Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૧૪].. પ્રતીત બાળ મનમાં વસં ? નૌતમ! સદૈ પ્રતીતરું રનિં (); જ્યારે વિસં. ૧૭૮૪માં પં. શ્રી જીવવિજયજીએ રચેલા પ્રજ્ઞાપના સૂત્રટબામાં મૂળ પાઠ તો સર્વ પ્રતિઓ આપે છે તેવો જ છે, પણ તેનો અર્થ ટીકાની વ્યાખ્યાને અનુસરતો છે, તે આ પ્રમાણે–જેઢ માન. વીઘળીત बोध प्रते जाणे बूझे ते बोधि प्रते सद्दहें प्रत्यय धरे रुच(चि) करें ? हा गौतम! कोइक सद्दहें પ્રત્યય ઘરે (નિ) ઘરે કે અહીં એ વસ્તુ પણ જાણવી ઉપયોગી છે કે પં. શ્રી જીવવિજ્યજીએ પ્રસ્તુત ટબાર્થ ટીકાને અનુસરીને બનાવ્યો છે તે તેમણે જ આદિમાં અને અંતમાં જણાવેલું છે.
પ્રજ્ઞાપના સૂત્રમાંના એક સ્થળનું વક્તવ્ય છવાભિગમસૂત્રમાં પણ છે. આ બન્ને ગ્રંથોમાં આવેલા સમાન પદાર્થના નિરૂપણમાં એકસરખો પાઠ નથી. તે આ પ્રમાણે
अभासए तिविहे पण्णत्ते । तं जहा -अणाईए वा अपज्जवसिए १, अणाईए वा सपजवसिए ૨, સારી વાત નવસિત રે ! (પ્રજ્ઞાપનાસૂત્ર, સૂ૦ ૧૩૭૫, પૃ. ૩૧૫).
अभासए दुविहे पण्णत्ते । तं जहा-सातीते वा अपजवसिते १, सातीते वा सपजवसिते २। (જીવાભિગમસૂત્ર, પત્ર ૪૪૨, પૃષિ ૨).
અમે પ્રજ્ઞાપનાસૂત્રના સંશોધન માટે ઉપયોગમાં લીધેલી કાગળ ઉપર લખાયેલી પાંચ પ્રતિઓમાં આ સ્થાનમાં જીવાભિગમસૂત્રના પાઠ જેવો જ પાઠ છે. તેમ જ પં. શ્રી જીવવિજ્યજીત પ્રજ્ઞાપના સૂત્રના ટબમાં પણ પ્રસ્તુત સ્થાનમાં જીવાભિગમસૂત્રના જેવો જ પાઠ સ્વીકારીને અભાષકના બે પ્રકાર જણાવ્યા છે. આચાર્ય શ્રી ભલયગિરિજીત પ્રજ્ઞાપના સૂત્ર અને જીવાભિગમસૂત્રની ટીકામાં પ્રસ્તુત સ્થાનમાં તે તે સૂત્રના મૂળ પાઠ મુજબ વ્યાખ્યા છે, અર્થાત પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં અભાષકના ત્રણ પ્રકાર મુજબ અને જીવાભિગમસૂત્રની ટીકામાં અભાષકના બે પ્રકાર મુજબ વ્યાખ્યા છે. આથી વિશેષમાં આ બે સૂત્રોનાં સૂચિત સ્થાનોના પાઠભેદની નોંધ આચાર્ય શ્રી મલયગિરિજીએ પોતાની કોઈ કીકામાં લીધી નથી.
પ્રજ્ઞાપના સૂત્રની મુદ્રિત આવૃત્તિઓને પરિચય પ્રજ્ઞાપના સૂત્રની અમારી પ્રસ્તુત આવૃત્તિના પહેલાં એની છ આવૃત્તિઓ પ્રકાશિત થયેલી છે, તે આ પ્રમાણે
૧. વિક્રમ સંવત ૧૯૪૦ માં ઋષિ શ્રી નાનચંદજી દ્વારા સંપાદિત થયેલું પ્રજ્ઞાપના સૂત્ર રાય શ્રી ધનપતિસિંહજી દ્વારા સર્વપ્રથમ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ ગ્રંથમાં પ્રજ્ઞાપનાસૂત્ર મૂળ, શ્રી રામચંદ્રગણિત પ્રજ્ઞાપના સૂત્રના મૂળ પાઠની સંસ્કૃત અનુવાદ, આચાર્ય શ્રી મલયગિરિરચિત પ્રજ્ઞાપના સૂત્રટીકા તથા શ્રી પરમાનન્દષિકૃત પ્રજ્ઞાપના સૂત્રની ભાષાટીકા પ્રકાશિત કરવામાં આવેલ છે. આ પ્રકાશમાં આવેલ પ્રજ્ઞાપના સૂત્રનો મૂળ પાઠ જોતાં તેમાં અશુદ્ધિઓ તો ઘણી છે જ, ઉપરાંત અનેક સ્થળે શબ્દોને પદચ્છેદો પણ ખોટા છે. આમ હોવા છતાં આ આવૃત્તિમાં પ્રકાશિત થયેલા પ્રજ્ઞાપના સૂત્રના મૂળ પાઠને તથા પ્રકારની કોઈ હસ્તલિખિત પ્રતિના પ્રામાણિક આધારવાળો
૩-૪. આ બે ટાર્થના પાઠ શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં સુરક્ષિત
અનુક્રમે મુનિરાજ શ્રી એ. કીર્તિમુનિજી તથા મુનિ પુણ્યવિજયજીના હરતલિખિત ગ્રન્થસંગ્રહમાં રહેલી પોથીઓમાંથી લખેલ છે. આ બેનો અનુક્રમે ક્રમાંક ૧૧૦૭૯ તથા ૧૦૫૮-૫૯ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org