Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
•[૬૨]... નારકાદિ પર્યાયો ધારણ કરવા છતાં તે અચેતન બની જતું નથી. આ છવદ્રવ્યને સામાન્યઊર્ધ્વતાસામાન્ય-કહ્યું છે, અને તે એક છે. અને તે સામાન્યના નાના પર્યાયો–પરિણામ–વિશેષોભેદો છે. પ્રસ્તુતમાં નૈયિકાદિના જે પર્યાયોની ચર્ચા છે (૪૪૦, ૫૦૪), તે આ ઊર્ધ્વતા સામાન્યની અપેક્ષાએ કરવામાં આવી છે. તેથી તે તેના પર્યાયો–પરિણામો છે, એમ સમજવું.
આમ પ્રસ્તુતમાં પર્યાય શબ્દ પ્રકાર-ભેદ અર્થમાં અને અવસ્થા કે પરિણામ એમ બે અર્થમાં પ્રયુક્ત છે. અને તે બન્નેનું સામાન્ય જુદું જુદું છે, એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. ભેદોનું તિર્યક્ષામાન્ય વાસ્તવિક છતાં એક નથી, જ્યારે પર્યાયોનું ઊર્ધ્વતા સામાન્ય એક છે અને વાસ્તવિક છે.
જીવસામાન્યના નારકાદિ અનેક ભેદો-વિશેષો છે, તેથી તેને જીવના પર્યાયો કહ્યા છે. અને જીવસામાન્યના અનેક પરિણામો-પર્યાયો પણ છે, તેથી તેને જીવના પર્યાયો કહ્યા છે. આ જ પ્રકારે અછવ વિષે પણ સમજી લેવાનું છે. આમ ગ્રંથકારે પર્યાય શબ્દને બે અર્થમાં વાપર્યો છે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. અને પર્યાય અને વિશેષ એ બન્ને શબ્દોને એકાWક જ સ્વીકાર્યા છે. જૈનોમાં અંગગ્રંથમાં પર્યાય શબ્દ જ પ્રચલિત હતો તેથી તે શબ્દ વિવરણમાં રાખ્યો છે. પરંતુ વૈશેષિક દર્શનમાં વિશેષ શબ્દનો પ્રયોગ થવા લાગ્યો હતો તેથી તે શબ્દનો પણ પ્રયોગ પર્યાય અર્થમાં
અને વસ્તુના ભેદ અર્થમાં પણ થઈ શકે છે તે સૂચવવા આચાર્યું પ્રકરણનું નામ “વિસેસ” એમ રાખ્યું હોય તેમ જણાય છે.
વળી, એક બીજી વાતનું ધ્યાન રાખવાનું છે તે એ કે સંસારી અવસ્થાના જીવોમાં કર્મકૃત જે અવસ્થાઓ છે, એટલે કે જેને આધારે જીવ સાથે પુગલો સંબદ્ધ થાય છે અને તે સંબંધને લઈને જીવની નાની અવસ્થાઓ-પર્યાયો બને છે, તે પદ્ગલિક પર્યાયો પણ જીવના પર્યાયો ગણવામાં આવ્યા છે. આમ સંસારી અવસ્થામાં જીવ અને પુદ્ગલનો જાણે કે અભેદ હોય તેમ માનીને જીવના પર્યાયોનું વર્ણન છે. જેમાં સ્વતંત્ર રીતે વર્ણ, રસ, ગંધ અને સ્પર્શની વિવિધતાને કારણે પુગલના અનંત પર્યાયો થાય છે (૫૧૯-), તેમ જ્યારે તે પુદ્ગલ જીવસંબદ્ધ હોય ત્યારે તે બધા જ જીવના પર્યાયો (૪૪૦–) પણ ગણવામાં આવ્યા છે. આનું કારણ એ છે કે જ્યારે જીવ સાથે તે સંબદ્ધ હોય છે ત્યારે પુદ્ગલમાં થતા પરિણમનમાં જીવ પણ કારણ છે, તેથી તે પર્યાયો પુદ્ગલના છતાં જીવના છે એમ માનવામાં આવ્યું છે. અને આથી જ એ સ્પષ્ટ થાય છે કે સંસારી અવસ્થામાં જીવ અને પુગલનો કથંચિત્ અભેદ પણ છે. અનાદિ કાળથી આ અભેદ ચાલ્યો આવે છે અને તેને જ કારણે જીવોમાં આકાર, રૂપ આદિનું વૈવિધ્ય છે; અન્યથા સિદ્ધજીવોની જેમ સૌ જીવો એકસરખા જ રહે, માત્ર વ્યક્તિભેદ રહે, પરંતુ જે વિવિધ પ્રકારે સંસારી જીવોમાં નારકાદિ રૂપે ભેદ પડે છે તે પડે નહિ. આથી તે ભેદના નિયામક તરીકે જીવ અને પુદ્ગલનો કથંચિત્ અભેદ સ્વીકારવામાં આવ્યો છે. જ્યારે કર્મના આવરણથી છવ મુક્ત થાય છે, ત્યારે જીવમાં કોઈ પણ પ્રકારનું પુદ્ગલનું બંધન રહેતું નથી તેથી તેમાં કોઈ પણ બાહ્યાકારનો ભેદ પણ–રૂપ આદિનો પણ– રહેતો નથી. જેમ કર્મના ઉદયને કારણે જીવમાં બાહ્ય આકાર-પ્રકારમાં ભેદ પડે છે અને નાના પર્યાયોનું સર્જન થાય છે, તેમ છવમાં જે તેનું સ્વરૂપ જ્ઞાનાદિ છે, તેને કારણે પણ નાના પર્યાયોનું સર્જન થાય છે. આમ જીવના અનંત પર્યાયોની સંગતિ ગ્રંથકારે જણાવી છે.
આ રીતે પ્રસ્તુત પદમાં જીવ અને અજીવ દ્રવ્યોના ભેદો અને પર્યાયોનું નિરૂપણ છે. ભેદો વિષે તો પ્રથમ પદમાં નિરૂપણ હતું જ, પણ તે પ્રત્યેક ભેદોમાં અનંત પાયો છે, તેનું સૂચન કરવું એ પ્રસ્તુત પાંચમા પદની વિશેષતા છે. પ્રથમ પદમાં ભેદો બતાવ્યા હતા અને ત્રીજા પદમાં તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org