________________
..[૧૭૧].. (૬) ૩૪, ૪૪, ૫૩ અને ૫૭ મી કંડિકામાં જણાવેલા વધારાના સૂત્રપાઠ પ્રસ્તૃતાર્થને વિશેષ સ્પષ્ટ કરે છે, પણ તે સ્પષ્ટીકરણ માટે પાછળથી ઉમેરાયા હોવાથી તેને પ્રમાણભૂત ન કહેવાય. આમાંની ૫૩ મી અને ૫૭ મી કંડિકામાં જણાવેલો વધારાનો સૂત્રપાઠ અદ્યાવધિ પ્રકાશિત થયેલી સમગ્ર આવૃત્તિઓમાં છે, જયારે ૩૪મી અને ૪૪મી કંડિકામાં જણાવેલો વધારાનો સૂત્રપાઠ આગમોદય સમિતિની, પં. શ્રી ભગવાનદાસજીની, શિલાગમની અને મુત્તા ની આવૃત્તિમાં છે. અહીં માત્ર ૫૭ મી કંડિકામાં જણાવેલો વધારાનો સૂત્રપાઠ જ અમને એક પ્રત્યંતરમાં મળ્યો છે.
(૪) ૭, ૧૪, ૧૫, ૧૯, ૨૮, ૩૦, ૩૩, ૩૫, ૩૭, ૪૦ અને ૪૧–આ અગિયાર કંડિકાઓમાં જણાવેલા મહત્ત્વના સૂત્રપાઠો આગમોદય સમિતિની, ૫૦ શ્રી ભગવાનદાસજીની, શિલાગમની અને સુરા ની આવૃત્તિમાં નથી, જે અમને સમગ્ર સૂત્રપ્રતિઓએ આપ્યા છે. અહીં ફરક એટલો જ કે ૭, ૩૦ અને ૩૭ મી કંડિકામાં જણાવેલો સૂત્રપાઠ તથા ૧૯મી કંડિકામાં જણાવેલા સૂત્રપાવાળું સમગ્ર વાક્ય રાય શ્રી ધનપતિસિંહજીની આવૃત્તિમાં પણ નથી, જ્યારે ૩૩મી કંડિકામાં જણાવેલા પાંચ વિભાગ પૈકીના ચોથા વિભાગમાં જણાવેલો તથા ૪૦ મી કંડિકામાં જણાવેલો સૂત્રપાઠ શિલાગમની આવૃત્તિમાં છે.
(૪) ૬૪ થી ૬૯ સુધીની કંડિકાઓમાં–સુત્તા ની આવૃત્તિમાંથી એના સંપાદકશ્રીએ સ્વેચ્છાએ જે પાઠો કાઢી નાંખ્યા છે તે (કંડિકા ૬૪ ૬૫-૬૬), સૂત્રાર્થને ન સમજવાથી સ્વેચ્છાએ સૂત્રપદોની વિભક્તિ બદલીને ખોટી પાઠ બનાવ્યો છે તે (કંડિકા ૬૭), સૂત્રપદોનું અમૌલિક પરિવર્તન સ્વેચ્છાએ કર્યું છે તે (કંડિકા ૬૮) અને મુદ્રણમાં થયેલ અનવધાનનું એક ઉદાહરણ (કંડિકા ૬૯) –આ હકીકતો જણાવી છે.
() ૪૨ મી, ૪૯ મી અને ૭૦ થી ૭૭ સુધીની કંડિકાઓ પૈકીની ૭૧ મી કંડિકા સિવાયની કંડિકાઓમાં જણાવેલા સમગ્ર સૂત્રપ્રતિઓના અને પૂર્વની આગમોદય સમિતિ આદિની આવૃત્તિઓના મૌલિક અને પ્રામાણિક પાઠના બદલે પં. શ્રી. ભગવાનદાસજીની આવૃત્તિમાં જ્યાં જ્યાં ખોટા પાઠ (કંડિકા ૭૦, ૭૫.), અપ્રમાણિત પાઠ (કંડિકા ૪૯, ૭૩, ૭૪), અમૌલિક પદવિપર્યાસ (કંડિકા ૭૬), પ્રક્ષિપ્ત પાઠ (કંડિકા ૭૨) અને અશાસ્ત્રીય સંશોધન (કંડિકા ૪૨, ૭) છે તે જણાવ્યું છે. ઉપરાંત, આગમોદય સમિતિની આવૃત્તિ પ્રમાણે જ પં. શ્રી ભગવાનદાસજીની આવૃત્તિમાં સૂત્રોનો તદ્દન ખોટો ઉ&મ તેમ જ પાઠપતન છે તે ૭૧ મી કંડિકામાં જણાવ્યું છે. આ ૭૧ મી કંડિકામાં આગમોદય સમિતિની આવૃત્તિની ક્ષતિ ઉપરાંત એક સ્થળે પં. શ્રી ભગવાનદાસજીની આવૃત્તિમાં એક વધુ પાઠપતન થયું છે તે પણ જણાવ્યું છે. આ દશ કંડિકાઓમાં નિર્દિષ્ટ સ્થાનોમાં કેવળ પં. શ્રી ભગવાનદાસજીની આવૃત્તિના જેવી જ અમૌલિક વાચના સુત્તા ની આવૃત્તિમાં છે, તેમાંય ૭૧ મી કંડિકામાં પડી ગયેલા પાઠના સ્થાનમાં સુત્તા મે માં સ્વમતિએ નવો અશાસ્ત્રીય પાઠ બનાવીને મૂક્યો છે તે પણ જણાવ્યું છે.
| (B) ૬૧ મી અને ૭૮ થી ૧૦૫ સુધીની કંડિકાઓમાં જણાવેલા મૌલિક પ્રામાણિક પાઠોના સંબંધમાં આગમોદય સમિતિની આવૃત્તિની ક્ષતિ જણાવી છે અને પં. શ્રી ભગવાનદાસજીની આવૃત્તિમાં પ્રસ્તુત મૌલિક પ્રામાણિક પાઠો છે તે પણ જણાવ્યું છે. પં. શ્રી ભગવાનદાસજીની આવૃત્તિમાં સ્વીકારાયેલા આ ૨૯ કંડિકાઓમાં જણાવેલા મૌલિક સૂત્રપાઠો મુત્તા ની આવૃત્તિમાં પણ છે. અહીં ફરક એટલો જ કે ૮૦ મી કંડિકામાં જણાવેલા મૌલિક પાઠનો ૫. શ્રી. ભગવાનદાસજીની આવૃત્તિમાં સંશોધનમાન્ય રીતે ઈશારો કરાયો છે, જ્યારે સુરા માં તે મૌલિક પાઠ સ્પષ્ટપણે સ્વીકારાયો છે. તથા ૯૯ મી કંડિકામાં પં. શ્રી ભગવાનદાસજીની આવૃત્તિમાં જે બે સૂત્રપદો વધારે છે, જેને પ્રમાણિત કહી શકાય નહિ, તે પ્રમાણે જ સત્તા માં પણ બે સૂત્રપદો વધારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org