________________
...[૧૩૮]... ભગવતીસૂત્રમાં જવાનું લક્ષણ બતાવ્યું છે –
"अवण्णे अगंधे अरसे अफासे अरूवी जीवे सासए अवहिए लोगदव्वे । से समासओ पंचविहे पण्णत्ते । तं जहा-दवओ जाव गुणओ। दव्वओ णं जीवत्थिकाए अणंताई जीवदव्वाई,
खेत्तओ लोगप्पमाणखेत्ते, कालओ न कयाइ न आसि, न कयावि नत्थि, जाव निच्चे, भावओ पुण અવળો મળે તરસે મwોસે, સુણો વગોવાળે ૨. ૨૦. ૨૨૮.
આનો સાર પણ એ જ છે કે આત્મા અરૂપી છે, લોકપ્રમાણ છે, નિત્ય છે અને તેને ગુણ ઉપયોગ છે. તેની સંખ્યા અનંત છે. આત્માનો ગુણ ઉપયોગ કહ્યો તે સર્વપ્રથમ અહીં મળે છે.
પ્રસ્તુતમાં યદ્યપિ ઉપયોગમાં અવધિનો સમાવેશ થઈ જાય છે, તે છતાં તેનું જુદું પ્રકરણ રાખવાનું તાત્પર્ય એ જણાય છે કે તે કાળ સુધીમાં અવધિ વિષે વિશેષ વિચાર થઈ ગયો હતો તેથી તેને જુદા પદમાં સ્થાન મળ્યું છે.
પ્રથમ આપણે ઉપયોગ અને પશ્યત્તા વચ્ચે શો ભેદ છે તે સમજવા માટે તેના જે ભેદો છે તેની તુલના કરીએ. કારણ કે મૂળમાં તે બન્નેની કોઈ વ્યાખ્યા છે નહિ. પ્રાચીન પદ્ધતિ પ્રમાણે ભેદો એ જ વ્યાખ્યા બની રહે છે. ૨ઉપયોગ (૧૯૦૮–૧૦)
૧પશ્યત્તા (૧૯૩૬-૩૮) ૧. સાકારોપયોગ
૧. સાકાર૫ર્થના ૧. અભિનિબોધિકજ્ઞાનસાકારોપયોગ
..........X.. ...x...... ૨. શ્રુતજ્ઞાનસાકારોપયોગ
૧. શ્રુતજ્ઞાનસાકારપશ્યત્તા ૩. અવધિજ્ઞાનસાકારોપયોગ
૨. અવધિજ્ઞાસાકારપશ્યત્તા ૪. મન:પર્યયજ્ઞાનસાકારોપયોગ
૩. મન:પર્યયજ્ઞાનસાકાર૫શ્યતા ૫. કેવલજ્ઞાન સાકારોપયોગ
૪. કેવલજ્ઞાનસાકારપશ્યત્તા ૬. મતિઅજ્ઞાનસાકારોપયોગ ૭. શ્રુતઅજ્ઞાનસાકારોપયોગ
૬. શ્રુતઅજ્ઞાનસાકારપશ્યત્તા ૮. વિભેગજ્ઞાન સાકારોપયોગ
. વિર્ભાગજ્ઞાનસાકાર૫ત્તા અનાકારોપયોગ
૨. અનાકારપશ્યત્તા ૧. ચક્ષુદર્શનઅનાકારોપયોગ
૧. ચક્ષુદર્શનઅનાકારપસ્યત્તા ૨. અચક્ષુદર્શનઅનાકારોપયોગ ૩. અવધિદર્શનઅનાકારોપયોગ
૨. અવધિદર્શનઅનાકારપશ્યતા ૪. કેવલદર્શનઅનાકારોપયોગ
. કેવલદર્શનઅનાકારપશ્યત્તા આચાર્ય અભયદેવસૂરિએ પશ્યત્તાને ઉપયોગવિશેષ જ કહી છે; વળી સ્પષ્ટીકરણ કર્યું છે કે જે બોધમાં કેવલ સૈકાલિક અવબોધ હોય તે પશ્યત્તા, પરંતુ જે બોધમાં વર્તમાનકાલિક જ બોધ હોય તે ઉપયોગ છે. આ જ કારણે મતિજ્ઞાન અને મત્યજ્ઞાન સાકારપશ્યત્તાના ભેદોમાં લીધાં નથી. કારણ કે મતિજ્ઞાન અને મત્યજ્ઞાનનો વિષય વર્તમાનકાલિક અવિનષ્ટ પદાર્થ જ બને છે. અનાકારપશ્યત્તામાં અચક્ષુદર્શનનો સમાવેશ કેમ નથી—એનો ઉત્તર આચાર્યો આપ્યો છે કે પશ્યત્તા એ પ્રકૃષ્ટ ઈક્ષણ છે
૧. ભગવતીમાં આ બન્ને વિષે પ્રજ્ઞાપનાની ભલામણ છે. ૧૬, ૭, ૫૮૨. ૨. મલાચાર પંચાચારાધિકાર ગાથા ૩૧ માં પણ સાકાર-અનાકાર ઉપયોગને જીવનું લક્ષણ બતાવ્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org