Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[૧૦]...
(૧૦) શ્રી નાનકચંદ્રકૃત સંસ્કૃત છાયા
રાય ધનપતિસિંહ બહાદુરની આવૃત્તિમાં ટાઇટલમાં લોકાગચ્છીય રામચંદ્ર ગણિકૃત સંસ્કૃતાનુવાદ એમ છાપ્યું છે. પરંતુ પ્રશસ્તિમાં રામચંદ્ર ગણિના શિષ્ય નાનકચંદ્રજીએ સંસ્કૃતાનુવાદ કર્યો છે એમ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, અને એ પ્રજ્ઞાપનાનું સંપાદન-સંશોધન પણ શ્રી નાનકચંદ્રજીએ જ કર્યું છે; એટલે તેમનો અસ્તિત્વકાળ જે વર્ષમાં પ્રજ્ઞાપના છપાઈ પ્રકાશિત થયું તે હરે છે. અર્થાત્ ઈ. સ૦ ૧૮૮૪માં તેઓ વિદ્યમાન હતા.
*
(૧૧) અજ્ઞાતçક વૃત્તિ (?)
આનો ઉલ્લેખ જિનરત્નકોષમાં છે અને તેની અનેક હસ્તપ્રતો ઉપલબ્ધ છે, તેમ પણ ત્યાં જણાવ્યું છે.
*
(૧ર) પ્રજ્ઞાપનાસૂત્ર ભાષાંતર
૫૦ શ્રી ભગવાનદાસ હરખચંદે રચેલ આ ભાષાંતર વિ॰ સં॰ ૧૯૯૧માં મુદ્રિત થયું છે. ઉપર સૂચવેલ પ્રજ્ઞાપનાસૂત્રની વ્યાખ્યાઓ ઉપરાંત, આગળ જણાવ્યું તેમ, પ્રજ્ઞાપનાચૂર્ણિ પણ હતી, પરંતુ તેની હસ્તપ્રત ઉપલબ્ધ નથી. અને પ્રજ્ઞાપનાસૂત્રસારોદ્વારની હસ્તપ્રતની નોંધ પિટર્સનના રિપોર્ટ ભાગ એકના પરિશિષ્ટ—ખંભાતના શ્રી શાંતિનાથ ભંડારની સૂચીમાં—પૃ૦ ૬૩માં છે. પણ તે પ્રત અમારા જોવામાં આવી નથી; અને તેની સૂચના મુનિ શ્રી પુણ્યવિજયજીએ તૈયાર કરેલા નવા સૂચીપત્રમાં પણ નથી, એટલે એ પ્રત અત્યારે ખંભાતમાં પણ ઉપલબ્ધ નથી એમ માનવું રહ્યું. આ અને આચાર્ય અભયદેવકૃત ‘ પ્રજ્ઞાપનોદ્વાર ’ અથવા પ્રનાપનાસંગ્રહણી અને ગ્રંથો જુદા જ છે, કારણ કે પ્રજ્ઞાપનાસારોદ્વાર તો ગદ્યરચના છે, જ્યારે ‘ પ્રજ્ઞાપનોદ્વાર ’ ગાથાબદ્ધ છે.
*
(૧૩) પ્રજ્ઞાપનાપર્યાંય
મુનિ શ્રી પુણ્યવિજયજીસંગ્રહ, લા. દ. વિદ્યામંદિર, નં. ૪૮૦૧ ની હસ્તપ્રત છે ‘સર્વસિદ્ધાન્તવિષમપદપર્યાય '; તેમાં પ્રારંભમાં પંચવર્તુકના પર્યાયો આપ્યા છે. પછી આચારાંગ આદિના પર્યાયો પત્ર ૨ – ૬ થી શરૂ થાય છે. તેમાં પત્ર ૫-૭થી પ્રજ્ઞાપનાના પર્યાયો શરૂ થાય છે. આમાં ગ્રંથકારની પદ્ધતિ એવી છે કે જેનો પર્યાય આપવો હોય તે પદનું નામ આપી તે તે શબ્દનું વિવરણ કે પર્યાય આપે છે. પ્રસ્તુતમાં સૌથી પ્રથમ અઢારમા પદમાંથી અનાહારક શબ્દનું વિવરણુ છે અને પત્ર ૬ –વમાં તો પ્રજ્ઞાપનાના પર્યાયો સમાપ્ત કરી દીધા છે અને નિશીથચૂર્ણિ આદિના પર્યાયો શરૂ કર્યા છે. પછી પત્ર ૬૩ ૪ થી પત્ર ૬૪ ૬ સુધીમાં પ્રજ્ઞાપનાવિવરણવિષમપદપર્યાયો છે.
Jain Education International
આ પ્રતિના ૨૬મા પત્રમાં ‘પાક્ષિકસૂત્રપર્યાય ’ પૂર્ણ થાય છે. આદિથી અહીં સુધીના (પાક્ષિકસૂત્રપર્યાય સુધીના) પર્યાયો જેવી એક તાડપત્રીય પ્રતિ ખંભાતના ભંડારમાં છે. જુઓ Catalogue of palm-leaf manuscripts in the Shantinath Jain Bhandara Cambay [Part one] પૃ॰૧૨૮ માં જણાવેલ ‘નિઃશેષસિદ્ધાન્તપર્યાંય ’. ખંભાતના ભંડારની આ પોથીના અંતમાં આપેલી ગ્રન્થકારની પ્રશસ્તિના આધારે જાણી શકાય છે
For Private & Personal Use Only
www.jainelibrary.org