________________
...[૧૩૬]...
આહારના પુદ્ગલોનું ગ્રહણ સર્વ દિશાથી થાય છે (૧૮૦૨). થયા પછી આહાર અર્થે લીધેલા પુદ્ગલોમાંનો અસંખ્યાતમો ભાગ આહારરૂપે પરિણમે છે અને તેના અનંતમા ભાગનો આસ્વાદ લેવામાં આવે છે (૧૮૦૩). આહાર માટે લીધેલા બધા જ પુદ્ગલોનો આહાર કરે છે (૧૮૦૪). આહારમાં લીધેલા પુદ્ગલોનો પાંચ ઇન્દ્રિયરૂપ પરિણામ થાય અને નારકને તો તે દુ:ખજનક પરિણામરૂપે જ પરિણમે (૧૮૦૫), પરંતુ દેવાદિને તેનો સુખરૂપ પરિણામ થાય (૧૮૦૬). જેની જેટલી ઇન્દ્રિય હોય તેને તે આહાર તેટલી ઇન્દ્રિયના પરિણામરૂપે પરિણમે (૧૮૧૨, ૧૮૧૯, ૧૮૨૦, ૧૮૨૩, ૧૮૨૫).
નવમા દ્વારમાં આહારરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલો એકેન્દ્રિયના શરીરરૂપ હોય છે કે પછી યાવત્ પંચેન્દ્રિયના શરીરરૂપ હોય છે, તેની ૨૪ દંડકોમાં ચર્ચા છે. ચર્ચાનો સાર એ છે કે જે પુદ્ગલોનું ગ્રહણ થતું હોય છે તે ભૂતકાળમાં તો ગમે તેના શરીરરૂપે હોય પણ વર્તમાનમાં તો તે જે જીવને જેટલી ઇન્દ્રિય હોય તેટલી ઇન્દ્રિયવાળાનું શરીર આહારરૂપે છે, તેમ સમજવું. કારણ કે લીધેલ આહાર લેનારના શરીરરૂપે પરિણત થાય છે તેથી તેટલી ઇન્દ્રિયવાળાનું શરીર છે તેમ કહેવાય (૧૮૫૩-૧૮૫૮).
દશમા દ્વારમાં ૨૪ દંડકના જીવોમાં કોણ લોમાહાર અને કોણ પ્રક્ષેપાહાર કરે તેની ચર્ચામાં જણાવ્યું છે કે નૈરયિક, દેવો અને એકેન્દ્રિય લોમાહારી છે (૧૮૫૯-૬૦).
ફ્રીન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય મનુષ્ય બન્ને પ્રકારનો આહાર કરે છે (૧૮૬૧). એકેન્દ્રિયને મોટું હોતું નથી અને નારક-દેવના વૈક્રિયશરીરમાં મુખ છતાં તેમને પ્રક્ષેપની આવશ્યકતા ન પડે તેવો તે શરીરનો સ્વભાવ છે, માટે તેમને માત્ર લોમાહાર છે—એવું સ્પષ્ટીકરણ ટીકાકાર કરે છે (પત્ર ૫૦૯). વળી, લોમાહાર માત્ર પર્યાપ્તને જ હોય, અપર્યાપ્તને ન હોય એમ પણ ટીકાકારે ખુલાસો કર્યો છે (પત્ર ૫૦૯).
અગિયારમા દ્વારમાં કયા જીવને ઓજ આહાર અને મનથી ભક્ષણ હોય છે તેનો ખુલાસો કરતાં જણાવ્યું છે કે નારકો માત્ર ઓજ આહાર કરે છે, મનથી ભક્ષણ કરતા નથી (૧૮૬૨). અને બધા જ ઔદારિક શરીરી વિષે પણ એ જ નિયમ છે (૧૮૬૩). માત્ર દેવો ઓજ આહારવાળા અને મનથી ભક્ષણ કરનારા છે (૧૮૬૪); એટલે કે તેમને જ્યારે મનમાં આહાર લેવાની ઇચ્છા થાય કે તરત તેમની આહારકામનાની પૂર્તિ થઈ જાય છે (૧૮૬૪). જે સ્થાને જીવની ઉત્પત્તિ થવાની હોય ત્યાં જે આહારયોગ્ય પુદ્ગલો હોય તેનો આહાર તે ઓજ આહાર. અપર્યાપ્ત વને આ આહાર જ સંભવે છે—એવું સ્પષ્ટીકરણ ટીકાકાર કરે છે (પત્ર ૫૧૦). આ ચર્ચાને અંતે સૂત્રકૃતાંગની નિયુક્તિની નિમ્ન ગાથાઓ ટીકાકારે ઉષ્કૃત કરી છે, તે આ પ્રકરણના સારરૂપ છે :
“सरीरेणोयाहारो तयाय फासेण लोमआहारो । पक्खेवाहारो पुण कावलियो होइ नायव्वो ॥ १७१ ॥ ओयाहारा जीवा सव्वे अपजत्तया मुणेयव्त्रा । पजत्तगा य लोमे पक्खेवे होंति भइयव्वा ॥ १७२ ॥ एगंदियदेवाणं नेरइयाणं च नत्थि पक्खेवो ।
સેમાળ નીવાળું સંકારથાળ વવવેયો ! ૨ ||”
૫. અહીં ટીકાકારે સત્રોમાં પૂર્વાપર વિરોધ ન આવે તેમ વ્યાખ્યા કરવી જોઈએ એવું સૂચન કર્યું છે. માટે ‘ આહાર માટે લીધેલા’નો અર્થ પૂર્વસૂત્રમાં જે અસંખ્યાતમો ભાગ કહ્યો છે તે જ અભિપ્રેત છે, ગ્રહણ ફરેલા બધા જ પુદગલો નહિં,ટીકા, પત્ર ૫૦૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org