Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[૧૪]. મૂલાચારમાં છ પર્યાપ્તિના વિવેચન પ્રસંગે અસંગીને પાંચ અને સંસીને છ પર્યાપ્તિ કહી છે, તેથી સ્પષ્ટ થાય છે કે જેને મન હોય તે સંજ્ઞી ગણાય.—મૂલાચાર, પર્યાસ્યધકાર, ૫-૬, ૮૬.
સ્થાનાંગમાં સર્વ જીવોના સંસી, અસંસી અને નોસંસીનીઅસંસી–એવા ત્રણ ભેદ બતાવ્યા છે, કારણ કે સિદ્ધોને પણ એમાં ગણી લીધા છે. પરંતુ તેમાંથી સંજ્ઞી કોણ અને અસંગ્રી કોણ એ ફલિત થતું નથી (સૂ૦ ૧૬૨). સંસારી જીવમાં ૨૪ દંડકોમાં સંસી અને અસંતી એ બન્ને ભેદો હોય છે (સ્થા૦ ૭૯, સમવા ૧૪૯), એમ કહ્યું ત્યારે પણ મનવાળા સતી એવું સિદ્ધ થતું નથી, કારણ કે એકકિયાદિમાં તો મન નથી જ, છતાં તેમાં પણ સંતી-અસંતી એ બન્ને ભેદ જણાવ્યા. અને જ્યાં મન અવશ્ય હોય છે તેવા નારકાદિમાં પણ સંજ્ઞી-અસંજ્ઞી એવા બે ભેદ જણાવ્યા છે.
આ ઉપરથી એક વાત નક્કી થાય છે કે પર્યાતિનો વિચાર થયો તે પહેલાં જ સંતાનો વિચાર થઈ ગયો હતો. તેથી પર્યાપ્તિના વિચાર સાથે એ સ્પષ્ટ થયું કે સંજ્ઞા અને મન એ બન્ને જેને હોય તેને જ સંજ્ઞો કહેવા.
સંની-અસતીની સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન વાચક ઉમાસ્વાતિએ તત્વાર્થસત્રમાં કર્યો છે. તેમણે સૂત્ર બનાવ્યું છે કે –“સંશિતઃ સાનાઃ (૨.૨૫); અર્થાત સંરની જીવો મનવાળા હોય છે. અને ભાષ્યમાં તેમણે સ્પષ્ટીકરણ કર્યું કે પ્રત્યુતમાં સંસી શબ્દથી તે જ જીવો અભિપ્રેત છે, જેને સંપ્રધારણ સંતા હોય. અર્થાત માત્ર સંપ્રધારણ સંતાવાળા જીવોને મન હોય છે, અન્યને નહિ. સંપ્રધારણ સંતાની વ્યાખ્યા કરી છે કે –“ફુહાપોહયુI Tળવોષવિવારનામિા પ્રધારસંજ્ઞા !” --- તત્વાર્થભાષ્ય ૨. ૨૫. આહારાદિ સંજ્ઞાને કારણે જે સંજ્ઞી કહેવાય તેવા જીવો અહીં અભિપ્રેત નથી, એટલે કે મન તો તે જ સંસી જીવોને હોય, જેઓ સંપ્રધારણ સંજ્ઞાને કારણે સંતી કહેવાતા હોય.
૩૨મું “સંયમ પદ ? સંયમવિચાર
સંત, અસંત, સંયતાસંયત અને નોતનોઅસંતનો સંયતાસંવત–એવા સંયમના ચાર ભેદોનો વિચાર સકલ જીવોમાં કરવામાં આવ્યો છે. તેનો સાર એ છે કે નારક, એકેન્દ્રિયથી માંડી ચતુરિન્દ્રિય જીવો, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એ અયત હોય છે. પંચેન્દ્રિય તિર્યંચ અસંયત અને સંયતાસંયત હોય છે. મનુષ્યમાં પ્રથમ ત્રણ પ્રકાર છે, પણ સિદ્ધોમાં સંયમનો ચોથો પ્રકાર નોસંયતનો અસંયમનોસંયતાસંયત છે (૧૯૭૪-૮૦). પદને અંતે આપેલ ગાથામાં સિદ્ધનો વિચાર નથી. પખંડાગમનાં ૧૪ માર્ગશદ્વારમાં પણ એક કાર સંયમ છે. આથી સંયમને આધારે જીવોનો વિચાર કરવાની પદ્ધતિ મહત્ત્વ ધરાવે છે, એમ કહી શકાય. પખંડાગમમાં સંયમદ્વારમાં સામાયિકશુદ્ધિસંયત, છેદો પસ્થાપનશુદ્ધિસંયત, પરિહારશુદ્ધિસંયત, સુક્ષ્મસંપાયશુદ્ધિસંયત, યથાખ્યાતવિહારશુદ્ધિસંત, સ્વતાસંયત અને અસંત–એવા ભેદો કરીને ૧૪ ગુણસ્થાનોમાં તેનો વિચાર છે, પુ. ૧, પૃ. ૩૬૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org