________________
[૬૬].. સ્થળ એવું પણ છે કે જયાં એક જ સ્થાનમાં મૂળ અને ટીકાના અનુવાદની સંગતિ સધાઈ નથી. આ પ્રકાશનની મૂળ વાચનાની ક્ષતિઓ પણ આગળ લખેલી ચર્ચામાંથી અભ્યાસીઓ જાણી શકશે.
૫. વિ. સં. ૧૯૯૮ (વીર નિ. સં. ૨૪૬૮) માં આગમમંદિર (પાલીતાણા) માં શિલામાં ઉત્કીર્ણ સમગ્ર આગમોને તૈયાર કરવા માટે મર્યાદિત સંખ્યામાં પ્રકાશિત કરેલા આગમરત્નમંજૂષા નામના મહાગ્રંથમાં પ્રકાશિત થયેલા પ્રજ્ઞાપના સૂત્રની આવૃત્તિ. સમિતિની આવૃત્તિનાં
ખલનાવાળાં સ્થાનો પૈકીનાં કેટલાંક સ્થાનમાં આ આવૃત્તિમાં શુદ્ધ પાઠ મળે છે. બાકી તો આમાં કોઈક સ્થળ એવું પણ છે કે, જ્યાં સમિતિની આવૃત્તિથી વિરુદ્ધ જઈને ખોટું સંશોધન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત આવૃત્તિની મૂળ વાચનાને અમે સાદ્યત મેળવી નથી, પણ મૂળ પાઠની ચર્ચા લખવામાં એ અનેકવાર જોયેલી હોવાથી તેના સંબંધમાં નીચેની હકીકત સહજભાવે જણાવીએ છીએ :
૭૭ મા પૃષ્ઠની (સૂત્ર ૨૧૦) આઠમી પંક્તિમાં આવેલા ૩૬ શબ્દથી દસમી પંક્તિમાં આવેલા જો જશોદાશોરીગો ના પૂર્વના વૈદુધીમો સૂત્રપદ સુધીનો સૂત્રપાઠ પ્રસ્તુત પ્રકાશનમાં પડી ગયો છે. જુઓ આગમરત્નમંજૂષા શિલાફલક ૧૭૩-૪ ની છેલ્લી પંક્તિ. અહીં પડી ગયેલો પાઠ સમિતિની આવૃત્તિમાં છે. આ રીતે અન્યાન્ય સ્થાનોમાં પણ મૂળ વાચનાનો પાઠ પડી ગયો છે કે કેમ?— એ તો સમગ્ર આવૃત્તિને મેળવીએ તો જ જાણી શકાય. પ્રસ્તુત શિલાગમની આવૃત્તિની વિશેષતા તો એ છે કે તેમાં અનેક સ્થળે આવાં પોલાં મીડા કરીને નાના-મોટા સૂત્રસંદર્ભોને, કોઈ પણ પ્રાચીન પ્રતિ, પદ્ધતિ કે પરંપરાના આધાર વિના, પૂ. પા. આગમોદ્ધારકજીએ પોતાની આગવી શૈલીથી ટૂંકાવ્યા છે. દા. ત. ૬૪ મા પૃષ્ઠની સાતમી પંક્તિમાં આવેલા કુલર શબ્દથી તે જ પૂછની ૧૭ મી પંક્તિ સુધીનો સૂત્રસંદર્ભ છોડી દઈને આ સમગ્ર પાઠના સ્થાને ° આવું પહેલું મીઠું કર્યું છે. આ છોડી દીધેલો પાઠ પ્રજ્ઞાપના સૂત્રની સમગ્ર હસ્તલિખિત પ્રતિઓ અને સમગ્ર પ્રકાશિત આવૃત્તિઓમાં છે. અમારા કામ પૂરતા અન્વેષણમાં પણ અમે આવાં પોલાં મીંડાં અનેક જોયાં છે, જેમાં સંક્ષેપ કરવાના આશયથી મૂળ વાચનાના નાના-મોટા સૂત્રસંદર્ભે છોડી દેવાયા છે. આથી શિલાગમની પ્રસ્તુત મૂળ વાચનાને પૂ. પા. આગમોદ્ધારકજીએ બનાવેલી પ્રજ્ઞાપનાસૂત્રની સંક્ષિપ્ત વાચના કહી શકાય. આ સંક્ષેપમાં સમગ્ર સૂત્રપ્રતિઓમાં અને પ્રકાશિત આવૃત્તિઓમાં આવતા સુસ્સા જા જેવા શબ્દોના સ્થાનમાં સુI wઠ્ઠા શબ્દો પણ છે. સૂત્રપાઠોનો આ રીતે સંક્ષેપ કરવા જતાં પાઠોનું મૂળ સ્વરૂપ વિકૃત બની જવાનો પૂરેપૂરો સંભવ હોવાથી આ પદ્ધતિ ચાલુ રહે એ કોઈ રીતે ઇષ્ટ નથી.
“અંતિમ આવૃત્તિ પૂર્વનાં પ્રકાશન કરતાં વધુ શુદ્ધ નહીં તો પણ તેથી ઊતરતા સ્વરૂપની તો ન હોવી જોઈએ” આવી અપેક્ષા શિલાગમગત પ્રજ્ઞાપના સૂત્રની આવૃત્તિથી સંતોષાતી નથી. આ પ્રકાશન અંગેની વિશેષ વિગતો આગળ આવતી ચર્ચામાંથી જાણી શકાશે.
૬. મુનિરાજ શ્રી પુભિક ખૂ-પુષ્ણભિક્ષુ-કૂલચંદજી દ્વારા સંપાદિત થયેલા કુત્તા નામના ગ્રંથના બીજા અંશમાં અંગ આગમ સિવાયના ૨૧ આગમાં પ્રકાશિત કર્યા છે, તેમાં પ્રસ્તુત પ્રજ્ઞાપનાસૂત્ર પણ સંપાદિત કરેલું છે. ઉક્ત સુત્તાનમેનો બીજો અંશ વિ. સં. ૨૦૧૧ માં સૂત્રાગમ સમિતિ ગુડગાંવ છાવણી દ્વારા પ્રકાશિત થયો છે. પ્રજ્ઞાપના સુત્રની અમે જોયેલી મુદ્રિત આવૃત્તિઓમાં
૩. જુઓ એજન: ૫, ૨૧, ૪૦, ૮૯, ૯૧, ૯૨, ૯૩, ૧૦૩ થી ૧૦૬ કંડિકાઓ તથા ૩૩ મી કંડિકાનો
ચોથો પેટાવિભાગ. $. જુઓ એજનઃ ૩ જી, ૧૨ મી, ૧૬ મી, ૨૪ મી અને ૯૪ મી કંડિકાઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org