Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૪ ]
ધમબિન્દુ પરસ્પર અવિરૂદ્ધ વચનથી શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે મૈત્રી આદિ. ભાવન સહિત અનુષ્ઠાન કરવું, તે ધર્મ કહેવાય છે.
ભાવાથી અનેક પ્રકારના ધનને આપનારો ધર્મ કહેલે. છે તે યથાર્થ છે. કારણ કે ધર્મકાર્યથી પુણ્ય બંધાય છે અને તે પુણ્યના ફળરૂપે દરેક પ્રકારના ધનની પ્રાપ્તિ થાય છે. વળી દરેક મનુષ્યની ઈચ્છાઓ પૂરી પાડનાર પણ ધર્મ છે, સર્વ પ્રકારના પાંચ ઈન્દ્રિયોના વિષયો તથા દેવતાદિ ઋદ્ધિને આપનાર ધર્મથી મળતા આ સર્વ લાભ ક્ષણિક છે, તે તેથી મક્ષ રૂપ ઉચ્ચ વસ્તુ પ્રાપ્ત કરવાની અભિલાષાવાળો ધર્મમાર્ગ તરફ નહિ પ્રેરાય, એવી શંકાના. સમાધાન માટે શાસ્ત્રકાર જણાવે છે કે, તે જ ધર્મ પરંપરાએ મેક્ષ-- ને પણ સાધક છે. મોક્ષને પર્યાય શબ્દ અપવર્ગ મૂકર્યો છે, જે સ્થિતિમાં જાતિ, જરાં, મરણ વિગેરે નાશ પામ્યા છે તે અર્પવર્ગ એ તેને વ્યુત્પત્તિ ઉપરથી અર્થ થાય છે.
અવિરત સમ્યગ્દષ્ટિ નામનું ચોથું ગુણસ્થાન છે. તે ચેથા: ગુણસ્થાનથી ઉત્તરોત્તર ઉચ્ચ દશા પ્રાપ્ત કરી છેવટનું અગિ ગુણ.
સ્થાન પ્રાપ્ત કરી મનુષ્ય મોક્ષ દશા મેળવે છે. તે શું ગુણસ્થાના પ્રાપ્ત કરવાને માર્ગ દર્શાવનાર ધર્મ છે માટે ધર્મ તેજ મોક્ષરૂપી સાધ્ય વસ્તુને વસ્તુતઃ સાધક કહી શકાય. ૨
હવે જેના પરસ્પર અવિરૂદ્ધ વચન હેય, તેના પર વિશ્વાસ રાખી કાર્યની પ્રવૃત્તિ થાય, તે લાભદાયી નીવડે; માટે પ્રથમ અવિરૂદ્ધ વચન કેનું સંભવી શકે, તે વિચારવાની આવશ્યકતા છે. જૈન સિદ્ધાંતને ઉપર જણાવેલું વિશેષણ બંધબેસતું આવે છે. કારણ કે તે સિદ્ધાન્તના પ્રણેતા જિનશ્વર ભગવાન છે અને જિન એટલે રાગદ્વેષ, કામ, મદ, મેહ, માન આદિ દુર્જય-દુષ્ટ મનેવિકાને જીતનાર. તેવા જીતનારને કોઈપણ રીતે સ્વાર્થબુદ્ધિ હોઈ શકે નહિ? માટે તેમણે દર્શાવેલ સિદ્ધાન્ત અવિરૂદ્ધ હોઈ શકે. માટે તેવા