Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
ધર્મબિન્દુ છે, તે આત્મા બે પ્રકાર છે, એક પરમાત્મા અને બીજે સામાન્ય આત્મા. જેણે સર્વ કર્મને મળને નાશ કરી પોતાની શુદ્ધ કેવળદશા પ્રાપ્ત કરી છે તે પરમાત્મા, અને જે સંસારના ચક્રમાં ભમ્યા કરે છે, તે સંસારી જીવ. જે પિતાના જ્ઞાનનાં બળથી લોકા–લેક જોઈ શકે છે, જેમનું વર્તન જગતના લોકેને આનંદનું કારણ છે, જેનું દેવતાઓ તેમજ મનુષ્યો અહર્નિશ સ્તવન કરે છે, અને જે સર્વદા પિતાની વાણી વડે દરેક પ્રાણીના સંશયને ટાળી શાન્તિ ઉપજાવે છે, અને જે દેશવિદેશ વિચરી અજ્ઞાનરૂપી અંધકારના સમૂહને નાશ કરવા મથી રહેલા છે તે પરમાત્મા અહંન ભગવાન કહેવાય છે. તેવા દયાનિધિ પરમાત્માને નમસ્કાર કરી ગ્રન્થકાર મેટા મેટા શાખ્રમાંથી સમુદ્રમાંથી બિન્દુની જેમ ધર્મબિન્દુ કહેવા તત્પર થયા છે. અહીયાં બિન્દુ શબ્દ મૂકેલે છે, તે સૂત્રના સંક્ષેપની અપેક્ષાએ મુકેલ છે
અથ–મોટા શાસ્ત્રરૂ૫ સમુદ્રનું પાન કરીને મેળવેલા મોટા અને ગંભીર સ્વરૂપથી જેમણે વિશ્વને તરત જ તાપરહિત બનાવ્યું છે, એવા પૂર્વે થએલા મુનિરૂપ મે જયવંતા વર્તો ! - ભાવાર્થ –સમુદ્રનું જળ સૂર્યના તાપથી વરાળરૂપે ઉંચે ચઢે છે. અને તેના ઉચ્ચ અને ગંભીર વાદળાં બને છે અને તે વાદળાંએ વરસાદ રૂપે જળસિંચન કરીને જગતનો તાપ હરે છે; તેજ રીતે મહાન શાસ્ત્રો વાંચી ઉચ્ચ અને ગંભીર વિચારો પ્રાપ્ત કરી જે મુનિઓએ સંસારના લકાના વિવિધ તાપને જલ્દીથી ટાન્યા છે, તેવા મુનિએ આ જગતમાં વિજયવંત વર્તો.
મજાકાન્તા વૃત્તમ્ यन्नामानुस्मृतिमयमय सज्जनश्चित्तचक्षुः । क्षेपादिव्याञ्जनमनुसरलंब्धशुद्धावलोकः ॥ सद्यः पश्यत्यमलमतिहन्मेदिनीमध्यमग्नम् । गम्भीरार्थ प्रवचनविधि भारती तां स्तवीमि ।।