Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૧૫૦]... પ્રસ્તુતમાં પણ નારકીને સની અને અસંતી બન્ને પ્રકારના જણાવ્યા છે અને સનીને નિદા વેદના અને અસંસીને અનિદા વેદના જણાવી છે, તે ધ્યાનમાં લેવા જેવું છે (૨૦૭૮).
પખંડાગમમાં સાતા-અસાતા એવા વેદનીયના ભેદોને આધારે વિપાકની ચર્ચા છે, પરંતુ વેદનાવિધાન પ્રકરણમાં નયોની અપેક્ષાએ વેદનાનું વર્ણન કરવાને પ્રસંગે–વેક્સમાળિયા વેચTI, વિના વેવI, ૩વર્તતા વેચ –એ પ્રકારો પણ કહ્યા છે અને તેને લઈ અનેક ભેગો થાય છે. પુ૧૨, પૃ. ૩૦-૩૬૩.
૩૬ મું “સમુદ્યાત પદ : સમુદ્રઘાતવિચારણું પખંડાગમમાં સ્વતંત્ર રીતે સમુઘાતની ચર્ચા નથી. એટલે કે પ્રસ્તુતમાં પ્રજ્ઞાપનામાં જેમ સમુઘાત સાત છે” એવો નિર્દેશ કરી તેની વિવિધ રીતે ચર્ચા દંડકોમાં છે, તેવું પખંડાગમમાં નથી. પણ માર્ગણાકારોમાં જ્યાં ક્ષેત્ર અને સ્પર્શની ચર્ચાનો પ્રસંગ છે ત્યાં સમુદ્ધાતની અપેક્ષાએ તે બન્નેનો વિચાર જોવા મળે છે; અને તેમાં પણ સામાન્ય સમુઘાતની વાત છે, કોઈ વિશેષ સમુદ્યાતની અપેક્ષાએ તે ચર્ચા નથી.–૫૦ ૭, પૃ. ૨૯૯, ૩૬૯. આ ઉપરાંત પખંડાગમમાં પ્રાસંગિક રીતે “વેયામુવાર”, “મારનંતિસમુદ્ર” “વત્રિસમુરઘા”–આ ત્રણ પ્રકારનો ઉલ્લેખ મળે છે.–૫૦ ૧૨, પૃ. ૪૯૮, ૪૯૯, ૫૦૬, ૫૦૭.
પ્રજ્ઞાપનામાં વેદના, કષાય, મરણ, વૈક્રિય, તેજસ, આહારક અને કેવલી આ સાત સમુઘાતો ગણાવ્યા છે (૨૦૮૫, ૨૦૮૬), પરંતુ તેમની કોઈ વ્યાખ્યા આપી નથી. વળી, માત્ર કષાયસમુદ્દઘાતના ચાર ભેદો કોધ, માન, માયા, લોભ સમુઘાત જણાવ્યા છે (૨૧૩૩). વળી, પ્રથમના છની સામાન્ય સંજ્ઞા છે– છદ્મસ્થના સમુદ્ધાતો (૨૧૪૭). તે છાધર્થિક સમુદ્ધાતોનો દંડકોમાં વિચાર છે (૨૧૪૮-પર).
સમુદ્યાત શબ્દની વ્યાખ્યા આચાર્ય મલયગિરિએ આપી છે કે તે તે વેદના આદિના અનુભવરૂપ પરિણામો સાથે આત્માનો એકીભાવ, અર્થાત તદિતર પરિણામોમાંથી વિરત થઈ તે તે વેદનીયાદિ કર્મના ઘણા પ્રદેશોને ઉદીરણા વડે વહેલાં ઉદયમાં લાવી ભોગવી તેમની નિર્જરી કરવી તે, અર્થાત આત્માથી ખંખેરી નાખવા તે.–-ટીકા, પત્ર ૫૫૯. તેમાં ક્યાં કર્મને લઈને ક્યો સમુઘાત છે તેનું વિવરણ આ પ્રમાણે છે :
૧. વેદનાસમુદ્ધાતમાં અસદનીય કર્મની નિર્જરા. ૨. કષાયસમુઘાતમાં કષાયમોહનીયની નિર્જરા. ૩. મારાન્તિક સમુધાતમાં આયુકર્મની (અંતિમ અંતર્મુહૂર્ત શેષ હોય ત્યારે). ૪. વિક્રિયસમુદ્યાતમાં વૈક્રિયશરીરનામકર્મની.
૧. આ વિષે જુઓ સ્થાનાંગ-સમવાયાંગ, પૃ. ૩૮૮-૮૯; ભગવતી ૨. ૨; ભગવતીસાર, પૂ. ૯૨-૯૫.
કેવલિસમુદ્રઘાત માટે જુઓ વિશેષાવશ્યકભાષ્ય, ૩૬૪૧. ૨. આને મળતી વિસ્તૃત ચર્ચા પ્રજ્ઞાપનામાં સ્થાનપદમાં છે. સૂ૦ ૧૪૮ થી. ૩. પ્રજ્ઞાપનામાં જીવોમાં તેજસ અને ફાર્મણ શરીરની મારણાંતિકસમુદ્ધાતચર્ચા માટે જુઓ
સૂ૦ ૧૫૪પ-૫૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org