Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૧૩૧].
૪. રૂપવિશિષ્ટતા. ૫. તપવિશિષ્ટતા. ૬. શ્રતવિશિષ્ટતા. ૭. લાભવિશિષ્ટતા.
૮. ઐશ્વર્યવિશિષ્ટતા. ૨. નીચ ગોત્ર :
૧. જાતિવિહીનતા. ૨. કુલવિહીનતા. ૩. બલવિહીનતા. ૪. રૂપવિહીનતા. ૫. તપવિહીનતા. ૬. શ્રતવિહીનતા. ૭. લાભવિહીનતા.
૮. એશ્વર્યવિહીનતા. ૮. અંતરાય
૧. દાનારાય ૨. લાભાન્તરાય. ૩. ભોગાન્તરાય. ૪. ઉપભોગાન્તરાય.
૫. વીર્યાન્તરાય. કર્મની આઠે મૂળ પ્રકૃતિ નિરયિકાદિ જીવન ચોવીશે દંડકમાં હોય છે (૧૬૬૬). જીવો કેવી રીતે આઠેય કર્મપ્રકૃતિ બાંધે તેનો ખુલાસો કરતાં જણાવ્યું છે કે જ્ઞાનાવરણીયનો ઉદય હોય ત્યારે દર્શનાવરણીયનું આગમન થાય છે. દર્શનાવરણયના ઉદયથી દર્શનમોહનું અને દર્શનમોહના ઉદયથી મિથ્યાત્વનું અને મિથ્યાત્વ ઉદીર્ણ થયે આઠે કર્મનું આગમન થાય છે (૧૬ ૬૭). બધા જ જીવોમાં આઠે કર્મના આગમનનો આવો જ ક્રમ છે (૧૬૬૮).૧૧ જીવો જ્ઞાનાવરણાદિ કર્મ બાંધે છે તેનાં બે કારણે છે : રાગ અને દ્વેષ. રાગમાં માયા અને લોભનો તથા ષમાં ક્રોધ અને માનનો સમાવેશ છે (૧૬૦૦-૧૬૧૪). જીવો જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય વેદે પણ ખરા અને ન પણ વેદે. તે જ પ્રમાણે ચોવીશ દંડકમાંના મનુષ્યો વેદે પણ ખરા અને ન પણ વે; બાકીના છવો વેદે જ. પરંતુ વેદનીય, આયુ, નામ, ગોત્ર–આ ચાર કર્મો તો ચોવીશે દંડકમાં છવો વેદે જ વેદે (૧૬૭૫–૭૮). આ સૂત્રમાં કર્મવેદનાની વાત કહી છે. આની તુલના પખંડાગમનાં વેદનાસમિત્ત સૂત્રો સાથે કરવી; પુસ્તક ૧૨, પૃ૦ ૨૯૪. આ પછીના સૂત્રમાં “વેદના' માટે જ “અનુભવ” શબ્દનો પ્રયોગ કર્યો છે, તે પરિભાષાનો વિકાસ સૂચવે છે. “અનુભવ” માટે “વેદના” શબ્દ જૂનો
-
૧૦. આને માટે “નિયરછતિ' શબ્દનો પ્રયોગ છે. ૧૧. આચાર્ય મલયગિરિને આની વ્યાખ્યામાં થોડી મુશ્કેલી જણાઈ છે. તેથી તેઓ આ સુત્રને “પ્રાચિક”
સમજવું એમ ચવે છે. વળી, આ પ્રકારે કર્મના આગમનની ચર્ચા પછીના ગ્રંથોમાં તો છૂટી જ ગઈ છે, તે
ધ્યાનમાં રાખવું જોઈએ. પ્રસ્તુત સુત્રનું તાત્પર્ય એટલું જ છે કે કર્મથી કર્મ આવે છે. ૧૨. અહીં કર્મબંધના કારણમાં યોગને સ્થાન મળ્યું નથી, માત્ર કષાયને જ સ્થાન મળ્યું છે, તે ધ્યાનમાં લેવા
જેવી વાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org