________________
गुजरातना ऐतिहासिक लेख
નં. ૯ ક્ષત્રપ જયદામનના પૌત્રના સમયના જૂનાગઢના લેખ
*ઈ. સ. ૧૮૭૬ માં બુહરે પ્રથમ ભાષાન્તર તથા ફેટેગ્રાફ સાથે આ સ. . ઈ. . ૨ પા. ૧૪૦ અને પ્લેટ ૧૧ ઉપર આ લેખ પ્રસિદ્ધ કર્યા હતા. બ્લેક જરા ન્હાને અને અભ્યાસ સારૂ લગભગ નકામે છે.
હાલમાં બાવા પ્યારાના મઠના નામથી ઓળખાતા મઠ પાસે જાનાગઢથી પૂર્વમાં આવેલી મહાન ગુફાઓના જૂથ સામેના એકાદ ભોંયરામાંથી ખોદકામ ચાલતું હતું ત્યારે આ લેખ મળી આવ્યું છે. કેાઈ તાજા અકસ્માતને લીધે તેના બે ભાગ થઈ ગયા છે. ભાવનગરના સંરકૃત અને પ્રાકૃત લેખોના સંગ્રહમાં પ્રસિદ્ધ થયેલી પ્રતિકૃતિમાં જે સ્થાને ફાટ જણાય છે તે જ સ્થળેથી કદાચ કકડા થયા હશે, એમ લાગે છે.
કળી ચુનાના ગુણુવાળા નરમ અને ૨ ફૂટ લાંબા તથા પહોળા અને ૮ ઈંચ જાડા પત્થરની શિલાની સાક કરેલી એક બાજુ ઉપર લેખ કેતરવામાં આવે છે. તેમાં ચાર પંક્તિઓ છે. અને લગભગ ૧ ફૂટ ૯ ઇંચ પહોળી અને ૬ ઇં. ઉંચી જગ્યામાં લખાણ છે. ન, મ, ૫, તથા બૂ, જેવા અક્ષરનું સરાસરી માપ ફ છે.
લેખને ઘણે ખરો ભાગ બહુ જ ખરાબ થઈ ગયો છે. વચ્ચેની બે પંક્તિઓ સુરક્ષિત સ્થિતિમાં છે, પણ પહેલી પંક્તિને માટે ભાગ અને ચેથી પંક્તિને થોડો ભાગ વાંચી શકા
હૈંખ પણ ખંડિત છે, કારણ પત્થરના કેટલાક ભાગ ભાંગી ગયા છે. મુહુર માને છે કે બીજીથી ચેથી પંક્તિમાં ફકત છેલ્લા બેક શબ્દો સિવાય લેખ મૂળ સ્થિતિમાં જ છે. પરંતુ તે ચેકસ ન કહેવાય. રક્ષિત ભાગની બન્ને બાજુએ કેટલો ભાગ ગમે છે તે અમારા માનવા પ્રમાણે ચોકકસ રીતે કહી શકાય તેમ નથી. અમે એટલું તે કહી શકીએ કે બીજી અને ત્રીજી પંક્તિઓના ભાંગી ગયેલા ભાગમાં જયદામનના પુત્ર તથા પૌત્રનાં નામ, તથા કદાચ શબ્દ અને આંકડા વડે બતાવેલ સંવત્ હોવો જોઈએ.
રાજા ક્ષત્રપ જયદામનના પૌત્ર અને ચાષ્ટનના પ્રપૌત્ર એક ક્ષત્રપ અથવા મહાક્ષત્રપ રાજના સમયનો આ લેખ હવે જઇએ. ભાંગી ગયેલા કકડા સાથે રાજય કરતા રાજનું નામ પણ ગયેલું છે. લેખમાં બતાવેલ ક્ષત્રપ દામસદ પહેલે અથવા રુદ્રસિંહ પહેલે હવે જોઈએ.
લેખને આશય સમજી શકાતું નથી, કારણ તે આશય બતાવનાર ભાગ ખોવાઈ ગયો છે. પરંતુ લેખમાં આવતાં “ કેવલિજ્ઞાનસં(પ્રાપ્ત ) ( કેવલીનું જ્ઞાન પ્રાપ્ત કરેલ છે ? વાકય ઉપરથી જેન લેકા સાથે સંબંધ ધરાવતે આ લેખ હોય એવું અનુમાન કરી શકાય છે. કારણ જૈન સાહિત્યમાં “કેવલિન' શબ્દને બહુ ઉપયોગ કરવામાં આવે છે. - તિથિ ચૈત્ર સુદ ૫ લખેલી છે. પરંતુ સંવત તે ભાગી ગયેલ હોવાથી ચોકકસ થઈ શકે તેમ નથી.
ગિરનાર પર્વત નીચે આવેલ જૂનાગઢનું અસલ નામ ગિરિનગર હતું, અને તેનો ઉલ્લેખ લેખમાં છે.
* એ. ઇ,
૧૬ પા. ૨૩૯ બેનરજી અને સાયંકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com