________________
...[૧૪]... થઈ ગઈ છે અને એ ચર્ચાઓ ઉપરથી જણાય છે કે ઉપાસકને થતા અવધિજ્ઞાનની મર્યાદામાં સ્વયં ઇન્દ્રભૂતિને પણ શંકા થાય છે, એ આશ્ચર્યજનક ઘટના છે (ઉવાસગદસાઓ – હોર્નલ,૧૯૮૪).
આપણે કર્મના પ્રકરણમાં પણ જોયું કે તેમાં એક ઠેકાણે માત્ર પાંચ ઈન્દ્રિયો અને તેથી થતા વિજ્ઞાનના આવરણની ચર્ચા છે, પરંતુ અવધિ આદિ જ્ઞાનો વિષે મૌન સેવાયું છે. આથી અવધિ આદિ જ્ઞાનોની ચર્ચા જૈન આગમોમાં પછીથી ક્રમે કરી દાખલ થઈ હોય એવો સંભવ રહે છે.
અવધિજ્ઞાનના બે ભેદ છે : એક તો જન્મથી પ્રાપ્ત થતું અને બીજું કર્મના ક્ષયોપશમથી મળતું. દેવ-નારકને તો જન્મથી જ હોય છે અને મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયને યોપથમિક (૧૯૮૨) હોય છે.
અવધિજ્ઞાનના વિષયની ચર્ચાનો સાર આ પ્રમાણે છેઃ નારકો ક્ષેત્રની દૃષ્ટિએ જધન્યથી અડઘો ગાઉ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ. પછી એકેકે કરી સાતેય નરકના જીવોના અવધિક્ષેત્રનું પણ નિરૂપણ છે, તેમાં નીચેની નરકમાં ઉત્તરોત્તર અધિક્ષેત્ર ઓછું થતું જાય છે (૧૯૮૩–૧૯૯૦). ભવનપતિમાં અસુરકુમારનું અવધિક્ષેત્ર જઘન્ય ૨૫ યોજન અને ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપ-સમુદ્ર છે; અને બાકીના નાગકુમારાદિનું ઉત્કૃષ્ટ સંખ્યાત છે (૧૯૯૧-૯૩). પંચંદ્રિયતિર્યંચનું અવધિક્ષેત્ર જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપસમુદ્ર છે (૧૯૯૪). મનુષ્યનું ઉત્કૃષ્ટ અવધક્ષેત્ર અલોકમાં પણ લોકપ્રમાણ અસંખ્યાત લોક જેટલું છે (૧૯૯૫). વાણુમંતરનું નાગકુમાર જેમ. જ્યોતિકનું જઘન્ય સંખ્યાત દ્વીપ-સમુદ્રો. વૈમાનિક દેવોના અવધિક્ષેત્રની વિચારણામાં વિમાનથી નીચેનો, ઉપરનો અને વિમાનથી તિર્યમ્ ભાગ-એ ત્રણેની દૃષ્ટિ રાખવામાં આવી છે. અને જેમ વિમાન ઉપર તેમ તેમનું અવધિક્ષેત્ર વિસ્તૃત. છેવટે અનુત્તરપપાતિક દેવ સમગ્ર લોકનાડીને જાણે છે, એમ જણાવ્યું છે (૧૯૯૬-૨૦૦૭). સૂત્ર ૨૦૦૮-૧૬ માં અવધિજ્ઞાનના ક્ષેત્રની અપેક્ષાએ તપ્ર, (હોડી), પલ્લગ, ઝાલર, પડહ જેવા વિવિધ આકાર જણાવ્યા છે. આચાર્યમલયગિરિ એનો સાર એ તારવી આપે છે કે ભવનપતિ અને વ્યંતરને ઉપરના ભાગમાં અને વૈમાનિકોને નીચેના ભાગમાં, જ્યોતિષ્ક અને નારકોને તિર્ય દિશામાં વધારે હોય છે એટલે કે વિસ્તૃત હોય છે અને મનુષ્ય તથા તિર્યંચને અવધિનો આકાર વિચિત્ર હોય છે.–ટીકા, પત્ર ૫૪૨.
એ પણ જણાવ્યું છે કે નારક અને દેવ અવધિક્ષેત્રમાં છે, એટલે કે તેમનું અવધિજ્ઞાન પોતાની ચારે તરફ ફેલાયેલું હોય છે; તિર્યંચમાં તેમ નથી. પણ મનુષ્ય અવધિક્ષેત્રમાં પણ છે અને બાહ્ય પણ છે. તાત્પર્ય એમ છે કે અવધિજ્ઞાનનો પ્રસાર પોતે જ્યાં હોય ત્યાં હોય તો તે અવધિની અંદર (અંતઃ) ગણાય, પણ પોતાથી વિચ્છિન્ન પ્રદેશમાં અવધિનો વિષય હોય તો તે અવધિથી બાહ્ય ગણાય (૨૦૧૭-૨૦૨૧). માત્ર મનુષ્યને જ સર્વાવધિ સંભવે છે, બાકીનાને દેશઅવધિ જ સંભવે (૨૦૨૨-૨૬). નારકાદિમાં આનુગામિક-અનાનુગામિક, વર્ધમાન-હીયમાન, પ્રતિપાતીઅપ્રતિપાતી અને અવસ્થિત-અનવસ્થિત–આ ભેદોનો વિચાર છે (૨૦૨૭–૩૧).
અવધિજ્ઞાનની વ્યાખ્યા પ્રજ્ઞાપનામૂળમાં કયાંય આપવામાં આવી નથી, પણ અન્યત્ર જે અપાઈ છે તે એ છે કે ઇન્દ્રિય કે મનની સહાયતા વિના આત્માને થતું રૂપી પદાર્થનું જ્ઞાન તે અવધિજ્ઞાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org