Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૧પ૧]. ૫. તેજસ સમુદ્ધાતમાં તૈજસશરીરનામકર્મની. ૬. આહારક સમુદ્દઘાતમાં આહારકશરીરનામકર્મની. ૭. કેવલિસમુદ્દઘાતમાં સદસદનીય કર્મ, શુભાશુભ નામકર્મ, ઊંચ-નીચ ગોત્રકર્મની.
–પ્રજ્ઞા ટી., પત્ર ૫૫૯. સમુદ્યાતના સમયની મર્યાદા આ પ્રમાણે છે: કેવલિસમુઘાત આઠ સમયનો છે, પરંતુ અન્ય અસંખ્યાત સભ્યના અન્તર્મુહૂર્તકાળના છે (૨૦૮૭-૮૮).
સાતમાંથી કેટલા ક્યા જીવોને હોય તેનું સ્પષ્ટીકરણ છે કે નારકમાં પ્રથમના ચાર; ભવનપતિ, પંચંદ્રિય તિર્યચ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકમાં પ્રથમ પાંચ; વાયુ સિવાયના એકેન્દ્રિયથી માંડી ચતુરિન્દ્રિયમાં પ્રથમના ત્રણ; વાયુમાં પ્રથમના ચાર; અને મનુષ્યમાં સાતેય સમઘાત હોય છે (૨૦૦૯-૨૦૯૨).
એકક જીવમાં અને તે તે દેડકોના નાના જીવોમાં અતીત કાલમાં કેટલી સંખ્યામાં ક્યા ક્યા સમુઘાતો હોય અને ભવિષ્યમાં કેટલી સંખ્યામાં ક્યા કયા સંભવે તેની સૂચના પ્રતાપનામાં છે (૨૦૯૩–૨૧૦૦). ઉપરાંત, એક દંડકના એકેક જીવને કે તે તે દંડકના જીવોને તે તે રૂપે (સ્વસ્થાને) અને અન્ય દંડકના જીવરૂપે (પરસ્થાને) ભૂત-ભવિષ્યમાં કેટલા અને કયા સમુદ્યાતો સંભવે તેની ચર્ચા પણ કરવામાં આવી છે (૨૧૦૧-૨૧૨૪).
સમુઘાતની અપેક્ષાએ જીવોનું અ૫બહુ વિચારાયું છે તેમાં જઘન્ય સંખ્યા આહારક સમુઘાત કરનારની છે અને સૌથી વધારે સંખ્યા વેદનાસમુઘાત કરનારની છે, પણ તેથી પણ અધિક એવા જીવો છે, જેઓ સમુદ્ધાત વિનાના છે (૨૧૨૫). દંડકોમાં પણ આવી સમુધાતની અપેક્ષાએ અલ્પબહુત્વની વિચારણા કરવામાં આવી છે (૨૧૨૬-૨૧૩૧).
કષાયસમુધાતના ચાર પ્રકાર જણાવ્યા છે અને એ ચારેની અપેક્ષાએ દંડકોમાં અતીત કાળ તથા ભવિષ્યકાળના સમુઘાતોની વિચારણા એક જીવ અને નાના જીવોની અપેક્ષાએ કરવામાં આવી છે (૨૧૩૭-૨૧૩૮). આમાં પણ સ્થાન અને પરસ્થાનની અપેક્ષાએ એટલે કે નારક હોય તો નારકરૂપે અને ઇતર રૂપે તેને કેટકેટલા અતીત-ભવિષ્યમાં કષાયસમુદ્યાતો સંભવે તેનો પણ વિચાર છે (૨૧૩૮-૨૧૪૧), એટલું જ નહિ પણ તેમાં અલ્પબદુત્વનો વિચાર પણ કરવામાં આવ્યો છે (૨૧૪૨-૪૬). કેવળી સિવાયના છ છાસ્થિક સમુદ્ધાતો છે અને તેમાંના ક્યા ક્યા તે તે દંડકોમાં હોય એની વિચારણું કરવામાં આવી છે (૨૧૪૭–પર).
પરંતુ ધ્યાન દેવા જેવી વાત એ છે કે સૂત્રમાં માત્ર અસુરકુમાર દેવો સિવાયના કોઈ પણ દેવોના દંડકોનો ઉલ્લેખ નથી. સંભવ છે કે આ ત્રુટિને નિવારવા આચાર્ય મલયગિરિએ લખ્યું કે— “અ મારાહીનાં સર્વેવામાપ દેવાનામાદા સમુધાતવર્ના શોષાર વચ્ચે સમુદ્યાતા –ટી., પત્ર પ૯૦ મ.
આ પછી વેદના આદિ સમુદ્ધાતોનો અવગાહન અને સ્પર્શની દૃષ્ટિએ વિચાર છે, તેમાં તે તે સમુઘાત વખતે તે તે જીવની અવગાહના અને સ્પર્શના કેટલી હોય તે જણાવ્યું છે, અને તે અવગાહના અને સ્પર્શ કેટલા કાળનાં હોય તે પણ જણાવ્યું છે (૨૧૫૩–૨૧૭૨). સાથે સાથે સમુધાત વખતે તે તે જીવને કેટલી ક્રિયા હોય તેનો પણ વિચાર કરવામાં આવ્યો છે (૨૧૫૩
૪. એક અને નાના જીવોની અપેક્ષાએ વિચારણા કરવાની પદ્ધતિ ખંડાગમમાં પણ દેખાય છે–પુરા ૭, ૫૦ ૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org