Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
... [200]...
૧૯૪૯ માં જૈન પુસ્તક પ્રઆરક સંસ્થા, સૂરત દ્વારા પ્રકાશિત કરી છે. આ પ્રકાશનમાં પ્રજ્ઞાપનાસૂત્રની મૂલ વાચના આપવામાં આવી નથી.
*
પ્રજ્ઞાપનાસૂત્રના કેટલાક સૂત્રપાઠોનું પર્યાલોચન
આ સંદર્ભ લખવાનો આશય, આગમસંશોધન માટે વિવિધ પ્રત્યંતરોના પાકોની ધીરજપૂર્વક વિવિધ રીતે ચકાસણી કરવા માટેની અમારી આગમસંશોધનપદ્ધતિ આગમ આદિનું સંપાદન કરનાર અભ્યાસીઓને કોઈ ને કોઈ રીતે પ્રેરણારૂપ થશે, તે જ છે. આથી પૂર્વેનાં પ્રકાશનોની વાચનાના વિષમ પાઠોનું નિરૂપણ અહીં આનુષંગિક રીતે જ જરૂરી બની ગયું હોઈ જે કોઈ મહાનુભાવોની એ સંબંધમાં લાગણી દુભાય તેઓ સૌને અમારો મુખ્ય ઉદ્દેશ અવધારવા ક્ષમાપનાપૂર્વક વિનતિ કરીએ છીએ.
અહીં જણાવેલી કુલ ૧૦૭ કંડિકાઓનું વર્ગીકરણ આ પ્રમાણે છે
(મ) ૨૦, ૪૩, ૫૧, ૫૨, ૫૪, ૫૬, ૫૮, ૫૯, ૬૦, ૬૨ અને ૬૩~~આ અગિયાર કંડિકાઓમાં જણાવેલા મૌલિક પ્રામાણિક પાના બદલે અદ્યાવધિ પ્રકાશિત થયેલી સમગ્ર આવૃત્તિઓમાં ખોટા પાઠ છે, જેમાંથી ૨૦, ૪૩, ૫૧, ૫૬, ૫૮, ૫૯, ૬૦ અને ૬૩—આ આર્ટ કંડિકાઓમાં જણાવેલા ખોટા પાઠ અમને એક કે એકથી વધુ પ્રત્યંતરોમાં મળ્યા છે.
(આ) ૪૫ મી અને ૫૦ મી કડિકામાં જણાવેલા મૌલિક પ્રામાણિક પાઠના બદલે રાય શ્રી ધનપતિસિંહજીની આવૃત્તિ સિવાયની શેષ પ્રકાશિત આવૃત્તિઓમાં ખોટો પાડે છે. આ ખોટો પાડે અમને પણ પ્રત્યંતરોમાં મળ્યો છે.
(૪) ૩૨, ૩૭ અને ૫૫મી કંડિકામાં જણાવેલા મૌલિક પ્રામાણિક પાઠના બદલે મુનિ શ્રી અમોલકઋષિજીની આવૃત્તિ સિવાયની શેષ પ્રકાશિત આવૃત્તિઓમાં ખોટા પાડે છે, જેમાંથી ૩૭મી કંડિકામાં જણાવેલો ખોટો પાડે અમને પણ પ્રત્યંતરોમાં મળ્યો છે.
() ૧૮, ૨૩, ૨૫ અને ૪૬ મી કંડિકામાં જણાવેલા મૌલિક પ્રામાણિક પાર્ટને બદલે તેને અનુસરતા (જેને પ્રામાણિક પાતભેદ કહી શકાય તેવા) સુત્રપાઠો રાય શ્રી ધનપતિસિંહજીની તથા મુનિ શ્રી અમોલકઋષિજીની આવૃત્તિમાં છે.
(૩) ૧, ૨, ૩, ૬, ૮, ૯, ૧૧, ૧૨, ૧૩, ૧૮, ૨૧, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૯, ૩૧, ૩૬, ૩૯, ૪૬ અને ૧૦૬—આ ખાવીસ કંડિકાઓમાં જણાવેલા મૌલિક પ્રામાણિક પાઠના બદલે આગમોદય સમિતિની, ૫૦ શ્રી ભગવાનદાસજીની, આગમરત્નમંજૂષાની શિલાગમની અને મુત્તામે ની આવૃત્તિમાં ખોટા પાડે છે. આ પૈકીની ૩૯મી અને ૪૬મી કંડિકામાં જણાવેલા ખોટા પાડ઼ અમને પ્રત્યંતરોમાં મળ્યા છે. અહીં ફરક એટલો જ છે કે ૨૧ અને ૧૦૬ ક્રમાંકવાળી કંડિકામાં જણાવેલો મૌલિક પ્રામાણિક સૂત્રપાઠ શિલાગમની આવૃત્તિમાં છે.
(૩) ૪, ૫, ૧૦, ૧૬, ૧૭, ૨૨ અને ૩૮—આ કંડિકાઓમાં જણાવેલા મૌલિક પ્રામાણિક પાઠ ઉપરાંત અપ્રામાણિક વધારાના પાઠ આગમોય સમિતિની, પં૦ શ્રી ભગવાનદાસજીની, શિલાગમની અને મુલ્તાનમે ની આવૃત્તિમાં છે. અહીં ફરક એટલો જ છે કે પાંચમી કંડિકામાં જણાવેલો વધારાનો ખોટો પાઠ મુનિ શ્રી અમોલકઋષિજીની આત્તિમાં પણ છે તેમ જ અમને પણ એક પ્રત્યંતરમાં મળ્યો છે, જ્યારે પાંચમી કંડિકાનો વધારાનો ખોટો પાડ઼ શિલાગમની આવૃત્તિમાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org