________________
...[૧૪]... નિતિત અને અનાભોગનિર્વતિત આહાર લે છે. પરંતુ એકન્દ્રિયમાં માત્ર અનાભોગાનવર્તિત જ છે (૨૦૩૮-૩૯). પ્રસ્તુતમાં આભોગનિર્વતિતનો અર્થ ટીકાકાર “મનપ્રણિધાનપૂર્વમારા ક્ષત્તિ ”
–(પત્ર ૫૪૫) એવો કરે છે અને એકન્દ્રિય વિષે સ્પષ્ટ કરે છે કે “નિયામતિસ્તોपटुमनोद्रव्यलब्धिसम्पन्नत्वात् पटुतर आभोगो नोपजायते इति तेषां सर्वदाऽनाभोगनिर्वर्तित एव आहारो ન પુનઃ વિવ્યામો નિર્વર્તિતઃ ”-(પત્ર ૫૪૫).
આમાં આચાર્ય મલયગિરિ અપટુ પણ મને એકેન્દ્રિયને હોય છે—એવું લખે છે તે મનોલબ્ધિ બધા જીવોમાં છે એવી માન્યતાને આધારે છે. પરંતુ ખરી વાત તો એવી જણાય છે કે જીવો પોતાની ઇચ્છાપૂર્વક અને પોતાના ઉપયોગ પૂર્વક આહાર લે તે આભોગનિર્વર્તિત અને ઇચ્છા ન હોય છતાં લોમાહાર વગેરે અન્ય પ્રકારના આહારનું સતત ગ્રહણ થયા કરે છે તે અનાભોગનિર્વતિત કહેવાય.
આહારપદમાં આભોગનિર્વર્તિત આહારની ચર્ચા છે, તેને આધારે આવો અર્થ કરી શકાય (૧૭૯૬, ૧૮૦૬ આદિ), પરંતુ મન:પ્રણિધાનની વાત, જે આચાર્ય મલયગિરિએ લખી છે, તેનો સમન્વય કેવી રીતે કરવો એ એક પ્રશ્ન છે. કારણ કે જેમ એકેન્દ્રિયને અપટુ મન છે, તેમ શ્રીન્દ્રિયથી માંડી ચતુરિન્દ્રિય સુધી પણ અપટુ મન જ છે; તો એકેન્દ્રિયમાં જ કેમ અનાભોગ અને બીજામાં કેમ નહિ, એ પ્રશ્નનું સમાધાન થતું નથી. એમ લાગે છે કે રસનેન્દ્રિયવાળા પ્રાણીને મુખ હોય છે તેથી તેને ખાવાની ઈચ્છા થતી હોઈ તે બધામાં આવ્યોગનિર્વતિત આહાર માન્યો હોય અને રસનેન્દ્રિય વિનાનાને અનાભોગનિર્વતિંત માન્યો હોય એમ બને.
આહારમાં લેવાના પુદગલો વિષે ચર્ચા છે કે આહાર કરનાર તે પુલોને જાણે છે, દેખે છે કે જાણુતો દેખાતો નથી?–તેના વિષેના વિકલ્પો કર્યા છે તેનો સાર આ પ્રમાણે છે– (૨૦૪૦-૪૬).
ન જાણે નારક, ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ક એકેન્દ્રિયથી ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિયમાં– ૧. કેટલાક
૨.
2
પચંદ્રિયતિર્યંચ, તથા મનુષ્ય
૧. કેટલાક
૩. ૪.
» ,
વૈમાનિક–
અધ્યવસાનસ્થાનોની પણ પ્રાસંગિક ચર્ચા પ્રસ્તુત પદમાં છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત એવાં અધ્યવસાનસ્થાનો ૨૪ દંડકના જીવોમાં અસંખ્યાત પ્રકારનાં હોય છે એમ જણાવ્યું છે (૨૦૪૭-૪૮). આટલી જ હકીકત પ્રજ્ઞાપનામાં છે, પરંતુ આ વિષે પખંડાગમમાં વિસ્તૃત ચર્ચા
જોવા મળે છે. કર્મના સ્થિતિબંધનાં અધ્યવસાનસ્થાનોની ચર્ચા માટે પ્રથમ ચૂલિકામાં ઘણું વિસ્તાર છે; તેમાં ખાસ કરી સર્વસ્તોકબંધસ્થાનના સ્વામીથી માંડી સર્વોત્કૃષ્ટબંધનું સ્થાન કોને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org