________________
( ૭ )
સસુખની ઈચ્છા જગતમાં સર્વ પ્રાણીને હાય છે; અને સ જીવાની વર્તના જોતાં તેમની એ અભિલાષા પ્રત્યક્ષ દેખાઇ આવે છે. પરંતુ વાસ્તવિક તે એમ છે કે-સત્સુખની પ્રાપ્તિ સ કમ ક્ષયથી જ છે. વળી વિચાર કરતાં એમ લાગે છે કે-આત્મા સ્વય' સુખરૂપ જ છે. પણ તે સુખને રોકવાવાળુ અવશ્ય કોઈ કારણ છે; અને તે ક` છે. સુખને આવરણ કરવાવાળા કર્મોને નાશ થયા વિના યથા નિરાળાધ સુખ કયાંથી પ્રાપ્ત થાય ? સુખને આવરણ કરવાવાળા કર્મોને સર્વથા નાશ માત્ર તે એક સચ્ચારિત્રથી જ થાય છે. વળી જ્ઞાન વિના હિત અહિત કે હેય ઉપાદેયના નિશ્ચય જીવને કયાંથી થાય ? અને તે વિના સચારિત્ર પણ કેમ સંભવે ? અર્થાત્ સચારિત્રનું મૂળ એક સમ્યકજ્ઞાન છે અને તે સમ્યજ્ઞાન નિર્દોષ સનપ્રણિત આગમ અને તથારૂપ દશાસંપન્ન શ્રી સદ્ગુરુભગવાનથી થાય છે. આગમના અભ્યાસ વિના કે તેવા તથારૂપ દશાપ્રાપ્ત પરમપુરુષના પ્રત્યક્ષોગ વિના જીવને સ્વહિતનું ભાન થતું નથી. આગમ પણ સમ્યક્ અર્થ પ્રકાશક મૂળ ઉપદેશક વિના હાય નહિ. અને સમ્યક્ અર્થ પ્રકાશક મૂળ ઉપદેશક ભગવાન આસ છે. જેએ સર્વ દોષથી રહિત કેવળ નિર્દોષ છે. કારણુ દોષ સહિત આસપણું હાય નહિ. તે દોષો મુખ્ય તે રાગ દ્વેષ અને અજ્ઞાનાદિ છે. એ જેનામાં છે તે પુરુષથી યથાર્થ સત્ય ધર્મોપદેશ સંભવે નહિ. રાગ દ્વેષ અને અજ્ઞાનાદિ દોષ આપ્તપણાના પ્રગટ ઘાતક છે. સવિચારવાન મુમુક્ષ્ાને સમ્યવિચારે કરી સર્વ સુખના અનન્ય હેતુભૂત એવા શ્રી આસપુરુષના અવિચ્છિન્ન આશ્રય સદૈવ કબ્ધ છે. અવિનાશી સુખરૂપ ઉત્કૃષ્ટલક્ષ્મીનું નિધાન માત્ર એક ભગવાન આમ જ છે. તેને હું સુખાર્થી લભ્યે ! તમે સદૈવ આશ્રય કરો !
તે પરમ પુરુષ આસભગવાને સુખાભિલાષી સત્પુરુષાના હિતાર્થે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યક્ચારિત્ર અને સતપ એ ચાર ઉત્તમ આરાધનારૂપ ધર્મ સુખપ્રાપ્તિના સર્વોત્કૃષ્ટ ઉપાય તરીકે વર્ણવ્યા– ઉપદેશ્યા છે તેમાં પ્રથમ સમ્યગ્દર્શન આરાધનાનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં શ્રી આચાર્ય મહારાજ નીચેનું કાવ્ય કહે છે.
श्रद्धानं द्विविधं त्रिधा दशविधं मौढयायपोढं सदा संवेगादिविवर्द्धितं भवहरं त्र्यज्ञानशुद्धिप्रदम्
१ मूढत्रयं मदाश्चाष्टौ तथानायतनानि षट्
अष्टौ शंकादयश्चेति द्वग्दोषाः पन्चविंशतिः