Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
..[૧૩]. અહીં ટીકાકાર મહારાજે જણાવેલા મારૂT અવતરણના આધારે વિચાર કરતાં એમ લાગે છે કે ઉપરના સૂત્રખંડમાં પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે હોવો જોઈએ—ચના! મથેTET સના पत्तिएजा रोएजा।
પ્રસ્તુત સૂત્રખંડ અને તેના પૂર્વાપર સંબંધનું વસ્તુ આ પ્રમાણે છે: (૧) પ્રશ્ન—નારક જીવ નરકમાંથી અનંતર નીકળીને પચંદ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય ? ઉત્તર–કોઈક થાય અને કોઈક ન થાય. (સૂ૦ ૧૪૨૦૧]).
(૨) પ્રશ્ન –જે નારક જીવ નરકમાંથી અનંતર નીકળીને પંચૅકિય તિર્યચોમાં ઉત્પન્ન થયો હોય તે કેવલિ પ્રાપ્ત ધર્મને સાંભળે?
ઉત્તર – કોઈક સાંભળે અને કોઈક ન સાંભળે (૦ ૧૪૨[૨]).
(૩) પ્રશ્ન– ઉપર જણાવેલો જે પચેંદ્રિય તિર્યંચ કેવલિ પ્રાપ્ત ધર્મને સાંભળે તે કેવળજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મની પ્રાપ્તિને અર્થાત બોધિને અર્થથી જાણે?
ઉત્તર–કોઈક જાણે અને કોઈક ન જાણે (સૂ૦ ૧૪૨[૩]).
(૪) પ્રશ્ન–ઉપર જણાવેલો ચિંદ્રિય તિર્યંચ, જે કેલિપ્રજ્ઞમ બોધિને અર્થથી જાણે તેનામાં શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ હોય?
ઉત્તર– તેનામાં શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ હોય (સૂ) ૧૪૨[]).
અહીં ચોથા પ્રશ્નના ઉત્તરમાં કોઈક ને શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિ હોય અને કોઈકને ન હોય" આવો નિર્દેશ ટીકાની વ્યાખ્યાથી જાણી શકાય છે. ઉપર જણાવેલા ચાર પ્રશ્નો પૈકીના પહેલા ત્રણ પ્રશ્નના ઉત્તરમાં મૂળ સૂત્રપાઠમાં મારૂણ શબ્દ છે તે ચોથા પ્રશ્નની વ્યાખ્યા કરતાં ટીકાકાર મહારાજના અનવધાનથી આવ્યો હશે કે પછી ટીકાની પરિભાજિત શુદ્ધ પ્રતિની પરંપરાનો કોઈ આદર્શ આજે નથી રહ્યો એ કારણે આવ્યો હશે, એ એક વિચારણય વસ્તુ છે.
રાય શ્રી ધનપતિબાબુની આવૃત્તિમાં આપેલા સંસ્કૃત અને ગુજરાતી અનુવાદમાં બધીય સૂત્રપ્રતિઓએ આપેલા પાઠ પ્રમાણે અનુવાદ છે, જ્યારે તેમાં છપાયેલી ટીકાનો પાઠ ઉપર જણાવ્યો છે તેવો જ છે.
શ્રી અમોલકઋષિની આવૃત્તિમાં મૂળ પાઠ તો સર્વ પ્રતિઓએ આપેલા પાઠ જેવો જ છે, પણ તેમાં આપેલા હિંદી અનુવાદમાં ટીકાની વ્યાખ્યા મુજબ અર્થ કર્યો છે.
પં. શ્રી ભગવાનદાસજીની આવૃત્તિમાં મૂળ પાઠ સર્વ પ્રતિઓએ આપ્યો છે તેવો જ છે, મૂળ પાઠનો અનુવાદ પણ તેને અનુસરીને આપ્યો છે, પણ વિવેચનમાં ટીકાની વ્યાખ્યા પ્રમાણે અર્થ કર્યો છે.
પ્રજ્ઞાપના સૂત્ર ઉપર બે ટાગ્રન્થો રચાયા છે. તેમાં પં. શ્રી ધનવિમળરચિત પ્રાચીન છે, તેમાં પ્રસ્તુત મૂળ પાઠ સર્વ પ્રતિઓએ આપ્યો છે તેવો જ છે અને તેનો અર્થ પણ મૂળ પાઠને અનુસરીને જ આ પ્રમાણે લખ્યો છે– માવન(૧) જેવોઘરું (સૂ) તે સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org