________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર ( પંક્તિ ૧) છે. સ્વતિ! વલભીમાંથી, મિત્રક વંશમાં શત્રુઓને બળથી નમાવનાર, અતુલ બળવાન શત્રના પ્રદેશમાં સંકડે યુદ્ધ કરીને વિજય મેળવનાર, પોતાના પ્રતાપથી નમાવેલાના અનરાગને દાન, માન અને સરળતાથી પ્રાપ્ત કરનાર, પિતાના વંશપરંપરાના અને ભાડતી સેવકો અને મિત્રના બળથી રાજલક્ષ્મી પ્રાપ્ત કરનાર, મહેશ્વરના મહાન ભક્ત સેનાપતિ શ્રીમાન ભટકક જપે હતે.
(પક્તિ ૪) હેને પુત્ર, જહનું શિર પ્રણામ કરવાથી તેના પદરજથી રક્ત થઈ પવિત્ર થએલું, જેની પદનખ પંક્તિ હૈને નમન કરતા શત્રુઓના મુગટનાં રત્નના તેજથી આભૂષિત થતી જેની લક્ષ્મીથી દીન અને અનાથનું પાલન થતું તે, મહેશ્વરને મહાન ભક્ત સેનાપતિ ધરસેન હતા.
(પક્તિ ૬) હેને બહાને ભાઈ જેને વિમલ મુગટમણિ હેના (ભાઈના) ચરણને નમતાં પ્રશસ્ત થએલઃ જે મનુ આદિએ કરેલા નિયમો, વિધિવિધાનેનું આચરણ કરતો, જેણે ધર્મરાજ માફક સદાચારનો માર્ગ નક્કી કરેલ; જેને રાજ્યાભિષેક અખિલ ભૂમંડળના પરમસ્વામીના હસ્તે થએલે અને જેની રાજ્ય શ્રી મહાદાનથી વિશુદ્ધ થએલી તે, મહેશ્વરનો મહાન ભકત, મહારાજ દ્રોણ સહ હતો.
(પંક્તિ ૧૦) હેને અનુજ સિંહ માફક સ્વબાહુબળથી જ શત્રની ગજસેનાના વ્યહોને પરાજય કરનારે શરણાગતને આશ્રયદાતા, શાસ્ત્રાર્થ તત્વજ્ઞાની, કલ્પતરૂ માફક મિત્ર અને પ્રણયિ જનેને વાંચ્છિત ફલને ઉપગ દેનાર, ભગવને પરમ ભકત; પરમ ભટ્ટારકને પાદાનુધ્યાત, મહાસામંત મહારાજ ધ્રુવસેન કુશળક્ષેમ હેઈ, સર્વ આયુક્તક, વિનિયુક્તક, દ્રાંગિક, મહુન્નર, સિનિક, ધ્રુવાધિકરણિક, દાડશિક આદિ સર્વેને હેમને તેમના સંબંધ અનુસાર જણાવે છે કે
(પંક્તિ ૧૫) હમને જાહેર થાઓ કે, મકણું ગામમાં હસ્તવપ્ર આહરણિમાં કુટુંબ ઈશ્વરની માલિકીનાં ૧૪૦ પાદાવત અને એક વાપી ૧૬ પાદાવત વિસ્તારવાળી સાથે; તેમ જ તાપસીય ગામમાં કિડકના કબજાવાળાં ૧૪૦ પાદાવર્ત, તે ઉપરાંત તિનિશક ગામની ઈશાન સીમા પર વાપી સહિત ૧૦૦ પાદાવત શંકર વાટકના બે નિવાસી શાડિલ્ય ગોત્રના છંદેગ બ્રહ્મચારીઓ બ્રાહ્મણ કુમારશર્મન અને જરભયિને, હારા અને મહારા માતાપિતાની પુણ્યવૃદ્ધિ માટે તથા આ લોક તેમ જ પરલોકમાં મનવાંછિત ફલપ્રાપ્તિ માટે ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીછે, અને પર્વતના અસ્તિત્વ કાળ સુધી, હેમના પુત્ર, પૈત્ર-પરંપરાના ઉપભાગ માટે, બલિ, ચરૂ, વૈશ્વદેવ વિગેરેની વિધિઓ કરવા હું પાને અર્થે કરી બ્રહ્મદાય તરીકે આપ્યાં છે. આથી કરીને આ બે જણને, બ્રહ્માય નિયમાનુસાર ઉપભોગ કરી ખેતી કરતા હોય ત્યારે અથવા તે બીજાને સોંપે ત્યારે કોઈ પણ લેશમાત્ર પ્રતિબંધ કરવું નહિ. આ અમારા દાનને, અમારા વંશને અને ભાવિ ધમીંરાજાઓએ રાજસત્તા નાશવંત છે, જીવન અનિશ્ચિત છે અને દાનનું પુણ્ય સામાન્ય છે તે મનમાં રાખી, અનુમતિ આપવી જોઈએ. અને જે તે જપ્ત કરશે અથવા સિમાં અનુમતિ આપશે તે પચમહાપાપ અને બીજું ન્હાનાં પાપને દોષી થશે,
(પંક્તિ ૨૬) આને માટે વ્યાસના રચેલા બે શ્લોક પણ છે. ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦,૦૦૦ વર્ષ વૈિભવ ભોગવે છે અને જે તેની જતિ કરે છે અને જપ્ત કરવામાં અનુમતિ આપે છે તે તેટલાં જ વર્ષે નરકમાં વાસ કરે છે.
સગરના સમયથી માંડી, આ પૃથ્વી ઘણા નૃપિએ ભેગવી છે, જે સમયે જે પૃથ્વી પતિ હશે હેને તે સમયે ફલ પ્રાપ્ત થશે.
(પંક્તિ ૨૮) મહારા, મહાસામન્ત મહારાજ ધ્રુવસેનના, સ્વહસ્ત છે. દૂતક પ્રતીહાર મમ્મક ખનાર કિકકક. સંવત ૨૦૬, ભાદ્રપદ, શદિ ૫,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com