________________
...[૧૪૯]...
6
ખંડાગમમાં વેદનાખંડ ચોથો છે તે પુ. ૯ થી શરૂ થાય છે. તેમાં કર્મપ્રકૃતિનું વિવરણ ૨૪ અનુયોગદ્દારો વડે કરવામાં આવ્યું છે. તેમાં ખીજું દ્વાર વેદના' નામે છે. તે વેદના' દ્વારનું વિવરણ પુસ્તક ૧૦ માં છે. અને તે વેદનાનું વિવરણ ૧૬ અનુયોગદ્દારો વડે કરવામાં આવ્યું છે. તેમાં પ્રજ્ઞાપનાગત વેદનાનો ખીજો પ્રકાર, જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ–એ રૂપે છે, તેનું વિસ્તારથી વિવરણ એ જ નામનાં ચાર દ્વારો વડે કરવામાં આવ્યું છે. (પુ. ૧૦, પૃ. ૧,૧૮; પુ. ૧૧, પૃ. ૧, ૭૫; પુ. ૧૨, પૃ. ૧). વેદનાના રવામીની ચર્ચા પ્રજ્ઞાપનામાં દંડકોને આધારે કરી છે, જ્યારે ખંડાગમમાં સ્વામિત્વનો વિચાર નયદષ્ટિએ ‘સ્યાત' શબ્દના યોગ વડે ભંગોમાં કર્યો છે (પુ૦ ૧૨, પૃ૦ ૨૯૪). ઉપરાંત, દ્રવ્ય આદિ દ્વારોમાં સ્વામિત્વનો વિચાર છે જ (પુ૦ ૧૦, પૃ૦ ૨૬૮; પુ૦ ૧૧, પૃ૦ ૧૧, ૧૩૨; પુ૦ ૧૨, પૃ૦ ૧૨).
એમ લાગે છે કે કર્મના વિપાકનો પૂરો વિચાર નિશ્ચિત રૂપ ધારણ કરે તે પહેલાં તેનો વિચાર ‘ વેદના' નામે થતો હતો અને એ ‘ વેદના’ વિષે જે વિવિધ વિચારણાઓ પ્રાચીનોએ કરી હતી તેનો સંગ્રહ પ્રસ્તુત પદમાં છે. આ માટે વિશેષ રૂપે ભગવતી ૩.૩ જોવું, જ્યાં ક્રિયા અને વેદનાનો વિચાર છે. અને વળી જુઓ, ભગવતી ૭.૬. (ભગવતીસાર, પૃ૦ ૪૮૧); ૧૯.૩; ૧૯.૪; ૧૯.૫; ૬.૧; ૧૬.૪ (ભગવતીસાર, પૃ૦ ૪૬-૫૦).
વેદનાના પ્રકારોમાં નિદા-અનિદા એ પ્રકાર વિષે આચાર્ય અભયદેવ ભગવતીની ટીકામાં જે સ્પષ્ટીકરણ કરે છે તે આ છે—‘નિયતં ાન શુદ્ધિાવસ્ય ‘જૈવ્ ચોષને' કૃતિ વશ્વનાત્ નિવા જ્ઞાનમામોળઃ ——ત્યર્થ:। તઘુત્તા લેનાઽષિ નિવા—મામો વતીહર્ષ: - ભગવતીટીકા, ૧૬. ૫. ૬૫૬
1
―
પૃ॰ ૭૬૯.
અને આચાર્ય મલયગિરિએ તેનું વિવરણ આ પ્રમાણે કર્યું છે : “ નિતરમાં નિશ્ચિત વા સભ્ય दीयते चित्तमस्यामिति निदा, बहुलाधिकारात् 'उपसर्गादात ' इत्यधिकरणे घञ्, सामान्येन चित्तवतीસભ્યવિવેાવતી વા નૃત્યર્થઃ |’॰ ટીકા, પત્ર ૫૫૭.
‘ળિયા” તે પાઇઅસમહર્ણાવોમાં દેશ્ય શબ્દ જણાવ્યો છે.
શીતોષ્ણ વેદના વિષે ટીકાકારે શંકા કરી છે કે ઉપયોગ ક્રમિક છે તો શીત અને ઉષ્ણ એ બન્નેનો યુગપદનુભવ કેવી રીતે થાય ? એનું સ્પષ્ટીકરણ એ કર્યું છે કે વસ્તુતઃ ઉપયોગ ક્રમિક જ છે. પણ શીઘ્ર સંચારને કારણે અનુભવમાં ક્રમ નથી જણાતો તેથી તે અપેક્ષાએ સૂત્રમાં શીતોષ્ણુની વેદના યુગપદ્ સમજવી.—ટી પત્ર ૫૫૫. આ જ ન્યાય શારીરિક-માનસિક સાતાસાતા વિષે પણ છે. પત્ર ૫૫૬ ૩, ૫૫૬ ૬.
અદુઃખા-અસુખા વેદનાનો અર્થ ટીકામાં છે—સુખદુઃખાત્મિકા એટલે કે જેને સુખ સંજ્ઞા ન આપી શકાય, કારણ કે એમાં દુ:ખનો પણ અનુભવ છે; અને દુઃખ સંજ્ઞા પણ ન આપી શકાય, કારણ કે એમાં સુખનો પણ અનુભવ છે— એવી વેદના. પત્ર પ૫૬.
–
સાતા-અસાતા અને સુખ-દુ:ખ, એમાં શો ભેદ છે ?--આ પ્રશ્નનો ટીકાકાર ઉત્તર આપે છે કે વેદનીય કર્મનાં પુદ્ગલોનો ક્રમપ્રાપ્ત ઉય થવાથી જે વેદના થાય તે સાતા-અસાતા, પરંતુ જ્યારે ખીજો કોઈ ઉદારણા કરે અને જે સાતા-અસાતાનો અનુભવ થાય તે સુખ-દુઃખ કહેવાય. ટી પત્ર ૫૫૬.
પોતે જે શરીરપીડાને સ્વીકારે તે આભ્યપગમિકી, જેમ કે કેશના લોચ આદિથી થતી પીડા. કર્મના ઉદીરણાકરણ વડે વેદનીયનો ઉદ્દય કરવાથી થતી પીડા તે ઔપનિકી, ટીકા, પત્ર ૫૫૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org