________________
( ૯ )
છે. જ્ઞાનમાં અનંતકાળથી મિથ્યાપણુ' વર્તતું હતું તે અનાદિ એવા ઉપરાકત પચ્ચીશ ઢોષ જવાથી નિર્મૂળ શ્રદ્ધાન થઈ સમ્યક્પણું (યથા પણુ) પ્રાપ્ત કરાવે છે.
જીવ, અજીવ, આસવ, મધ, સવર. નિર્જરા, અને મેક્ષ એ સાત તત્ત્વાના યથાવત્ નિશ્ચય, આત્મામાં તેને વાસ્તવિક પ્રતિભાસ, તે જ સમ્યક્દર્શન છે. પાંડિત અને બુદ્ધિમાન મુમુક્ષુને મેાક્ષસ્વરૂપ પરમ સુખસ્થાને નિર્વિઘ્ર પહેાંચાડવામાં એ પ્રથમ પગથીયારૂપ છે. અર્થાત્ માક્ષમહાલયની નીસરણીનું ખાસ પગથીયું સમ્યગ્દર્શન છે. જ્ઞાન, ચારિત્ર, અને તપ એ ત્રણે સમ્યક્ત્વ સહિત હાય તા જ મેાક્ષાર્થે સફળ છે, વંદનીય છે, કાર્યગત છે. અન્યથા તે જ (જ્ઞાન, ચારિત્ર, અને તપ) સંસારના કારણરૂપપણે જ પરિણમે જાય છે. ટુકામાં સમ્યક્ત્વ રહિત જ્ઞાન તેજ અજ્ઞાન, સમ્યક્ત્વ રહિત ચારિત્ર તે જ કષાય અને સમ્યકત્વ વિનાનું તપ તે જ કાયકલેષ છે. જ્ઞાન, ચારિત્ર અને તપ એ ત્રણે ગુણ્ણાને ઉજ્જવળ કરનાર એવી એ સભ્યશ્રદ્ધા પ્રધાન આરાધના છે. બાકીની ત્રણ આરાધના એક સમ્યક્ત્વના વિદ્યમાનપણામાં જ આરાધકભાવે પ્રવર્તે છે એ પ્રકારે સમ્યકૃત્વના કઈ અકથ્ય અને અપૂર્વ મહિમા જાણી તે પવિત્ર કલ્યાણમૂર્તિરૂપ સમ્યક્દર્શનને આ અનંત અનંત દુઃખરૂપ એવા અનાદિ સંસારની આત્યંતિક નિવૃત્તિ અર્થે હું ભળ્યે ! તમે ભક્તિપૂર્વક અંગીકાર કરો. સમયે સમયે આરાધે,
ઉપશમ સમ્યક્ત્વ—જેના તળીયે કીચડ જામ્યા છે અને ઉપર નિર્મળ જળ છે, તેવું છે. ક્ષાયીક-સમ્યક્ત્વ શુદ્ધ સ્ફટીક મણી સમાન કેવળ નિર્મળરૂપ છે. અને ક્ષાયેાપશમીક સમ્યક્ત્વ ઉગતા સુર્યની માફક કંઈક રાગાદિ મલ સહિત વર્તે છે. અથવાઃ—
आज्ञामार्गसमुद्भवमुपदेशात् सूत्रबीजसंक्षेपात् । विस्तारार्थाभ्यां भवमवगाढपरमावगाढे च ॥ ११ ॥
આજ્ઞા, મા, ઉપદેશ, સૂત્ર, ખીજ, સંક્ષેપ, વિસ્તાર, અ, અવગાઢ અને પરમાવગાઢ એમ સમ્યક્ત્વના દશ ભેદ પણ છે.
હેય, ઉપાદેય તત્ત્વાના વિવેક કરતાં-વિપરીત અભિપ્રાય રહિત એવું પવિત્ર સમ્યક્દર્શન વાસ્તવિક તે એક જ પ્રકારે છે. પરંતુ આજ્ઞા માહિ સમ્યક્ત્વની ઉત્પત્તિના કારણેાની અપેક્ષાથી વિચાર કરતાં તે દશ પ્રકારે પણ છે, હવે તેનું વિશેષ વર્ણન શ્રી આચાર્ય મહારાજ નીચેના સુત્રથી કરે છેઃ—