Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[૧૪].... સત્તરમું “લેશ્યા પદ લેયાનિરૂપણ લેસ્યાનું નિરૂપણ કરનાર પદના છ ઉદ્દેશો છે. ઉદ્દેશોમાં કોઈ વ્યવસ્થિત ધોરણે કમનિયમન થયું હોય એમ જણાતું નથી. પ્રથમ ઉદેશમાં તો વળી અનેક દ્વારોમાં એક લેડ્યાદ્વાર હોઈ તે પ્રકરણને લેયાપદમાં સંઘરવામાં આવ્યું હોય એમ જણાય છે. આ પદ એ સ્પષ્ટ કરે છે કે આર્ય શ્યામાચાર્યે કેટલાંક પ્રકરણે પ્રસ્તુત પ્રજ્ઞાપનામાં પરંપરામાં જે રીતે ચાલ્યાં આવતાં હશે તેમ તેનો માત્ર સંગ્રહ જ કર્યો છે. આ વાતની પુષ્ટિ ભાષા પદથી પણ થાય છે.
પખંડાગમમાં લેગ્યા ૧૪ માર્ગણાસ્થાનમાં સ્થાન પામી છે, તેથી તેની ચર્ચા અનેક સ્થળોમાં મળે એ સ્વાભાવિક છે. પુ. ૧, પૃ. ૧૩૨, ૩૮૬ આદિ; પુસ્તક ૩, પૃ. ૪૫૯ આદિ; પુ૪, પૃ. ૨૦૦ આદિ વગેરે.
પ્રથમ ઉદેશમાં નારક આદિ ૨૪ દંડકો વિષે આહાર, શરીર, શ્વાસોશ્વાસ, કર્મ, વર્ણ, લેશ્યા, વેદના, ક્રિયા અને આયુ–એ બધું વિષમ છે તે શા માટે, તેનું સ્પષ્ટીકરણ કર્યું છે (૧૧૨૪–૧૧૫૫). આ ઉપરથી કેટલીક જાણવા જેવી બાબતો એ ફલિત થાય છે કે નારકમાં જેનું શરીર મોટું તેના આહારાદિ વધારે અને જેનું નાનું તેના આહારાદિ થોડા (૧૧૨૪); જે પ્રથમના જન્મેલા હોય તેનાં કર્મ થોડાં અને જે પછી જન્મેલા હોય તેનાં કર્મ વધારે (૧૧૨૫); પહેલા જન્મેલાનાં વર્ણ અને લેડ્યા વિશુદ્ધતર અને પછી જન્મેલાનાં વર્ણ અને લેડ્યા અવિશુદ્ધ (૧૧૨૬-૧૧૨૭); સનીને મહાવેદના અને અસંતીને અલ્પર (૧૧૨૮); સમ્યગ્રષ્ટિને ક્રિયા ઓછી અને અન્યને વધારે (૧૧૨૯); નારકોનું આયુ બધાનું સરખું હોતું નથી (૧૧૩૦).
ઉક્ત હકીકતો વિષે ક્રમે કરી ભવનવાસી આદિ ૨૪ દંડકોમાં વિચારણા છે (૧૧૩૧-૪૪).
આ પછી સલેશ્ય જીવોને લઈ નારકાદિ ૨૪ દંડકોમાં ઉક્ત આહાર આદિ વિષે સમ-વિષમતાની ચર્ચા છે (૧૧૪૫–૧૧૫૫), અને તેને અંતે પ્રથમ ઉદ્દેશ સમાપ્ત થાય છે.
બીજા ઉદેશમાં પ્રથમ સેશ્યાના છ ભેદ (૧૧૫૬) જણાવીને નારકાદિ ચાર ગતિના જીવોમાં કોને કેટલી લેડ્યા હોય, તેની ચર્ચા કરી છે (૧૧૫૭–૧૧૬૯), તે આ પ્રમાણે છે –
કૃણ નીલ કાપોત તેજ પત્ર શુકલ ૧. નારક ૨. તિર્યંચ
એકેન્દ્રિય
» પૃથ્વી
XXX
xxx:x
છે અ
લેશ્યાવિચાર જૈન આગમ અને કર્મસાહિત્ય તથા જૈન દર્શનગ્રંથોમાં અને જૈનેતરમાં કેવા પ્રકારનો છે તેની વિસ્તૃત માહિતી માટે જુઓ, લેસ્થાકોષ, સંપાદક મોહનલાલ બાંઠિયા તથા શ્રીચંદ ચોરડિયા, કલકત્તા, ૧૯૬૬; લેસ્થાશબ્દ વિષેની ચર્ચા માટે જુઓ Sehubring, Doctrine of the
Jainas: P. 195. ૨. નારકોના સંગી-અસંજ્ઞી એવા ભેદ જે અહીં કરવામાં આવ્યા છે તેથી સચિત થાય છે કે આ પ્રકરણ તે
શબ્દોની પરિભાષા નિશ્ચિત થયા પૂર્વે રચાયેલ છે. આથી જ આચાર્ય મલયગિરિને આ શબ્દોની કરતુતમાં વ્યાખ્યા કરવામાં અનેક વિકલ્પો કરવા પડયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org