Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
धर्म बिन्दु :
અધ્યાય-૧ * प्रणम्य परमात्मानं समुद्धत्य श्रुतार्णवात्
धर्मबिन्दुं प्रवक्ष्यामि तोयबिन्दुमिवोदधेः॥१॥
અથ–પરમાત્માને નમસ્કાર કરીને. સમુદ્રમાંથી બિન્દુની જેમ, સિદ્ધાન્ત રૂપ સમુદ્રમાંથી ધર્મના બિન્દુ ગ્રહણ કરીને તે ધર્મબિન્દુ કહીશ.
ભાવાર્થ શરીર વડે વંદન કરવાથી, વાણુ વડે સ્તવન કરવાથી અને મન વડે ચિંતન કરવાથી એમ ત્રણ રીતે નમસ્કાર થાય છે. ક્ષણે ક્ષણે જુદા જુદા પર્યાયને પ્રાપ્ત કરવા છતાં પણ જે નિત્ય
શ્રીમદ્ હરિભદ્રસૂરિજી મહારાજના ગ્રંથનો આં બ્લેકથી જ પ્રારંભ થાય છે. પરંતુ તે મૂળ ગ્રંથકા૨ના ગ્રંથ ૫ર ટીકા લખનાર મુનિચંદ્રસૂરિ પિતાની ટીકાના પ્રારંભમાં થોડુંક મંગલાચરણ કરે છે, કે જે નીચે મુજબ છે :
शुद्धन्यायवशायत्तीभूतसद्भूतसम्पदे ।। पदे परे स्थितायास्तु श्रीजिनप्रभवे नमः ॥ १ ॥
અથઃ-શુદ્ધ ન્યાય વડે સસ્તુરૂપી લમીને સ્વાધીન ક૨ના૨, અને પરમપદે રહેલા જિનેશ્વર પ્રભુને નમસ્કાર થાઓ.
| ભાવાર્થ –શુદ્ધનય એટલે નિશ્ચયનય વિઠે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ સદ્વસ્તુને પ્રાપ્ત કરનાર તથા ઉચ્ચમાં ઉચ્ચપદ રૂપ નિર્વાણ પ્રાપ્ત કરનાર જિનેશ્વર ભગવાનને નમસ્કાર થાઓ ! અહીં ટીકાકા૨ અનિચંદ્રસરિ “જિનપ્રભુ” એ શબ્દ વાપરી પોતાના ગુરૂને પણ નમસ્કાર કરે છે.
| ઉપજાતિવૃત્તમ जयन्तु ते पूर्वमुनीशमेघा यैर्विश्वमा वेव हतोपतापम् । बृहद्वाङ्मयसिन्धुपानप्रपन्नतुङ्गातिगभीररूपैः ॥ २ ॥