________________
નં. ૨૦ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્ર
(ગુપ્ત) સંવત ૨૦૭ વૈ. વ. ૫ આ બે પતરાઓ છે. તે દરેક અંદાજે ૧૧” પહોળાં, અને ૧” ઉંચાં છે. દરેકની એક બાજુ એ જ લેખ છે. લખાણના રક્ષણ માટે કાંઠા સહેજ વાળેલા છે. ૧ થી ૪ લીટીના કેટલાક ભાગ શિવાય લખાણું સુરક્ષિત સ્થિતિમાં છે. પતરાંઓ ઠીક ઠીક જાડાં છે, તે પણ અક્ષરે ઊંડા કોતરેલા હોવાથી પાછળની બાજુએ જણાઈ આવે છે. કોતરકામ સારી રીતે કરવામાં આવ્યું છે. દરેક પતરા ઉપર બે કાણાં પાડેલાં છે. તેમાંથી પસાર કરેલા તાર વડે બને પતરાં એક બાજુએ ડેલાં છે. આવાં પતરાંઓ સાથે સાધારણ રીતે હોવી જોઈએ તેવી મુદ્રા આમાં નથી. બનેને કલ વજન ૧૦૨ તાલા છે. દરેક ઉ૫૨ ૧૨ લીટી લખેલી છે. બીજા પતરાની પંક્તિ ૧૧ માં તિથિ આપેલી છે. એ. ઈ. વ. ૧૧ પા. ૧૦ થે આ જ રાજાનાં બીજ દાનપત્ર ડો. સ્ટેન કેને એ પ્રસિદ્ધ કર્યો છે, તેમાં અને આમાં લિપિ, ભાષા વિગેરેને કાંઈ ખાસ તફાવત નથી.
મૈત્રક વંશના મહારાજા ધ્રુવસેન ૧ ] લેખ છે. અને તેમાં લખેલું દાન વલભી શહેરમાં કરેલું છે. હસ્તવમાહરણીમાં જ્યષાનક (અક્ષરક પ્રાશ્ય કહેવાતા) ગામડાંના રહીશ, છગ મતના શિષ્ય, શુનક ગોત્રના માધવ નામના બ્રાહ્મણને આપેલી પિતાના ગામની જમીનની દક્ષિણું ધ્રુવસેને ચાલુ રાખી તેની નોંધ કરવાને લેખને હેતુ છે. હસ્તવમ હાલનું હાથબ (ભાવનગર સ્ટેટમાં ઘઘાથી દક્ષિણે ૬ મિલ) અને હાલમાં વળા તરીકે ઓળખાતું ( ૨૧°પર ઉત્તરે તથા ૭૧૫૭' પૂર્વ તરફ આવેલું ) વલભી આ બે સિવાય બીજા સ્થળો જાણી શકાયાં નથી. લેખની તિથિ સંવત ૨૦૭ ( સાધારણ રીત મુજબ આંકડામાં આપેલ છે.)
| વદ ૫ આપેલી છે. આ સંવત ગુપ્ત–વલભી સંવત હોવાથી ઈ સ, (૨૦૩૨૦) =૫૨૭ બરાબર થાય છે,
૧ એ. ઈ. વ. ૧૭ ૫. ૧૫. ડો. વી. એસ. સુખથંકર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com