________________
निश्चिन्वन् नव सप्त तस्वमचलपासादमारोहतां
सोपानं प्रथमं विनेयविदुषामाद्येयमाराधना १० વિપરીત અભિપ્રાય રહિત આત્માનું સ્વરૂપ સદ્ધહવું તે સમ્યક્દર્શન છે. એ સમ્યકુદર્શન બે પ્રકારે ભગવાનજિને ઉપદેશ્ય છે. એક ઉપદેશાદિ બાહ્ય નિમિત્ત વિના પ્રગટ થાય તે નિસર્ગજ અર્થાત્ સ્વાભાવિક સમ્યક્દર્શન, અને બીજું ઉપદેશાદિ બાહ્ય નિમિત્તપૂર્વક પ્રગટ થાય તે અધિગમજ અર્થાત્ નમેત્તિક સમ્યફદર્શન કહ્યું છે. અથવા તે સભ્યશ્રદ્ધાન ત્રણ પ્રકારે પણ કહ્યું છે. દર્શન મેહપ્રકૃતિના ઉપશમથી થાય તે પથમિક, ક્ષયથી થાય તે ક્ષાયિક, અને ક્ષાપશમથી થાય તે ક્ષાપશમિક સભ્યદર્શન છે; અથવા તે સભ્યશ્રદ્ધાન દશ પ્રકારે પણ કહ્યું છે. તે દશ પ્રકાર આગળ કહીશું. દેવમૂઢતા, શાસ્ત્રમૂઢતા અને લેકમૂઢતા એ ત્રણ મૂઢતા-જાતિ, કુલ, રૂપ, બલ, જ્ઞાન, પૂજા, તપ અને ઐશ્વર્ય એ આઠ મદ-શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મૂઢદષ્ટિ, અનુપગુહન, અસ્થિતિકરણ, અવાત્સલ્ય, અને અપ્રભાવના એ આઠ દેષ અને મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, અને મિથ્યાચારિત્ર એ ત્રણ તથા એ ત્રણને ધારણ કરવાવાળા મળી છ અનાયતન (બીજી રીતે છ અનાયતન આ પ્રમાણે પણુ ગણાય ૧ અસર્વજ્ઞ, ૨ અસર્વજ્ઞનું જ્ઞાન, ૩ અસર્વજ્ઞનું સ્થાન, ૪ અસર્વજ્ઞાના જ્ઞાનસહિત પુરુષ, ૫ અસવજ્ઞનું આચરણ, ૬ અસર્વ જ્ઞના આચરણસહિત પુરુષ એ પણ છે અનાયતન છે.) એ રીતે ત્રણ મૂઢતા, આઠ મદ, આઠ દેષ, અને છ અનાયતન એ પચ્ચીસ દેષ આત્માની સભ્યશ્રદ્ધામાં વિન્ન કરનાર દે છે. એ પચ્ચીશ દેષથી રહિત યથાતથ્ય નિર્મળશ્રદ્ધાન જે આત્માને છે તે જ સમ્યક્દષ્ટિ છે. એ દેશે સમ્યકત્વને કાંતે નાશ કરે છે, અથવા મલીન કરે છે. ઉપર સમ્યકત્વના બે ત્રણ અને દશ આદિ ભેદ વર્ણવ્યા છે પણ તે કારણેના ભેદને લઈને છે. વાસ્તવ્ય તો સમ્યકત્વ એક જ પ્રકારે છે. (યથાઃતસ્વાર્થછા સ નમ) શમ, સંવેગાદિ ગુણોના નિર્મળપણથી તે સભ્યશ્રદ્ધાન વર્ધમાન થાય છે અથવા તે સમ્યકુશ્રદ્ધાનથી શમ, સંવેગાદિ નિર્મળતાયુક્ત વધે છે, કુમતિ, કુશ્રુતિ, અને વિમંગાવધિ એ ત્રણું જીવન અનાદિઅજ્ઞાનને નાશ કરી જ્ઞાનમાં શુદ્ધતા પ્રગટાવનાર એ સમ્યકદર્શન છે. અર્થાત્ સમ્યકત્વ પ્રગટ થતાં વેંત જ પ્રથમનું સંસારના કારણરૂપ અને ભવના બીજરૂપ એવું જે કુરાન તે જ પલટાઈને આત્માને પરમ દુઃખના કારણરૂપ એવા સર્વપ્રતિબંધથી રહિત (મુક્ત) થવામાં હેતુરૂપ થાય છે. અર્થાત્ સમ્યકપણે પરિણામે