચ પહેાળું છે. ત્યેની કિનારીએ પૂર્ણ સચવાએલા લખાણના રક્ષણ માટે ઉંચી કરેલી છે. અને લિપિ પતરૂં જણાવે છે તે સમયની છે. ટૂંકામાં દાન વલભી નૃપાનાં અત્યાર સુધી જાણવામાં આવેલાં દાનપત્રાને દરેક રીતે મળતું છે. આ લેખ મહારાજ ધ્રુવસેન ૧. ના છે; અને [દાનના ખાવાઈ ગએલા ભાગમાં આવતું હાવાથી ગુમ થતા નામના ] ગામનું દાન, અસૂક યજ્ઞાના અનુછાન માટે, ગણુ ગોત્રના, છન્દોગ-સબ્રહ્મચારી, સિંહપુર નિવાસી, બ્રાહ્મણ રાદ્ધમિત્રને દેવાએલું છે. દાનની તિથિ સં. ૨૦૬ આશ્વિન શુદિ. ૩ છે. વલભી સંવત પ્રમાણે આ સંવત વર્ષ ઈ. સ. ( ૨૦૬+૩૧૯ ) પરપ આપે છે. હંમેશ પ્રમાણે દૂતક મમ્મક હતા અને લખનાર ફિક હતા.
આ દાનમાં ધ્યાન આપવા જેવું ફકત દાન દેવાએલા પુરૂષના નિવાસસ્થાન તરીકે તેમાં જણાવેલું સિંહપુર નામનું ગામ છે. હેને કાઠીઆવાડ દ્વીપકલ્પના પૂર્વમાં વલા—પ્રાચીન વલભી—ની પાસે ભાવનગર–વઢવાણુ રેલ્વેના જંકશન સીહાર સાથે મેળખાવવું તે આકર્ષક છે.
૧ એ. ઈ. વા ૧૭ પા. ૧૦૯. વી. એસ. સુખકર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com