Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૧
[ ૩ પણ અર્થની અપેક્ષાએ તે શબ્દ મુકેલ નથી, જેવી રીતે પુરવાળા જળનું એક બિન્દુ આખા ધડાના પાણીને સુગધમય બનાવે છે, તેજ રીતે આ બિન્દુરૂપ ગ્રન્થ પણ ધર્મને પદાર્થોનું વિવરણ કરે છે.
પરમાત્માને નમસ્કાર કરવાથી સર્વ પ્રકારના વિદતેનો નાશ થાય છે, માટે તે ભાવમંગળ થયું કહી શકાય અને આ ગ્રન્થનું પ્રયજન સંસારનાં દુઃખથી પીડિત થતા અનેક પ્રાણીઓનું કલ્યાણ થાય, તે છે.
અવતરણ–જે બુદ્ધિમાનો છે તે નિરર્થક કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતા નથી, માટે ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરવાને મનુષ્યો પ્રેરાય તે હેતુથી ગ્રન્થકાર ધર્મનું ફળ દર્શાવે છે.
धनदो धनार्थिनां प्रोक्तः कामिनां सर्वकामदः । ધર્મ: gવાજવા પારાર્થે સાધક ! ૨ . . वचनाघदनुष्ठानमविरुद्धाद्यथोदितम् । मैच्यादिभावसंयुक्तं तद्धर्म इति कोयते ॥ ३॥
અર્થ ધર્મ, ધનના અર્થને ધન આપે છે, તેમજ કાનપુરૂષને “કામ' એટલે ઈચ્છિત ફળ આપે છે, અને પરંપરાએ ધર્મ, મોક્ષને પણ આપે છે.
અર્થ :- જેના નામનું અહર્નિશ સ્મરણ કરવા રૂ૫ દિવ્ય અંજન, ચિત્તરૂપ ચક્ષુમાં નાંખવાથી શુદ્ધ દૃષ્ટિને પ્રાપ્ત કરનાર આ સજજન પુષ, તરત જ શુદ્ધ મતિવાળા હૃદય રૂપી પૃથ્વીના મધ્ય ભાગમાં રહેલું ગંભીર અર્થવાળું શાસ્ત્ર જોઈ શકે છે, તે ભારતી દેવીનું હું સ્તુતિ કરૂં છું.
ભાવાર્થ : જેમ કઈ સારો મનુષ્ય આંખમાં દિવ્ય અંજન આંજવાથી શુદ્ધ દષ્ટિ મેળવીને જમીનમાં રહેલું ધન જોઈ શકે છે, તે જ પ્રમાણે તીર્થકરની વાણી રૂપ સરસ્વતી દેવીનું વારંવાર સ્મરણ કરવાથી અંતદષ્ટિ ખીલે છે. અને તેથી હૃદયમાં રહેલો સિદ્ધાંતને ખજાને તે મનુષ્ય પ્રાપ્ત કરે છે. માટે તે વાણીની સ્તુતિ કરવી અને તેનું મનન કરવુંએજ આશય છે,