________________
गुजरातना ऐतिहासिक लेख નક્કી કરવાને બીજી કઈ હકીક્ત નથી. પરંતુ ડે. કલહન જણાવે છે કે જે ચાલુ વર્ષ ગણવામાં આવે તે તે ઈ. સ. ૪૫૬ ના એપીલની ૪ થી તારીખની બરાબર થાય. અને પૂરું થયેલું વર્ષ ઈ. સ. ૪૫૭ ના એપ્રીલની ર૩ મી તારીખ ખરાબર થાય?
વૈકુટકના કુટુંબનું વણન આપતું (કલચરી ) સંવત ૨૪૫ નું કહેરીનું પતરું આ વંશના જે રાજાના સમયનું છે તેના નામની માહિતી આપી શકતું નથી. સ્વૈને રાજા દહસેન ( કલચુરી) સંવત ૨૦૭= ઈ. સ. ૪૫૬ અથવા ઈ. સ. ૪૫૭ માં રાજ્ય કરતે હતે એવું પારડીનાં પતરાંઓ ઉપરથી માલુમ પડે છે. દહસેનના પિતા ઇંદ્રદત તથા પુત્ર વ્યાવ્રસેન નામના તે જ વંશના બીજા બે માણસો વિષે પણ સિક્કાઓ ઉપરથી જાણવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ મી. જેકસન પાસે સુરતમાંથી મળેલું એક ( કલચુરીની) ૨૩૧ ની સાલનું તામ્રપત્ર હતું. તેમાં કૂટક વંશના વ્યાઘસેને આપેલા દાનનું વર્ણન હતું.
દહુસેન અને વ્યાખ્રસેન પિતાને સિકકાઓ ઉપર પરમ વૈષ્ણવ તરીકે ઓળખાવે છે, એ ધ્યાનમાં રાખવા જેવું છે. જ્યારે પારડીનાં પતરાંઓમાં દહુસેનને તેવા જ અર્થવાળું ભગવદ્પાદકર્મકર એટલે ભગવદ્ગુનાં ચરણને સેવક એવું બિરૂદ આપવામાં આવેલ છે.
આ લેખમાં બતાવેલ સ્થળે વિષે ડે. ફલીટ એમ માને છે કે “અખ્તરમન્ડલીવિષય” એ ગુજરાતમાં આવેલ ઉત્તરે મિઢળા અને દક્ષિણે પૂર્ણા નદીઓની વચ્ચે પ્રદેશ હવે જોઈએ. વડોદરા રાજયના વ્યારા પરગણાની નિરૂત્ય કેણની દક્ષિણ તરફ ત્રણ મિલ ઉપર આવેલ મિકેળા નદીના કાંઠા ઉપર જરા મોટું ગામડું આવેલું છે તેજ કાપુર તરીખે ઓળખાવે છે. આ સ્થળને ઈન્ડીયન એટલાસ કવાર્ટર શીટ નં. ૨૩ એસ. ઈ. ( ૧૮૮૮) માં અક્ષાંશ ૨૧°૪ રેખાંશ ૭૩૧૨૫ ઉપર કપુર તરીખે બતાવવામાં આવ્યું છે. “કનીયસ્તડાકા સારિકા' એટલે જાના તડાકા સારિકાને મિરળા અને પૂર્ણ વચ્ચે લગભગ અર્થે રસ્તે તથા કપુરથી પશ્ચિમે ૧૫ મિલ ઉપર નકશામાં બતાવેલ તરિ અથવા તÍરિ તરીખે ઓળખાવે છે. દહુસેને દાન આપ્યું ત્યારે
જ્યાં રહ્યા હતા તે આમ્રકા કરાય કપુરથી નૈરૂત્ય કેણુમાં બે મિલ ઉપર નકશામાં બતાવેલ અમ્બળ અથવા આમ્બા હોય એમ તે માને છે. પરંતુ લેખમાં બતાવેલાં બીજા સ્થળની નજીક આમ્રકા હેવું જોઈએ એ જરૂરનું માનતા નથી. નાશિકના શિવરાતના એક લેખમાં બતાવેલા કાપુરાહાર નામના વિભાગનું નામ કાપુર ઉપરથી પડ્યું છે. અને તે જ લેખમાં બતાવેલ ચિખલપદ્ધ પણ કપુરથી ઈશાન ખૂણે અઢી મેલ ઉપર મિઢેળાના દક્ષિણ કાંઠા ઉપર નકશામાં બતાવેલ ચિખલ્ડ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com